તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hot Seat Nandigram, CM Mamata Banerjee, Shubhendu Adhukari BJP, West Bengal Assembly Election 2021, West Bengal Assembly Election 2021 Result

નંદીગ્રામમાં મમતા VS શુભેંદું:મમતા બેનરજીએ કહ્યું- અધિકારી પરિવાર ના ઘરના રહેશે- ના ઘાટના; શુભેંદુનો વળતો પ્રહાર- બેગમ બંગાળને મિની પાકિસ્તાન બનાવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બંગાળમાં પહેલાં તબક્કાની ચૂંટણી પછી TMC અને BJP એકબીજા પર વધારે પ્રહારો કરી રહ્યા છે. સોમવારે મમતા બેનરજીએ તેમના વિધાનસભા વિસ્તાર નંદીગ્રામથી BJP અને શુભેંદુ અધિકારીના પરિવાર પર પ્રહાર કર્યા હતા તો શુભેંદુ પણ વળતા પ્રહાર કરવામાં પાછા રહ્યા નહતા. મમતાએ એક જનસભામાં કહ્યું હતું કે, અધિકારી પરિવારની સ્થિતિ એવી થઈ જશે કે તેઓ ના ઘરના રહેશે, ના ઘાટના. તેના જવાબમાં શુભેંદુએ મમતા પર અલ્પસંખ્યકોના તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું છે કે, બેગમ બંગાળને મિની પાકિસ્તાન બનાવી દેશે.

અમિત શાહ ઉપર પણ પ્રહાર
આ પહેલાં મમલાએ નંદીગ્રામમાં સોમવારે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત રોડ શોથી કરી હતી. ગઈ વખતે જ્યારે મમતા નંદીગ્રામથી તેમની ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા ત્યારે તેમને કારમાં બેસતી વખતે ઈજા થઈ હતી. ત્યારથી મમતા વ્હીલચેર પર છે. ત્યારપછીથી મમતાએ ભાજપ કાર્યકર્તાની માતાના મોતના બહાને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે, મને નથી ખબર બહેનનું મોત કેવી રીતે થયું? અમારી પાર્ટી મહિલાઓ વિરુદ્ધ હિંસાને બિલકુલ સપોર્ટ નથી કરતી. શાહે પુછે છે કે, બંગાળની હાલત આટલી ખરાબ કેમ? તો હું એમને પુછુ છું કે, ઉત્તર પ્રદેશની સ્થિતિ કેવી છે? તેઓ જણાવે કે, હાથરસમાં કેવી સ્થિતિ છે?

ભાજપ કાર્યકર્તાની માતાની મોતનો મુદ્દો શું છે?
અંદાજે એક મહિના પહેલાં ભાજપે TMC કાર્યકર્તાઓ પર ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાને મારવાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા બીજુ કોઈ નહીં પરંતુ ઉત્તર 24 પરગણામાં ભાજપ કાર્યકર્તાની 85 વર્ષની માતા શોવા મજમૂદાર હતા, તેમનું સોમવારે નિધન થયું હતું.
આ વિશે શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, બંગાળની દીકરીના મોતથી દુખી છે. TMCના ગુંડાઓએ તેમની સાથે મારઝૂડ કરી હતી. મજૂમદાર પરિવારની આ પીડાનું દર્દ મમતા દીદીને ઘણાં લાંબા સમયસુધી પરેસાન કરશે. બંગાળ હિંસામુક્ત કાલ માટે લડશે, જેથી અમારી માતાઓ અને બહેનોને સુરક્ષિત ભવિષ્ય મળે.

નંદીગ્રામમાં એક એપ્રિલે મતદાન
બંગાળ ચૂંટણીની હોટ સીટ નંદીગ્રામમાં બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલે થવાનું છે. અહીં મમતાનો સામનો ભાજપના ઉમેદવાર અને તેમના ખાસ શુભેંદુ અધિકારી સાથે થશે. શુભેંદુએ ગયા વર્ષે નવેમ્બરમાં ટીએમસી છોડીને ભાજપ જોઈન કરી લીધું હતું.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન થવાનું છે, 249 સીટ વાળી વિધાનસભા માટે પહેલાં તબક્કાનું મતદાન 27 માર્ચ (30 સીટ) થયું હતું. બીજા ફેઝમાં 1 એપ્રિલ (30 સીટ), 6 એપ્રિલ (31 સીટ), 10 એપ્રિલ (44 સીટ), 17 એપ્રિલ (45 સીટ), 22 એપ્રિલ (43 સીટ), 26 એપ્રિલ (36 સીટ), 29 એપ્રિલ (35 સીટ)નું મતદાન થવાનું છે.

બંગાળમાં 80% અને આસામમાં 72.14% મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 સીટો પર 27 માર્ચે પહેલાં તબક્કાનું મતદાન થયું છે. તેમાં બંગાળની 30 અને આસામની 47 સીટો સામેલ છે. ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે બંગાળમાં 80 ટકા કરતાં વધારે અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે.