• Gujarati News
  • National
  • Hopes Of Earning At Festivals, Rs. 1700 Crore Game, Many Multistarrer And Big Budget Films Will Be Released

બોલિવૂડ:તહેવારોમાં કમાણીની આશા, ત્રણ મહિનામાં રૂ. 1700 કરોડનો ખેલ, અનેક મલ્ટિસ્ટારર અને બિગ બજેટ ફિલ્મો રિલીઝ થશે

મુંબઈ18 દિવસ પહેલાલેખક: વિનોદ યાદવ
  • કૉપી લિંક
  • કોરોનામાં રાહત મળતાં આગામી ત્રણ મહિના સુધી સિનેમાઘરોમાં રોનક જોવા મળશે
  • 25 ઓક્ટોબરથી કેરળમાં પણ સિનેમાઘરો ખોલવાની જાહેરાત

કોરોનાથી રાહત અને તહેવારોની સિઝન શરૂ થતાં જ આગામી ત્રણ મહિના સુધી સિલ્વર સ્ક્રીન પર એન્ટરટેઈન્મેન્ટની ધૂમ રહેશે. મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરો શરૂ થવાની જાહેરાત સાથે જ બિગ બજેટ ફિલ્મો રિલીઝ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે સૂર્યવંશી, બન્ટી ઓર બબલી-2, સત્યમેવ જયતે-2, તડપ, ચંડીગઢ કરે આશિકી, 83 અને જર્સી જેવી મોટા સ્ટાર અને બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવા કતારમાં છે.

આગામી કેટલાક મહિનામાં આવી રહેલી ફિલ્મોમાં બોલિવૂડેના આશરે રૂ. 1700 કરોડ દાવ પર લાગ્યા છે. ચાલુ વર્ષના છેલ્લા ત્રણ મહિના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સૌથી વધુ કમાણી કરાવનારા ગણાય છે. કોરોના પહેલાં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે બોક્સ ઓફિસનું સરેરાશ કલેક્શન રૂ. 1000 કરોડ હતું, જેમાંથી 20% હિસ્સો દિવાળીનો રહેતો. 2017માં આ ત્રણ મહિનાનું અનુમાનિત કલેક્શન રૂ. 3000 કરોડ અને 2018માં રૂ. 3300 કરોડ હતું.

નોંધનીય છે કે હવે કેરળ સરકારે પણ 25 ઓક્ટોબરથી 50% ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાની જાહેરાત કરી છે.

175 કરોડની ‘સૂર્યવંશી’, 100 કરોડની ‘બન્ટી ઔર બબલી-2’

  • ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને જણાવ્યું કે કોરોનાના કારણે અટકેલી અનેક ફિલ્મો હવે રિલીઝ થશે. તેમાં રોહિત શેટ્ટીની રૂ. 175 કરોડના બજેટની ‘સૂર્યવંશી’ છે. ‘બન્ટી ઓર બબલી-2’ આશરે રૂ. 100 કરોડના ખર્ચે બની છે, જે 19 નવેમ્બરે રિલીઝ થશે. રૂ. 100 કરોડના ખર્ચે બનેલી જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે-2’ મોટા ભાગે 26 નવેમ્બરે રિલીઝ થશે.
  • આયુષ્માન ખુરાનાની ‘ચંડીગઢ કરે આશિકી’ રૂ. 25-30 કરોડમાં બનેલી નાના બજેટની ફિલ્મ છે, જ્યારે શાહિદ કપૂરની ‘જર્સી’ રૂ. 50-55 કરોડમાં બનેલી એવરેજ બજેટ ફિલ્મ છે. સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યુ ફિલ્મ ‘તડપ’નો ખર્ચ રૂ. 35 કરોડ જેટલો છે, જ્યારે રણવીર સિંહની ‘83’ રૂ. 100 કરોડના ખર્ચે બની છે. આ બધી જ ફિલ્મો ડિસેમ્બરમાં આવી શકે છે.
  • ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના અધ્યક્ષ બી.એન. તિવારી કહે છે કે, છેલ્લાં બે વર્ષ ખૂબ ખરાબ રહ્યાં. હવે ફરી આશા જાગી છે. લોકો પાસે ખર્ચશક્તિ તો છે, જેથી સારી ફિલ્મો આવશે તો તેઓ સિનેમાઘર જરૂર જશે.

ઓપરેટિંગ ખર્ચ વધ્યો, પરંતુ ડિસ્કાઉન્ટ-ઓફર મળશે
આઈનોક્સ લીઝરના સીઈઓ આલોક ટંડન કહે છે કે કોરોના ગાઈડલાઈનના કારણે થિયેટરોનો ઓપરેટિંગ ખર્ચ વધી ગયો છે. મેન પાવર વધુ રાખવો પડે છે. દરેક શૉ પછી સેનિટાઈઝેશન કરવું પડે છે. આમ છતાં, ટિકિટના ભાવ વધારાયા નથી. ઊલટાનું અમે ડિસ્કાઉન્ટ અને ઓફર આપવાની તૈયારી કરી છે. અમારા માટે એ જરૂરી છે કે દર્શકો સંપૂર્ણ વિશ્વાસ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં પાછા ફરે.

અન્ય સમાચારો પણ છે...