તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Home Ministry Decides Only Indigenous Products To Be Available In All CRPF Canteens From June 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર ભારત:કેન્દ્રીય પોલીસ દળની તમામ કેન્ટીનમાં 10 લાખ જવાન માટે 1 જૂનથી માત્ર સ્વદેશી પ્રોડક્ટ વેચાશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તો પાંચ વર્ષમાં લોકતંત્ર આત્મનિર્ભર બનશેઃશાહ
 • દર વર્ષે કેન્ટીનમાંથી 2800 કરોડનો સામાન ખરીદવામાં આવે છેઃશાહ

વડાપ્રધાન મોદીએ મંગળવારે આપેલા ભાષણમાં સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ અંગે આજે ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(CAPF)ની કૅન્ટીનમાં હવે માત્રને માત્ર સ્વદેશી ઉત્પાદનનું વેચાણ થશે. તેમણે જણાવ્યું કે, દર વર્ષે કેન્ટીનમાંથી 2800 કરોડનો સામાન ખરીદવામાં આવે છે. 

અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, હવે કૅન્ટીનમાં માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે. આ નિયમ દેશભરની CAPF કેન્ટીન પર 1 જૂન 2020થી લાગુ કરાશે. આનાથી અંદાજે 10 લાખ CAPF કર્મીઓના 50 લાખ પરિવાર સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ કરશે.

કેન્દ્રીય પોલીસદળમાં CRPF,BSF, CISF, ITBP, SSB, NSG અને આસામ રાઈફલ્સ સામેલ છે. 

સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તો પાંચ વર્ષમાં લોકતંત્ર આત્મનિર્ભર બનશેઃશાહ

અમિત શાહે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, હું જનતાને અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધારેમાં વધારે ઉપયોગ કરો. આટલું જ નહીં અન્ય લોકોને પણ તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહીત કરો. દરેક ભારતીય જો ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો પાંચ વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો