તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Hope To Return To DMK On The Wave Of Kaveri Water Dispute; This Area Is Called The Grain Bowl

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ તમિલનાડુ:કાવેરી જળવિવાદની લહેર પર સવાર ડીએમકેને વાપસીની આશા; આ ક્ષેત્ર ધાનનો કટોરો કહેવાય છે

ઉટી9 દિવસ પહેલાલેખક: સુનીલ સિંહ બઘેલ
 • કૉપી લિંક
પૂર્વ કેન્દ્રીય મંત્રી કનિમોઝીની પ્રચાર રેલી. - Divya Bhaskar
પૂર્વ કેન્દ્રીય મંત્રી કનિમોઝીની પ્રચાર રેલી.

વૈશ્વિક ધરોહર તંજાવુરના બૃહદેશ્વર મંદિરના ગુંબજનો પડછાયો ભલે જમીન પર ન પડતો હોય પણ કાવેરી જળવિવાદનો ઓછાયો ચૂંટણી પર જરૂર પડવા લાગ્યો છે. કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ, કાવેરીમાંથી પાણી છોડવા અને મિથેન ગેસ પ્રોજેક્ટ મુદ્દે ખેડૂતો કેન્દ્ર-રાજ્ય ગઠબંધનથી આશંકિત છે. ડીએમકે પ્રચારના દરેક માધ્યમ દ્વારા આ વિવાદને તથા આશંકાને ચગાવીને પોતાનો જૂનો ગઢ કબજે કરવાની આશા રાખી રહ્યું છે. 2016માં તેને 48માંથી માત્ર 19 જ્યારે એડીએમકેને 29 બેઠક પર જીત મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપથી ઉત્સાહિત ડીએમકે આ વખતે 30ને પાર જઇ શકે છે.

કાવેરી ડેલ્ટાના કડલૂર, તંજાવુર, તિરચી, અરિયલુર જેવા 8 જિલ્લાની લગભગ 38 બેઠક પર ખેડૂતોના મત નિર્ણાયક છે. એડીએમકેએ લોન માફ કરીને ખેડૂતોની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો છે પણ કાવેરી ડેલ્ટા ફાર્મર એસો.ના અધ્યક્ષ કે. વી. એલનકીરન કહે છે કે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પ્રત્યે અહીંના ખેડૂતોની સહાનુભૂતિ લોનમાફીને બેઅસર કરી રહી છે. ‘ધ હિન્દુ’ના બ્યૂરો ચીફ ગણેશન કહે છે કે કાવેરી ડેલ્ટાને પ્રોટેક્ટેડ એગ્રીકલ્ચર ઝોન જાહેર કરાયો છે પણ ખેડૂતોને આશંકા છે કે એડીએમકે સત્તા પર આવશે તો તે ભાજપના દબાણથી ગેસ ઉત્ખનન પ્રોજેક્ટ રોકી નહીં શકે.

કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમનો વિરોધ કરી રહેલા કાવેરી ફાર્મર એસો.ના જનરલ સેક્રેટરી પી. આર. પાંડિયનને પણ આવી આશંકા છે. તેઓ કહે છે કે ડેમથી માત્ર કાવેરી બેલ્ટને જ નહીં પણ 32 જિલ્લાના ખેડૂતો અને જાહેર જનતાને અસર થશે. યેદિયુરપ્પાએ ડેમ માટે 9 હજાર કરોડ રૂ.નું બજેટ રાખ્યું છે. ભાજપના મૌનના કારણે ખેડૂતો એડીએમકે ગઠબંધનથી પણ નારાજ છે. ડીએમ કે પણ આ આશંકા અને વિવાદને ભરપૂર હવા આપી રહ્યું છે. તિરછી, તંજાવુર, મન્નારગુડીમાં તેની ખૂબ અસર પણ દેખાઇ રહી છે.

સુપ્રીમકોર્ટમાં 35 વર્ષ કાનૂની લડાઇ લડનારા કાવેરી ફાર્મર એસો.ના એસ. રંગનાથન કહે છે કે વર્તમાન મુખ્યમંત્રી ઇપીએસમાં જયલલિતા જેવી કાબેલિયત તો નથી પણ કેન્દ્ર-તમિલનાડુ વચ્ચેના વર્તમાન સમીકરણ રાજ્યના હિતમાં છે. સિનિયર પોલિટિકલ રિપોર્ટર રાજારામ કહે છે કે આ બધા છતાં આશ્ચર્યજનક રીતે એન્ટિ-ઇનકમ્બન્સી લગભગ નહિવત્ છે. 2016માં અહીં 3 બેઠક પર ભાજપ ત્રીજા સ્થાને રહ્યો હતો. આ વખતે 2 બેઠક પરથી લડી રહેલા ભાજપની શક્યતા અંગે કહે છે કે ‘બ્લડબાથ’ અહીંના ડીએનએમાં જ નથી.

‘ધાનના કટોરા’માં ખેડૂત આંદોલન પ્રત્યે સહાનુભૂતિઃ દક્ષિણનો ‘ધાનનો કટોરો’ મન્નારગુડિ માફિયા માટે બદનામ શશિકલાનું અને 5 વખત સીએમ રહેલા કરુણાનિધિનું જન્મસ્થળ છે. અહીં નાગપટ્ટનમ જેવા ઐતિહાસિક બંદર પણ છે તો ગજ વાવાઝોડામાં નાળિયેરીના 30 લાખથી વધુ વૃક્ષોની તબાહીનું સાક્ષી પણ. કાવેરી બેલ્ટ એક સમયે દલિત મજૂરો અને જમીનદારો વચ્ચેના લોહિયાળ ઘર્ષણમાં 44 લોકોને જીવતા જલાવી દેવાનો પણ સાક્ષી રહ્યો તો તંજોર, તિરચી, કુંભકોણમના ધાર્મિક સાંસ્કૃતિક વારસાનો પણ. ઘણાં કૃષિસુધારા આંદોલનોના કારણે અહીં સામ્યવાદીઓનો ઘણો પ્રભાવ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો