તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બર્થડે પાર્ટીમાં દુર્ઘટના:આગ્રામાં મોટા અવાજે ચાલી રહેલા ડીજે ડાન્સ દરમિયાન છત પડી; 2નાં મોત, 15થી વધુ ઘાયલ

આગરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બર્થડે પાર્ટી મકાનના બીજા માળે ચાલી રહી હતી
  • પાર્ટીમાં 40-50 લોકો હાજર હતા

ઉત્તરપ્રદેશના આગ્રામાં સોમવારે મોડી રાતે લગભગ 8.30 વાગ્યે મોટી દુર્ઘટના થઈ હતી. અહીંના તાજગંજ વિસ્તારમાં ધાંધુપુરામાં એક મકાનની છત પડી ગઈ હતી. દુર્ઘટના સમયે અહીં બર્થડે પાર્ટી ચાલી હોવાને કારણે 2 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, આ મકાન 30 વર્ષ જૂનું છે. એક વર્ષ પહેલાં આ મકાનને સોનુ વર્માએ ખરીદ્યું હતું. એમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.

સોમવારે રાતે સોનુના મિત્ર અનિકેત ચૌધરીની બર્થડે પાર્ટી મકાનના બીજા માળે ચાલી રહી હતી. એમાં 40-50 લોકો હાજર હતા. મોટા અવાજમાં ડીજે પર લોકો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બીજો ફ્લોર પડી જવાથી બધા લોકો ફર્સ્ટ ફ્લોર પર પડી ગયા. બધા લોકોને દુુર્ઘટનાનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં ફર્સ્ટ ફલોર પડી ગયો. જોરદાર અવાજ થતાં જ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગેની માહિતી મળતાં જ પોલીસની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

ચાલુ બર્થડે પાર્ટીએ છત પડી.
ચાલુ બર્થડે પાર્ટીએ છત પડી.

માંડ-માંડ બચ્યો બર્થડે બોય
એમ કહેવાઈ રહ્યું છે કે મોટા અવાજે ડીજે વાગી રહ્યું હતું. એને કારણે જ જૂના મકાનની છત પડી ગઈ હોવાની ચર્ચા છે. જોકે દુર્ઘટનામાં બર્થડે બોય અનિકેત ચૌધરી માંડ-માંડ બચ્યો હતો.

ઘટનાસ્થળે હાજર કેહરી સિંહના જણાવ્યા મુજબ, તેમણે કાટમાળમાંથી 2 લોકોના શબને બહાર કઢાવ્યા છે. મૃતકમાં તેમનો પાડોશી મંજિત પણ છે. જ્યારે SSP મુનિરાજે બે લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જેમનું નામ મંજિત અને અરુણ છે.

બીજી તરફ, ડીએ પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં લગભગ 15 લોકો ઘાયલ થયા છે. તેમની એસએન મેડિકલ કોલેજ, ઉપાધ્યાય હોસ્પિટલ અને શાંતિ હોસ્પિટલમાં સારવાર ચાલ રહી છે. જુબેર, સની જાટવ, અજિત જાટવ, દિલીપ જાટવ, દીપક પ્રજાપતિને ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...