તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • How Much Will You Get In Standard 12 Marcus, This Is How You Can Prepare Your Result Yourself, Find Out The Result With A Simple Formula

ફોર્મ્યુલાથી જાતે બનાવો માર્ક્સશીટ:CBSEએ જણાવેલી ફોર્મ્યુલા પ્રમાણે ધો.12માં કોઈ વિદ્યાર્થી નાપાસ થશે તો તેની પાસે બે વિકલ્પ રહેશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10, 11નાં પરિણામના 30-30 ટકા અને 12ના ઇન્ટર્નલ પરિણામના 40 ટકાની ફોર્મ્યુલા
  • ધોરણ 12માં તમને કેટલા મળશે માર્કસ, આ રીતે સ્વયં તૈયાર કરી શકો છો તમે તમારું પરિણામ, સરળ ફોર્મ્યુલાથી જાણો પરિણામ

CBSE બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા માટે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. બોર્ડે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે પાછલાં વર્ષોની માર્કિંગ સ્કીમ જોયા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10, 11 અને 12ની ઇન્ટર્નલ પરીક્ષાના ગુણના આધાર પર ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં આવશે. આ ફોર્મ્યુલા દ્વારા તમે પણ તમારું પરિણામ જાતે જ તૈયાર કરી શકશો.

ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા
બોર્ડે કહ્યું હતું કે પરિણામમાં ધોરણ 10 અને ધોરણ 11ના માર્કસનું વેઇટેજ 30-30 ટકા હશે, જ્યારે ધોરણ 12ના માર્ક્સનું વેટેજ 10 ટકા હશે. ધોરણ 10માં પણ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા હોય છે, પરંતુ વિષય અલગ હોય છે. એવામાં ધોરણ 10ના 5 વિષયોમાંથી મુખ્ય ત્રણ વિષયોના માર્ક્સ જ ઉમેરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ 11ની ટર્મ પરીક્ષા, એકમ-પરીક્ષા અને અંતિમ પરીક્ષામાં તમામ 5 વિષયના સરેરાશ ગુણ ઉમેરવામાં આવશે. આ ગુણનું વેઇટેજ 30-30 ટકા રહેશે.

ધોરણ 10ના મુખ્ય ત્રણ વિષયોના આધારે 30 ટકા ગુણ આપવામાં આવશે. ધોરણ 11ના પરિણામના આધારે 30 ટકા ગુણ આપવામાં આવશે, જ્યારે ધોરણ 12ની ઇન્ટર્નલ પરીક્ષાના પરિણામના આધારે 40 ટકા ગુણ આપવામાં આવશે.

ફાઇનલ માર્કશીટ 30-30-40ની ફોર્મ્યુલાના આધાર પર
ત્યાર બાદ ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રી-બોર્ડ પરીક્ષાના માર્ક્સનું 40 ટકા વેઇટેજ આપવામાં આવશે. આ ત્રણેય માર્ક્સને જોડીને કુલ 100માંથી માર્ક્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની ફાઇનલ માર્ક્સશીટ આ જ 30-30-40ના ફોર્મ્યુલાના આધાર પર તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની પાછલી પરીક્ષાના માર્ક્સ ચેક કરીને પોતે જાતે પણ પરિણામ તૈયાર કરી શકે છે. બોર્ડ તરફથી પરિણામ 31 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.

માર્કિંગ ફોર્મ્યુલા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ફરિયાદો આવી રહી છે કે ધોરણ 11ના ગુણને જરૂર કરતાં વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. શક્ય છે કે 11માં વિદ્યાર્થીના ગુણ ઓછા હોય, જેને કારણે ધોરણ 12ની માર્ક્સશીટમાં ગુણ ઓછા આવી શકે.

1 અથવા 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી 'Compartment'ની કેટેગરીમાં
બોર્ડે આ બાબતે જણાવ્યું હતું કે માર્કિંગ ફોર્મ્યુલા દ્વારા પરિણામ તૈયાર કરવા પર વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ સુધી પણ પહોંચતા નથી, તેમને 'Essential Repeat' એટલે કે 'Compartment'ની કેટેગરીમાં નાખવામાં આવશે. કંપાર્ટમેન્ટની કેટેગરીમાં તે વિદ્યાર્થીઓ હશે, જે 1 અથવા 2 વિષયમાં ફેલ હશે. જ્યારે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓએ આખું વર્ષ ફરીથી રિપીટ કરવાનું રહેશે.

નાપાસ વિદ્યાર્થી પાસે બે વિકલ્પ રહેશે
આ સ્થિતિમાં વિદ્યાર્થી સામે બે વિકલ્પ હશે. પ્રથમ એ કે તે કંપાર્ટમેન્ટ પરીક્ષામાં સામેલ કરીને પોતાના માર્ક્સ વધારી શકે છે, જેને આધારે તેનું પરિણામ તૈયાર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ કે વિદ્યાર્થીઓ 12ની બોર્ડની પરીક્ષા માટે તેમની શાળામાં અરજી પણ મોકલી શકે છે. મહામારીની સ્થિતિ પર કાબૂ આવ્યા બાદ પરીક્ષાઓ ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે, જેમણે એ માટે અરજી કરી હશે .વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને તેમનું પરિણામ સુધારી શકે છે.

જણાવી દઈએ કે બોર્ડ પરીક્ષાનું પરિણામ 31 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. બોર્ડ દરેક વિદ્યાર્થીની માર્ક્સશીટ તૈયાર કરીને 31 જુલાઈએ એને સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી દેશે. વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પરથી લૉગ-ઇન કરીને પોતાનું પરિણામ જાણી શકશે.

અન્ય સમાચારો પણ છે...