તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દેશમાં:ગૃહમંત્રાલયનો રાજ્યોને આદેશ, જ્યાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં ફરીથી પ્રતિબંધો લગાવી દો

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનના ફતેહપુરામાં પોલીસ કોરોનાની વેક્સિન લેવા માટે એકત્રિત થયેલા લોકોને ક્રમમાં ઉભા રહેવા સુચના આપી રહી છે. - Divya Bhaskar
રાજસ્થાનના ફતેહપુરામાં પોલીસ કોરોનાની વેક્સિન લેવા માટે એકત્રિત થયેલા લોકોને ક્રમમાં ઉભા રહેવા સુચના આપી રહી છે.
 • છેલ્લા 24 કલાકમાં 40215 નવા કેસ આવ્યા, 42,338 સાજા થયા, 623 લોકોએ જીવ ગુમાવ્યો
 • કેરળમાં સૌથી વધુ 14539 નવા સંક્રમિત નોંધાયા

કોરોનાની બીજી લહેર હળવી થયા પછી અને પ્રતિબંધોમાં ઢીલ પછી લોકો ફરીથી બહાર નીકળવા લાગ્યા છે. બજારો અને પર્યટન સ્થળોમાં ભીડ એકત્રિત થઈ રહી છે. આ સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાને પોતે અપીલ કર્યા પછી પણ કઈ ખાસ ફરક પડ્યો નથી. એવામાં હવે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભીડ વધવા પર લોકડાઉન લગાવવાના નિર્દેશ આપ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,215 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના આંકડા ફરીથી ચેતવણી આપી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 40,215 નવા દર્દીઓ નોંધાયા, 42,338 સાજા થયા અને 623 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળમાં સૌથી વધુ 14,539 દર્દીઓ મળ્યા છે. તેની સાથે જ તે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની બાબતે પણ ટોપ પર પહોંચી ગયુ છે. હાલ અહીં 1 લાખ 15 હજાર 184 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ મામલામાં મહારાષ્ટ્ર 1 લાખ 4 હજાર 406 એક્ટિવ કેસની સાથે બીજા નંબરે છે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 40,215
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 42,338
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 623
 • અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 3.09 કરોડ
 • અત્યાર સુધીમાં સાજા થયાઃ 3 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 4.11 લાખ
 • હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 4.24 લાખ

8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 8 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. જેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડ્ડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

23 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધોની સાથ છુટ પણ છે. તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેધાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોના અપડેટ્સ

 • મધ્યપ્રદેશમાં સ્કુલ ખોલવા અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી છે. બુધવારે RSSના અનુષાંગિક સંગઠન વિદ્યા ભારતીના કાર્યક્રમમાં CMએ કહ્યું કે ધો.11 અને 12ના ક્લાસ 26 જુલાઈથી 50 ટકાની ક્ષમતાની સાથે ખોલવામાં આવશે. જો બધુ સારી રીતે ચાલ્યુ તો 15 ઓગસ્ટ સુધીમાં નાના બાળકોની સ્કુલને પણ ખોલવામાં આવી શકે છે. તેમણે કોચિંગ ઈન્સ્ટીટ્યૂટને પણ શરૂ કરવાની મંજૂરી ઝડપથી આપવાની વાત કહી છે.​​​​​​
 • ઉત્તરાખંડમાં આ વર્ષ પણ કાવડ યાત્રાને રદ કરવામાં આવી છે. ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે કોરોનાના કારણે આ નિર્ણય લીધો છે.
 • ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાને સ્થગિત કરવામાં આવી નથી. CM યોગી આદિત્યનાથે ટીમે-9ને નિર્દેશ આપ્યા છે કે પારંપરિક કાવડ યાત્રા કોવિડ પ્રોટોકોલ સાથે થઈ શકશે.