• Gujarati News
  • National
  • How Did Sidhu, Who Showed Himself To Be The Captain's Sepoy, Respond To Every Bouncer Of Amarinder Through Turbulent, Superb Footwork?

તસવીરોમાં સિદ્ધુનો સ્ટ્રોક પ્લે:પોતાને કેપ્ટનના સિપાહી બતાવનાર સિદ્ધુએ કેવી રીતે કરી ઊથલપાથલ, શાનદાર ફૂટવર્ક દ્વારા આપ્યો અમરિન્દરના દરેક બાઉન્સરનો જવાબ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના આક્રમક તેવરને કારણે સિદ્ધુ હંમેશાં કેપ્ટન પર ભારે

4 વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2017ના રોજ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોત સિંહ સિદ્ધુને જ પંજાબમાં કેપ્ટન અમરિન્દરનું રાજીનામું માગવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે ચંડીગઢથી લઈને દિલ્હી સુધી વિવાદ ચાલતો રહ્યો. આ બાબતે હાઇકમાન્ડે પણ શક્તિ સંતુલન બનાવી રાખવા માટે દખલગીરી કરવી પડી. જો કે, સિદ્ધુ પોતાના આક્રમક તેવરના કારણે હંમેશા કેપ્ટન પર ભારે જ નજરે પડ્યા. જુઓ તસવીરોમાં સિદ્ધુની કોંગ્રેસમાં અત્યારસુધીની યાત્રા...

15 જાન્યુઆરી 2017- નવજોત સિંહ સિદ્ધૂ કોંગ્રેસમાં જોડાયા અને રાહુલની સાથે ફોટો પોસ્ટ કર્યો. તેમાં રાહુલ ગાંધી તેમને હાર પહેરાવી રહ્યા છે.

18 માર્ચ 2017- સિદ્ધુ અમરિન્દરની કેબિનેટમાં મંત્રી બન્યા અને પહેલા દિવસે પત્ની સાથે ઓફિસે પહોંચ્યા. ફોટો પોસ્ટ કરીને કહ્યું- કેપ્ટનની આર્મીનો સિપાહી.

14 જુલાઇ 2019- વીજળી-ખેડૂતોના મુદ્દા પર સિદ્ધુએ અવાજ ઉઠાવ્યો, પણ કેપ્ટન પર કોઈ અસર ન થઈ. ત્યાર બાદ કેપ્ટનને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મંત્રાલય બદલી દેવામાં આવ્યું. નારાજ સિદ્ધૂએ પંજાબ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું અને રાજીનામું રાહુલ ગાંધીને મોકલી આપ્યું હતું.

25 મે 2021- કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના મુદ્દા દ્વારા સિદ્ધુ સતત કેપ્ટનનો ઘેરાવ કરતા રહ્યા. ખેડૂતોના સમર્થનમાં પોતાના ઘર પર કાળો ઝંડો લહેરાવ્યો હતો.

23 જુલાઇ 2021- કેપ્ટન-સિદ્ધુનો ઝઘડો દિલ્હી સુધી પહોંચ્યો. બેઠકોનો દોર ચાલ્યો અને ધારાસભ્યોની વાડાબંધી પણ. અંતે તેમને પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ બનાવવામાં આવ્યા. સિદ્ધુએ અમરિન્દરની સાથે મંચ પર રહ્યા. પણ તેવરોની સાથે ફ્રન્ટ ફૂટ પર શૉટ રમીને બતાવી દીધું કે તેઓ દબાઈને રહેનારા નથી.

20 ઓગસ્ટ 2021- અધ્યક્ષ બન્યા બાદ કેટલીક વખત અમરિન્દર સાથે મુલાકાત થઈ. પણ આ મુલાકાતોમાં બંને વચ્ચેના મનનું અંતર દૂર થઈ શક્યું નહીં. જાહેર મંચ પરથી સિદ્ધુએ અમરિન્દર માટે કહ્યું- નિર્ણય લેવાની આઝાદી નહીં આપવામાં આવે તો ઈંટનો જવાબ ઈંટથી જ આપીશ.

ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021- સિદ્ધુએ પંજાબ કોંગ્રેસપ્રમુખ બનતાં જ પદાધિકારીઓની નિમણૂક શરૂ કરી દીધી. કેપ્ટન વિરુદ્ધ પોતાની ટીમને મજબૂત કરવા માટેના પ્રયાસોમાં વ્યસ્ત બન્યા.

અન્ય સમાચારો પણ છે...