તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • House To House Survey Will Be Conducted In 10 States Including Gujarat And Maharashtra: Ministry Of Health

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આરોગ્ય સચિવે 45 પાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી

કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના 10 રાજ્યના 45 નગર પાલિકા વિસ્તારોમાં સંક્રમણને કાબુમાં લેવા સરવે કરવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે અધિકારીઓને આ નિર્દેશ આપીને ઝડપી તપાસ અને પ્રભાવિત વિસ્તારોમાં દેખરેખ રાખવાના ઉપાયો કરવાની પણ સૂચના આપી છે.

45 નગર નિગમ ક્ષેત્ર અધિકારીઓ ભાગ લીધો
આરોગ્ય સચિવ પ્રીતિ સુદને સોમવારે મંત્રાલયના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થકી બેઠક કરી, જેમાં 45 નગર નિગમ ક્ષેત્રના જિલ્લા અધિકારીઓ, કમિશનરો, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વડાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શહેરી વિસ્તારોમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં સંક્રમણનો પ્રસાર, સંયુક્ત જન સુવિધાવાળા વિસ્તારોના મુદ્દા, ઘરે ઘરે જઈને સરવે કરવો, સંક્રમણને જે તે વિસ્તાર પૂરતું કેવી રીતે સીમિત રાખવું તે મુદ્દે ચર્ચા થઈ હતી. 

38 જિલ્લામાં સરવે થશે, ગંભીર બીમારીનો સામનો કરતા લોકોનો ડેટા ભેગો કરો 
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કુલ 38 જિલ્લામાં સરવે થશે. આ બેઠકમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે અધિકારીઓએ સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધવા, વૃદ્ધો અને ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકોની ઓળખ કરવા જેવા પગલાં લેવાની સલાહ આપી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો