• Gujarati News
  • National
  • How To Go To The Heat In 47 Degrees, See The Difficult Situation On The Border VIDEO

10 મિનિટમાં રેતીમાં રાખેલા પાપડ શેકાઈ ગયા:47 ડીગ્રી તાપમાં જવાનો કઈ રીતે ફરજ બજાવે છે, બોર્ડર પરની વિકટ પરિસ્થિતિનો જુઓ VIDEO

બિકાનેર25 દિવસ પહેલા

પહેલા જાણો મામલો શું છે
રાજસ્થાનના બિકાનેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જવાનોએ ગરમી કેટલી પડી રહી છે એ દેખાડવા માટે અનોખો પ્રયોગ કર્યો, જેનો તેમણે એક વીડિયો પણ બનાવ્યો. વીડિયોમાં બે જવાન હાથમાં 2-2 કાચા પાપડ સાથે જોવા મળે છે. જવાનોએ આ પાપડને રેતીમાં દબાવ્યા, 10 મિનિટ પછી રેતી દૂર કરીને જોયું તો પાપડ શેકાઈ ગયા હતા. જવાનોએ એક પાપડને તોડીને પણ દેખાડ્યો.

કાચા પાપડને ધખધખતી રેતીમાં આ રીતે મૂક્યા.
કાચા પાપડને ધખધખતી રેતીમાં આ રીતે મૂક્યા.

પ્રયોગનો હેતુ શો હતો
આ વીડિયોમાં એક જવાન કહે છે, તેવા લોકોને જણાવવા માગે છે કે સરહદ પર સૈનિક કેવી વિષમ પરિસ્થિતિનો સામનો કરીને દેશસેવા કરી રહ્યા છે. જવાનો માટે પણ આ ગરમીમાં સંશાધન એકઠું કરવાની અપીલ કરાઈ છે કે જેથી તેમને પણ આ અકળાવતી ગરમીથી બચાવી શકાય. BSF DIG પુષ્પેન્દ્ર સિંહનું કહેવું છે કે અહીં દર વખતે આટલી જ ગરમી પડે છે. આપણા જવાનોનો જુસ્સો આ ગરમીથી પણ વધુ જલદ છે.

રેતીમાં પાપડ દબાવતા જવાન. એવું એટલા માટે કર્યું, કેમ કે લોકોને ખ્યાલ આવે કે સેનાના જવાન કેવી વિષમ પરિસ્થિતિમાં દેશસેવા માટે બોર્ડર પર પોતાની ફરજ બજાવી રહ્યા છે.
રેતીમાં પાપડ દબાવતા જવાન. એવું એટલા માટે કર્યું, કેમ કે લોકોને ખ્યાલ આવે કે સેનાના જવાન કેવી વિષમ પરિસ્થિતિમાં દેશસેવા માટે બોર્ડર પર પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ગરમીનું લેવલ
પશ્ચિમી રાજસ્થાનના તમામ જિલ્લા ગરમી અને લૂની ઝપેટમાં આવી ગયા છે. બિકાનેરમાં તાપમાન 47 ડીગ્રી સેલ્સિયસથી પર પહોંચી ગયું છે. અનેક કિલોમીટરમાં ફેલાયેલા રેગિસ્તાનમાં શહેરોની તુલનાએ વધુ ગરમી પડી રહી છે. અહીં તાપમાન રેકોર્ડ કરવા માટે કોઈ સાધન નથી, પરંતુ કેટલાક લોકોનું અનુમાન છે કે અહીં તાપમાન 50 ડીગ્રીથી વધુ હોઈ શકે છે.

BSFએ હવે વોચ ટાવર પર કૂલર મૂકવાનું શરૂ કર્યું છે. વોચ ટાવરની પાસે જ સોલર પ્લાન્ટ્સ લગાડવામાં આવ્યા છે, જેથી વીજળી મળતી રહે.
BSFએ હવે વોચ ટાવર પર કૂલર મૂકવાનું શરૂ કર્યું છે. વોચ ટાવરની પાસે જ સોલર પ્લાન્ટ્સ લગાડવામાં આવ્યા છે, જેથી વીજળી મળતી રહે.

ગરમીનો સામનો કરવા સેનાની તૈયારી
BSFના જવાનો માટે ગરમીથી બચવા વોચ ટાવર પર કૂલર મૂકવામાં આવ્યાં છે, જેને કારણે છ કલાકની હાર્ડ ડ્યૂટીમાં જવાનને થોડા સમય માટે આરામ મળી શકે છે. આ કૂલર દરેક વોચ ટાવરની પાસે લગાડવામાં આવ્યાં છે, જ્યાં પાણી નાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જવાનોને એને કારણે ઘણી રાહત મળે છે. આ કૂલર્સને ચલાવવા માટે સોલર સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.

રેતીમાંથી જ્યારે પાપડ બહાર કાઢવામાં આવ્યા ત્યારે એ શેકાઈ ગયા હતા.
રેતીમાંથી જ્યારે પાપડ બહાર કાઢવામાં આવ્યા ત્યારે એ શેકાઈ ગયા હતા.
પાપડ શેકાયા છે કે નહીં એનો પુરાવો રજૂ કરવા માટે જવાનોએ પાપડ તોડીને દેખાડ્યો.
પાપડ શેકાયા છે કે નહીં એનો પુરાવો રજૂ કરવા માટે જવાનોએ પાપડ તોડીને દેખાડ્યો.
અન્ય સમાચારો પણ છે...