• Gujarati News
  • National
  • Home Minister Speaks Congress Allows Blockage Of National Highway For Friday Prayers

અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર:કોંગ્રેસ શુક્રવારે નમાઝ માટે નેશનલ હાઇવે બ્લોક કરવાની પરવાનગી આપે છે; વિકાસનાં માત્ર વચનો જ આપે છે, ઉત્તરાખંડની પ્રગતિ માટે કોઈ કાર્ય કર્યું નથી

3 મહિનો પહેલા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દેહરાદૂનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે કોંગ્રેસ વચનો આપીને એને પૂરાં કરતી નથી. ચૂંટણી આવતાંની સાથે જ કોંગ્રેસી નવાં કપડાં સિવડાવી લે છે. શાહે કહ્યું વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર શુક્રવારે નમાઝ પઢવા માટે રજા આપે છે. નેશનલ હાઈવે જામ કરાવીને નમાઝ પઢવામાં આવે છે. તુષ્ટિકરણનું રાજકારણ કરનારી કોંગ્રેસ પાર્ટી દેવભૂમિનો વિકાસ નહિ કરી શકે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર અને ગોટાળાની સમાનાર્થી બનેલી છે. કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં કલ્યાણનું કામ નથી કરી શકતી, તે ગરીબો અને સારા પ્રશાસન વિશે વિચારી નથી શકતી. સારું પ્રશાસન મોદીજીના નેતૃત્વમાં માત્ર ભાજપ સરકાર જ આપી શકે છે. ઉત્તરાખંડમાં વિકાસ ત્યારે જ થયો જ્યારે જનતાએ ભાજપની સરકાર બનાવી. શાહે કોરોનાથી બચાવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઉત્તરાખંડ વેક્સિનના 100% પહેલા ડોઝ આબાદીને આપનારા રાજ્યોમાં સામેલ છે.

ગૃહમંત્રી અમિત શાહ દેવ સંસ્કૃતિ વિવિના કાર્યક્રમમાં સામેલ થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે હરિદ્વાર પણ પહોંચશે. તેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય સાથે હરિહર આશ્રમમાં સંતો સાથે મુલાકાત કરશે. સાંજે ચાર વાગે થનારા કાર્યક્રમમાં ગૃહમંત્રી દોઢ કલાક સુધી રહેશે. ત્યાર બાદ તેઓ હરિહર આશ્રમ કનખલ પહોંચશે અને ત્યાં સંતો સાથે મુલાકાત કરશે. ગૃહમંત્રી ત્યાં એક કલાક સુધી સંતો સાથે મુલાકાત કર્યા બાદ સડક માર્ગે જોલીગ્રાન્ટ એરપોર્ટ માટે નીકળશે.

અન્ય સમાચારો પણ છે...