• Gujarati News
  • National
  • How Far The Third Wave Of The Corona Epidemic Is Now, The Situation 5 Months Ago Was Seen In The Country Again

કોરોના અંગે આ જાણવું જરૂરી:કોરોના મહામારીની ત્રીજી લહેર હવે કેટલી દૂર, દેશમાં ફરી જોવા મળી રહી છે 5 મહિના અગાઉની સ્થિતિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • બીજી લહેર અગાઉની જે સ્થિતિ દેશમાં હતી તે આજે ફરી જોવા મળી રહી છે
  • વિશ્વમાં બ્રિટન, બાંગ્લાદેશ, ઈન્ડોનોશિયા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે

કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશની સામે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ સર્જાયો છે કે ત્રીજી લહેર આવી રહી છે તો તે ક્યારે આવશે...?જો આ ત્રીજી લહેર આવશે તો તે કેટલી ખતરનાક હશે. શરૂઆત રાજધાની દિલ્હીથી કરીએ તો 18 જુલાઈના રોજ દિલ્હીમાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ થયું નથી. લગભગ ચાર મહિના અગાઉ 2 માર્ચ, 2021ના રોજ કોવિડને લીધે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો ન હતો. જોકે 2 માર્ચથી એક મહિના બાદ એટલે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં તો હાહાકાર મચી ગયો હતો. માર્ચ,2021માં જ્યારે દેશમાં પ્રથમ લહેરમાંથી પસાર થઈ ગયાની ખુશી મનાવવામાં આવી રહી હતી ત્યારે બીજી લહેર તેનો કહેર વર્તાવા તૈયાર થઈ ગઈ હતી.

5 મહિને પણ દેશ ઠેરના ઠેર
કોરોના મોરચે દેશમાં માર્ચ મહિના જેવી સ્થિતિ આવી ગઈ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કોવિડ નિયંત્રણમાં આવી રહ્યો છે. ગત માર્ચ મહિનાની જેમ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ કેસ સતત વધી રહ્યા છે. ગયા માર્ચ મહિનાની જોમ લોકો પણ માસ્કથી દૂર થયેલા દેખાય છે. માર્ચ મહિનાની માફક બજારોમાં ભીડ થવા લાગી છે. ઓછા થઈ રહેલા એક્ટિવ કેસની સ્થિતિ વચ્ચે ત્રીજી લહેરના પડધમ સંભળાઈ રહ્યા નથી, પણ કેટલાક રાજ્યોમાં આવી રહેલા કેસની સંખ્યા ઘણી ચિંતાજનક છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળ રાજ્યમાં ભારતના કુલ કોરોના કેસનો 30.3 ટકા હિસ્સો છે. જ્યારે એપ્રિલ મહિનામાં આંકડા ફક્ત 6.2 ટકા હતા અને જૂનમાં આ ક્રમથી વધતા 10.6 ટકા અને 17.1 ટકા થઈ ગયો. કંઈક આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની છે. દેશના કુલ કેસના 20.8 ટકા મહારાષ્ટ્રમાં છે. એપ્રિલ મહિનામાં 26.70 ટકા જ હતા. જ્યારે તે સમયે બીજી લહેર તેની ચરમ પર હતી. આ સાથે જ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશામાં પણ એપ્રિલ-મેની અપેક્ષામાં વર્તમાન સમયમાં ભારતમાં કુલ કેસમાં હિસ્સેદારી વધી ગઈ છે. મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં પણ કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

શું કહે છે નિષ્ણાતો
તાજેતરમાં રોયટર્સના એક સરવેમાં 100 ટકા નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ત્રીજી લહેર આવશે જ. 85 ટકા નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજી લહેર આવશે. જ્યારે કેટલાક નિષ્ણાતોએ ઓગસ્ટ-સપ્ટેમ્બર તથા અન્ય કેટલાકે નવેમ્બર-ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.
AIIMSમાં 5 રાજ્યોમાં 10 હજાર જેટલા સેમ્પલ સાઈઝ સાથે સીરો પ્રિવલન્સ સ્ટડી કરવામાં આવ્યો હતો. 4,500 લોકોનો આ ડેટા લેવામાં આવ્યો છે. ત્યારબાદ કહ્યું કે ભારતમાં ત્રીજી લહેર આવી તો તેમા ઉંમરલાયક-બાળકોમાં જોખમ લગભગ સમાન રહેશે. અલબત એવું કહી શકાય નહીં કે બાળકોને જોખમ વધારે હશે.

IIT-કાનપુરના નિષ્ણાતોએ સસેપ્ટિબલ-ઈન્ફેક્ટેડ-રિકવર્ડ (SIR)મોડલના આધારે કહ્યું છે કે ત્રીજી લહેરની પીક ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં આવી શકે છે. પ્રિંસિપલ સાયન્ટીફિક એડવાઈઝર કે.વિજય રાઘવને કહ્યું કે-ત્રીજી લહેરને ટાળી શકાય તેમ નથી પણ તે ક્યારે આવશે તે અંગે કોઈ ભવિષ્યવાણી કરી શકાય નહીં. અલબત કેટલીક સાવચેતી રાખવામાં આવે તો તેનાથી કંઈક હસ્તક બચી શકાય છે.

જૂનના અંતિમ સપ્તાહમાં કેન્દ્રીય કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચીફ ડો.એન.કે.અરોડાએ જણાવ્યું હતુ કે ત્રીજી લહેર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. તેમણે આ દાવો કે ICMRના એક સ્ટડીના આધારે કરવામાં આવ્યો છે.

વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેરનો આતંક
બ્રિટનમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે. જ્યારે બીજી લહેરમાં દરરોજ 50 હજારથી વધારે કેસ મળતા હતા જ્યારે અત્યારે ત્રીજી લહેરની શરૂઆતમાં જ 35 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં અગાઉ સાત હજાર કેસ મળતા હતા, જે હવે 13 હજારથી વધારે કેસ મળી રહ્યા છે.​​​​​​​

બીજી બાજુ ઈન્ડોનેશિયામાં 12થી વધીને 40 હજારથી વધારે કેસ આવવા લાગ્યા છે. તેનાથી માલુમ થાય છે કે આગામી લહેર ઘણી ગંભીર છે. ભારતમાં આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. કારણ કે બીજી લહેરમાં ભારતમાં કોરોનાનો પીક ચાર લાખ સંક્રમિત દર્દી સુધી પહોંચ્યો હતો. જે દૈનિક ધોરણે મળી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.