તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ રહીમને મળવા પહોંચી હનીપ્રીત:ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં લેશે બાબાની સંભાળ, 15 જૂન સુધી બનાવવામાં આવ્યું એટેન્ડેટ કાર્ડ

ગુરુગ્રામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મના મામલામાં 20 વર્ષની સજા થઈ છે

રેપ અને હત્યાના મામલામાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની પુત્રી હનીપ્રીત સોમવારે તેમને મળવા મેદાંતા પહોંચી. તેણે એટેન્ડટ કાર્ડ બનાવી લીધુ છે. તેણે પોતે આ અંગેની માહિતી આપી છે. હવે તે 15 જૂન સુધી હોસ્પિટલમાં રામ રહીમની સંભાળ રાખશે. તે રોજ રામ રહીમને મળવા તેના રૂમમાં જઈ શકે છે. જોકે હોસ્પિટલ પ્રશાસને કે રામ રહીમે આ અંગે કોઈ માહિતી આપી નથી.

તબિયત બગડ્યા પછી રામ રહીમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. અહીં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી હોસ્પિટલના 9માં માળે તેમને રૂમ નંબર 4643માં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડોક્ટર સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. કટારિયાએ જણાવ્યું કે ગુરમીતે પૈંક્રિયાજમાં પણ દુખાવો હોવાની ફરિયાદ કરી છે.

26 દિવસમાં ચોથી વખત જેલની બહાર આવ્યા રામ રહીમ
સુનારિયાં જેલામાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ સિંહ છેલ્લા 26 દિવસમાં ચોથી વખત જેલની બહાર આવ્યા છે. તેમાંથી એક વખત તે માતાને મળવા આવ્યા હતા. ગુરુવારે પેટમાં દખાવાની ફરિયાદ પછી તેને PGIMSમાં લાવવામાં આવ્યા હતા. બે કલાકમાં તેમના ઘણા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ઉંમર વધવાની સાથે-સાથે ઘણી મુશ્કેલી થઈ છે. તેના કારણે છેલ્લા 26 દિવસમાં ત્રણ વખ હોસ્પિટલમાં જવુ પડ્યું.

12 મેના રોજ બ્લડ પ્રેશરની સમસ્યા અને બેચેની પછી તેને PGIMS લવાયા હતા. પછી 17 મેના રોજ ઈમરજન્સી પેરોલ પર માતાને મળવા માટે ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા હતા. તે સમયે પેરોલ 48 કલાકની મળી હતી, જોકે સુરક્ષાના કારણોસર પોલીસે તેમને સાંજ થતા જ પરત બોલાવી લીધા. તે પછી તેણે 2 જૂનની રાતે પેટમાં દર્દની ફરિયાદ કર્યા પછી 3 જૂનની સવારે PGIMSમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.

27 ઓગસ્ટ 2017થી ભોગવી રહ્યો છે સજા
ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મના મામલામાં 20 વર્ષની સજા થઈ છે. તેને 25 ઓગસ્ટ 2017ના રોજ પંચકુલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. CBIની વિશેષ કોર્ટે દોષી કરાર આપતા ગુરમીતને સુનારિયાં જિલ્લા જેલમાં મોકલવમાં આવ્યો હતો. 27 ઓગસ્ટે જેલમાં જ CBIની કોર્ટ બેસી હતી. તે દિવસે સજા નક્કી થયા પછીથી રામ રહીમ જેલમાં છે.