તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • How J&K Celebrate Diwali: People Under House Arrest Due To Firing From Pakistan; Clouds Of Mourning In Homes Instead Of Joys

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જમ્મુ-કાશ્મીરમાં આવી દિવાળી છે:પાકિસ્તાન તરફથી ફાયરિંગને કારણે લોકો ઘરમાં કેદ; ખુશીઓની જગ્યાએ ઘરોમાં શોકનાં વાદળો

શ્રીનગર5 મહિનો પહેલાલેખક: દીપક ખજૂરિયા
આ તસવીર ઉરી સેક્ટરની છે. અહીં એક ગામમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં સ્થાનિક લોકોનાં ઘરને પણ નુકસાન થયું છે. - Divya Bhaskar
આ તસવીર ઉરી સેક્ટરની છે. અહીં એક ગામમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં સ્થાનિક લોકોનાં ઘરને પણ નુકસાન થયું છે.
 • છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન LOC પર 12થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે
 • ભારતીય જવાન આપી રહ્યા છે જડબાતોડ જવાબ, સરહદ કાંઠાના ગામમાં સ્થિતિ ખરાબ

દિવાળી પર પણ પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યો. સતત પાકિસ્તાની સેના LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. આ બધાની વચ્ચે સરહદ પાસે આવેલા ગામમાં હજારો લોકો કેદ થવા માટે મજબૂર થયા છે. ઘણા નાગરિકોનાં મોત પછી ગામમાં શોકનાં વાદળ છવાયાં છે. આ જ કારણ છે કે આ વખતે ગામના લોકો દિવાળીની ઉજવણી પણ નહીં કરી શકે.

છેલ્લા 7 દિવસથી પાકિસ્તાને માહોલ ખરાબ કરી દીધો
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પાસે આવેલી 720 કિમી લાંબી નિયંત્રણરેખા છે, જે જમ્મુના અખનૂર સેક્ટરથી લદાખના કારગિલ સેક્ટર સુધી છે. અહીં જમ્મુના પૂંછ અને રાજૌરી જિલ્લા, કાશ્મીરનું ઉરી સેક્ટર અને બારામુલ્લા જિલ્લા પર પાકિસ્તાન તરફથી હંમેશાં ફાયરિંગ થતું રહે છે. કોરોનાકાળામાં પાકિસ્તાન તરફથી થતા સીઝફાયરના ઉલ્લંઘનમાં થોડોક ઘટાડો થયો હતો, પણ છેલ્લા 7 દિવસથી તેમાં ફરી એક વખત વધારો થયો છે. આ બધાની વચ્ચે 12થી 15 વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

દિવાળી પર મીઠાઈ આપવામાં આવતી હતી, આજે ગોળી વરસાવાઈ રહી છે
લાંબા સમયથી આવી જ પરંપરા છે દિવાળી પર LOC પર તહેનાત ભારતીય જવાન પાકિસ્તાની સેનાને મીઠાઈ આપતા હતા, પણ હવે બન્ને બાજુથી ગોળીઓ વરસાવવામાં આવી રહી છે. ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના જવાન શહીદ થયા છે, સાથે જ જમ્મુના પૂંછના સૌજિયા વિસ્તારમાં લગભગ 9 મહિના પછી ફાયરિંગ થયું, જેમાં 6 સ્થાનિક નાગરિકોનાં મોત થયાં છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

દિવાળીની ખરીદી કરી રહ્યા હતા લોકો અને ફાયરિંગ શરૂ થઈ ગયું
શુક્રવારે લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ અચાનક પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. પાકિસ્તાને સ્થાનિક લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. ઉરી સેક્ટરના રહેવાસી ગુલામ અહમદનું ઘર LOC પર જ છે. તેઓ કહે છે, દર વખતે પાકિસ્તાન અહીં સામાન્ય નાગરિકોને નિશાન બનાવે છે. જો તેને લડાઈ કરવી હોય તો સેના સાથે કરે. સામાન્ય લોકોને નિશાન શા માટે બનાવે છે.

સ્થિતિ ખરાબ છે, લોકો ગભરાયેલા છે
પૂંછના રામ કુમાર દત્તાના કહ્યા પ્રમાણે, કોરોના દરમિયાન થોડીક રાહત હતી. માર્ચ પછીથી ફાયરિંગ અટક્યું હતું. હવે ફરીથી શરૂ થઈ ગયું છે. અહીં સ્થિતિ ઘણી ખરાબ છે. પાકિસ્તાન હંમેશાં આતંકી ઘૂસણખોરી કરાવવા માટે ગોળીબાર કરે છે, પણ દિવાળી પર આવું ફાયરિંગ પહેલી વખત થયું છે, સાથે જ સૌજિયાના જ મોહમ્મદ ઈસ્માઈલનું કહેવું છે કે સ્થિતિ તો ખરાબ છે જ, અહીં સુવિધાઓ પણ ઓછી છે. લોકોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો