તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુધારો:રેન્કની જગ્યાએ હવે કારકિર્દીની પ્રગતિના આધારે જવાનો એચઆરએ લઈ શકશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે નેવી દિવસના પ્રસંગે દેશમાં અનેક સ્થળે કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ તસવીર કોચ્ચિની છે. - Divya Bhaskar
શુક્રવારે નેવી દિવસના પ્રસંગે દેશમાં અનેક સ્થળે કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ તસવીર કોચ્ચિની છે.
 • આર્મીના 12 લાખ જવાનો, જેસીઓને 1000 કરોડની ભેટ
 • એરફોર્સ અને નેવી પહેલાથી જ આ વ્યવસ્થા અપનાવી ચૂક્યો છે

ચીફ ઓફ ડિફેન્સની વ્યવસ્થા હેઠળ સૈન્ય બાબતોના વિભાગ ખૂલવાની શરૂઆતનો એક મોટો ફાયદો આર્મીના જુનિયર કમિશન્ડ ઓફિસર અને જવાનોને મળવા જઇ રહ્યો છે. ત્રણેય સૈન્યની સારી પ્રથાઓને દરેક સૈન્ય દળમાં લઈ જવાના ઉદ્દેશ્ય હેઠળ આર્મી વિભાગે સૈનિકોને આ ફાયદો સુનિશ્ચિત કરાવ્યો છે.

ખરેખર ત્રણેય સૈન્ય માટે સરકારે એક જોગવાઈ કરી હતી કે જે જવાનો ભાડેથી ક્વાર્ટર લઇને રહે છે તે રેન્કને બદલે પોતાની સુનિશ્ચિત કારકિર્દીની પ્રગતિવાળા પગારના આધારે ભાડાના મકાનનું ભથ્થું મેળવી શકે છે. આર્મીમાં તેને મિનિમમ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેશન(એમએસીપી) કહેવાય છે જેમાં જો કોઈ જવાનને કોઈ કારણોસર રેન્ક ન મળી શકે તો એક નક્કી સમયગાળામાં તેનો પગાર વધારી દેવાય છે. આ વધેલા પગારના આધારે ભાડાનું મકાન લેવાની જોગવાઈ કરાઈ હતી.

તેને એચઆરએની જગ્યાએ સૈન્યદળોમાં ક્લેમ ઈન લિયુ ઓફ ક્વાર્ટર એટલે કે મકાનના બદલે મળતું ભથ્થું કહેવાય છે. આ વ્યવસ્થાને એરફોર્સ અને નેવીએ ઝડપથી અપનાવી પણ આર્મીમાં રેન્કના આધારે ભથ્થું મળવાનું ચાલુ રહ્યું. તેનાથી આ એ જવાનો અને જેસીઓને નુકસાન થતું રહ્યું જેમને રેન્ક મળી શક્યું હતું.

એક અનુમાન અનુસાર નવી વ્યવસ્થાથી આર્મીના જવાનોને 1000 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો અંદાજ છે. દરેક જવાનને કેટલો ફાયદો થશે તેનો અંદાજ કાઢવો હાલ મુશ્કેલ છે કેમ કે એ સુનિશ્ચિત નથી કે કયા જવાનને ક્યારે ક્યારે રેન્કનું નુકસાન થયું.

નુકસાન નહીં થાય, વ્યવસ્થા 2006થી લાગુ મનાશે
આર્મીના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે સૈન્ય વિભાગે બેસ્ટ પ્રેક્ટિસ શેરિંગના ઉદ્દેશ્યને સામે રાખતા આર્મીના જવાનો સાથે થઇ રહેલો અન્યાય દૂર કરવાની જવાબદારી લીધી છે. સૈન્ય વિભાગે નક્કી કર્યુ છે કે આર્મીના તમામ જવાનો અને જેસીઓને આ એરફોર્સ અને નેવીની જેમ રેન્કની જગ્યાએ એમએસીપીના આધારે મકાન ભથ્થું ચૂકવાશે. આર્મીના અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે સરકારી આદેશ જારી કરી દેવાયો છે અને સૌથી મોટી વાત એ છે કે આ વ્યવસ્થા 2006થી લાગુ મનાશે. એટલે કે જવાનોને જે રકમ મળતી હતી તે જૂની તારીખથી જ પાછી મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો