તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • How Do Twinkling Stars Form ?: Britain Becomes Icy; Park School In The Corona Period In Pakistan

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:‘વિચારોનો બોજ’ શિલ્પ સ્વરૂપે: બ્રિટન બન્યું બર્ફીલું; આ ડૉગી માટે સારી ‘કન્યા’ જોઈએ છે!

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
થોડા દિવસ અગાઉ, એક IFS અધિકારીએ ટ્વીટર પર એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘The Weight of Thought’ અને અન્ય લોકોને પણ કેપ્શન આપવા માટે કહ્યું હતું.  આ કાંસ્ય શિલ્પ થોમસ લીરૂઈ દ્વારા તૈયાર કરાયું છે. જેના પછી અનેક યુઝર્સ દ્વારા મજેદાર કેપ્શન્સ આ તસવીર માટે લખાઈ હતી. જેમાં કોઈએ લખ્યું હતું, ‘યુપીએસસીનો સિલેબસ યાદ કરતા’, તો કોઈએ લખ્યું, ‘અપેક્ષાઓનો બોજ’. - Divya Bhaskar
થોડા દિવસ અગાઉ, એક IFS અધિકારીએ ટ્વીટર પર એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘The Weight of Thought’ અને અન્ય લોકોને પણ કેપ્શન આપવા માટે કહ્યું હતું. આ કાંસ્ય શિલ્પ થોમસ લીરૂઈ દ્વારા તૈયાર કરાયું છે. જેના પછી અનેક યુઝર્સ દ્વારા મજેદાર કેપ્શન્સ આ તસવીર માટે લખાઈ હતી. જેમાં કોઈએ લખ્યું હતું, ‘યુપીએસસીનો સિલેબસ યાદ કરતા’, તો કોઈએ લખ્યું, ‘અપેક્ષાઓનો બોજ’.

બ્રિટનમાં હિમવર્ષાથી સર્વત્ર બર્ફીલી ચાદર

બ્રિટન કોરોના મહામારીની સાથે સાથે હવે ક્રિસ્ટોફ વાવાઝોડા સામે પણ ઝઝૂમી રહ્યું છે. તસવીરમાં બ્રિસ્ટલ શહેરનાં મકાનો દેખાઈ રહ્યાં છે, જ્યારે આખી રાત દરમિયાન બરફવર્ષા થયા પછી આવાં દૃશ્યો સર્જાયાં હતાં.

બ્રિટનમાં અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. મોટા પાયે અરાજકતા ફેલાતાં ઠેર-ઠેર અકસ્માતનાં દર્શ્યો પણ સર્જાયાં હતાં.

બ્રિટનમાં હાલ ક્રિસ્ટોફ વાવાઝોડાની અસરથી હાલમાં ત્યાં ભારે હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે, જેને કારણે જનજીવન હાલાકીમાં મુકાયું છે.

બ્રિટિશ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આર્કટિક બ્લાસ્ટને કારણે તાપમાન હજુ નીચું જઈ શકે છે. ઈંગ્લેન્ડમાં -7 તો સ્કોટલેન્ડમાં -10 સેલ્સિયસથી નીચે તાપમાન ગગડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

તારાનું નિર્માણ કઈ રીતે થાય?

ચમકતા સિતારોનું નિર્માણ એક અદભુત ખગોળીય પ્રક્રિયા છે. સ્ટાર ક્લસ્ટર એનસીજી 602ની અંદર સ્ટાર બનવાની પ્રક્રિયા થતી રહે છે. એમાં નાના નાના મેગ્નેટિક ક્લાઉટ તેમજ બ્લુ રંગના સ્ટાર્સનું નિર્માણ થાય છે. સ્ટાર બનવાની આ પ્રક્રિયા ક્લસ્ટરના કેન્દ્રમાં શરૂ થાય છે. આ પ્રક્રિયા પછી એકદમ ચળતા સ્ટાર્સ બની જાય છે. ખાસ પ્રકારની ડસ્ટ એટલે કે ધૂળ આ સ્ટાર્સના નિર્માણમાં મદદ કરે છે.

કોરોનાકાળમાં સોશિયલ રોબોટની બોલબાલા

હોંગકોંગની એક લેબમાં અદ્દલ માનવ ચહેરો અને તેની જેમ વાતચીત કરતા રોબોટ સોફિયાને રજૂ કરાયો છે. સોફિયા રોબોટ પોતાની લેબમાં ફરે છે અને બોલે છે, ‘હું કમ્યુનિકેટ કરી શકું છું, થેરાપી આપી શકું છું અને સોશિયલ સ્ટિમ્યુલેશન આપી શકું છું એ પણ મુશ્કેલ સ્થિતિમાં.’

હેનસન રોબોટિક્સ કંપનીએ આ રોબો બનાવવાનું શરૂ કર્યુ છે. આ કંપની મોટી સંખ્યામાં આવા હ્યુમેનોઈડ રોબોનું નિર્માણ કરવા જઈ રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હેનસન કહે છે કે કોવિડ-19 મહામારીના સમયમાં આઈસોલેટ લોકો માટે આ રોબોટ ખૂબ ઉપયોગી થશે, જેનો ઉપયોગ આ ઉપરાંત અનેક ઈન્ડસ્ટ્રીઝમાં થઈ શકશે.

આ ડૉગી માટે સારી ‘કન્યા’ જોઈએ છે

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે. જેમાં એક દક્ષિણ ભારતીય યુઝરે પોતાના પગ ડૉગની બે તસવીરો શેર કરી છે. જેમાં આ ડૉગીએ ગુલાબી રંગનો શર્ટ અને પારંપરિક ‘મુંડું’ (લુંગી) પહેરી છે. આ તસવીરો સાથે તેના માલિકે અનુરોધ કર્યો છે કે આ ડૉગી માટે ‘કન્યા’ હોય તો બતાવજો. તેની સાથે સોશિયલ મીડિયાની પબ્લિક તરફથી અનેક માગા આવવા લાગ્યા.

પાકિસ્તાનમાં પાર્ક સ્કૂલનો નવતર પ્રયોગ

આગામી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પાર્ક સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકો માસ્ક પહેરીને પહોંચ્યાં હતાં. અહીં તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે જાહેર કર્યો છે.