• Gujarati News
  • International
  • Honesty Is A 'superpower', If You Have The Courage To Maintain It, You Will Stand Out From The Crowd: Nick Williams

ખાસ વાતચીત:પ્રામાણિકતા ‘સુપરપાવર’ છે, તેને જાળવી રાખવાનું સાહસ-કૌશલ્ય હશે તો તમે બધાંથી જુદા તરી આવશોઃ નિક વિલિયમ્સ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિક વિલિયમ્સ, મશહૂર બ્રિટિશ લેખક અને સુપરકોચ - Divya Bhaskar
નિક વિલિયમ્સ, મશહૂર બ્રિટિશ લેખક અને સુપરકોચ
  • બ્રિટિશ લેખક નિક વિલિયમ્સ ઈન્સ્પિરેશનલ લીડરશિપનું મહત્ત્વ જણાવે છે

અગાઉના સમયમાં લીડર હોવાનો અર્થ ડર, કમાન્ડ અને કંટ્રોલ કરીને કામ કરવાનો હતો પણ મારું માનવું છે કે સારો લીડર એ ગણાય કે જે તેની નજીક હાજર લોકોમાંથી સર્વશ્રેષ્ઠને પસંદ કરે છે અને તેમને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરે છે, કેમ કે બધાનો ઉદ્દેશ સમાન લક્ષ્ય માટે એક જ દિશામાં કામ કરવાનો હોય છે. મતલબ કે સારો લીડર એ છે કે જે બીજાને પ્રેરિત કરે. ઇન્સ્પિરેશન એક સારો બિઝનેસ પણ છે. ઘણીવાર લોકો આ બંનેને બરાબર નથી રાખી શકતા.

વિશ્વની સૌથી સફળ ટીવી અને ફિલ્મ ફ્રેન્ચાઇઝી ડાઉનટાઉન એબેનાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર લિઝ ટ્રૂબ્રિજ કહે છે કે લીડરશિપનો સંબંધ હિંમત આપવા સાથે છે. તમે લોકોને પોતાના પર ભરોસો રાખવા અને પોતાના સપના સાકાર કરવા પ્રોત્સાહિત કરો છો. ઇન્સ્પિરેશનલ લીડરશિપ એ છે કે જે તમારી અંદરનો નાનો એવો સ્થિર અવાજ સાંભળે છે અને તેને દુનિયા સુધી લઇ જવા કહે છે. તમે જેમની સૌથી વધુ ચિંતા કરો છો તેમને ફર્ક મહેસૂસ કરાવવા તમે તેને દમદારી સાથે તેમના સુધી લઈ જઈ શકો છો. જે એક વસ્તુની કમી દેખાય છે તે ઈમાનદારી છે.

લોકો મૂર્ખ નથી જે મોટાભાગની એવી વ્યક્તિ સાથે કામ કે કારોબાર કરવા ઈચ્છે છે જેના પર તેમને ભરોસો હોય અને તેમાં ઈમાનદારી પણ હોય. જ્યારે તમારામાં તમારી ઈમાનદારીને જાળવી રાખવાનો સાહસ અને કુશળતા હોયછે તો તમે સૌથી અલગ ઊભા દેખાઓ છો કેમ કે આ ખૂબ જ દુર્લભ છે. તેને આ ઉદાહરણથી સમજી શકાય છે કે ટ્રાવેલ મીડિયા બિઝનેસ સાથે સંકળાયેલા એક ડિજિટલ પ્લેટફોર્મના સીઈઓએ ગત સેશનમાં તેમના અનુભવ શેર કર્યા હતા. તેમણે કેટલીક ભૂલો કરી અને ક્લાયન્ટને વાયદા મુજબ ડિલીવર ન કરી શક્યા. તે ક્લાયન્ટ પાસે ગયા અને તેમને કહ્યું કે અમને માફ કરી દો, અમે તમને નિરાશ કર્યા.

મહાન લીડર્સ આપણી વચ્ચેથી...
લીડરશીપ શબ્દ હાલના દિવસોમાં નકારાત્મકતાથી ભરેલો છે, કેમ કે કેટલાક લીડર્સની સાથે લોકોના અનુભવ સારા નથી રહ્યા પણ આપણે યાદ રાખવું પડશે કે આપણી વચ્ચેથી જ મહાન લીડર્સ નીકળ્યા છે. મહાત્મા ગાંધી એક મહાન નેતા હતા. ડેસમંડ ટૂટૂ, મધર ટેરેસા પણ આદર્શ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...