તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Home Ministry Allows Various Universities, Educational Institutes To Conduct Examinations, Final Year Examinations Compulsory

શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય:ગૃહ મંત્રાલયે વિવિધ યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા યોજવા મંજૂરી આપી, અંતિમ વર્ષની પરીક્ષા ફરજિયાત

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • જોકે SOPનું ચુસ્તપણે પાલન કરીને આ પરીક્ષાનું આયોજન કરી શકાશે
  • વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ UGCની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ બાબતોના સચિવને પાઠવેલા પત્રમાં યુનિવર્સિટી તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા યોજવા માટે મંજૂરી આપી છે.આ શૈક્ષણિક સંસ્થાઓ કોવિડ-19ના ફેલાવાને અંકૂશમાં લેવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) પ્રમાણે પરીક્ષાનું આયોજન કરી શકશે.  MHA દ્વારા જારી યાદી પ્રમાણે મંત્રાલયે વિવિધ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓનું યોજવા અંગે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ બાબતના સચિવને એક પત્ર લખ્યો છે. ગૃહ મંત્રાલયએ યુનિવર્સિટી તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા યોજવા માટે પરવાનગી આપી છે. અંતિમ વર્ષની પરીક્ષા UGC દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષાને લગતી માર્ગદર્શિકા તેમ જ યુનિવર્સિટીના શૈક્ષણિક કેલેન્ડર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) પ્રમાણે યોજવી જરૂરી છે, તેમ એક યાદીમાં આ માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતમાં થોડા દિવસમાં જાહેરાત
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ મંજૂરી આપી છે એટલે રાજ્ય સરકાર મંજૂરી આપશે. ક્યારે લેવી, કેવી રીતે લેવી તેની વિગત થોડા દિવસમાં જાહેર કરાશે. 

અન્ય સમાચારો પણ છે...