તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ બંગાળની મુલાકાતે છે.ગુરુવારે સાઉથ 24 પરગના જિલ્લાના નામખાના સભા કરી. આ દરમિયાન તેમણે લોકોને CM મમતા બેનર્જીની સરકાર ઉખાડી ફેંકવાના અને ભાજપને તક આપવાની અપીલ કરતા કહ્યું કે, અમે બંગાળમાં પરિવર્તન માટે આવ્યા છીએ.
શાહની સ્પીચની મહત્વની વાતો
રાજ્યની સંસ્કૃતિ અંગે
હું આજે તીર્થોના તીર્થ ગંગાસાગરમાં આવ્યો છું, આ મારા માટે સૌભાગ્યનો દિવસ છે. હું પશ્વિમ ભાગમાં પેદા થયો, જ્યાં ગંગા છે, ત્યાં આપ સૌને સંબોધિ રહ્યો છું.
આજે જ રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે. એક આધ્યાત્મ તો બીજા ભક્તિના ક્ષેત્રમાં ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે.
મમતા સરકાર અંગે
પરિવર્તન યાત્રા બંગાળની દરેક વિધાનસભા ક્ષેત્રમાં જવાની છે. મમતા સરકારને ઉખાડી ફેંકવાની છે. દરેક વિધાનસભા વિસ્તારમાં મોટી રેલી થવાની છે. 1500થી વધુ સભાઓ યોજાવાની છે. તૃણમૂલના સિંડિકેટ અમારા દ્વારા આપવામાં આવેલો લાભ તમને મળવા દેતા નથી. તમને મળતો સિમેન્ટ મોંઘો કરી દે છે. જોરથી બોલો, આને બદલીએ કે નહીં.
પરિવર્તનના નારા અંગે અમારું લક્ષ્ય મમતાની સરકાર હટાવીને અમારી સરકાર લાવવાનું નથી, બંગાળની ગરીબ જનતામાં પરિવર્તન લાવવાનું છે. ખેડૂતોના પાકના યોગ્ય ભાગ વચેટીયાને નહીં, ખેડૂતોને મળે, આને પરિવર્તન કહેવાય છે.તમે તહેવાર સારી રીતે ઉજવી શકો તેને પરિવર્તન કહેવાય છે.
રાજ્યમાં કરપ્શન અંગે
મમતા દીદીએ કહ્યું હતું કે, અમે મત્સ્ય ન્યાય લાગૂ કરીશું. તમારો સિંડિકેટ ગરીબોની માછલી ખાઈ લે છે. તેમણે સુંદરવનને અલગ જિલ્લો બનાવવાની વાત કહી હતી, ન થયું. મોદીજીએ જે પૈસા મોકલ્યા, તે તૃણમૂલના ગુંડા ખાઈ ગયા. બંગાળમાં જે ભ્રષ્ટાચાર થયો, અમારી સરકાર બનશે તો ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલી દેશું.
લો એન્ડ ઓર્ડર અંગે
બંગાળમાં અમારા ઘણા કાર્યકર્તા માર્યા ગયા. મમતા દીદી, તૃણમૂલે અમારા 130 કાર્યકર્તાઓને મારી નાંખ્યા. તેમની શહીદી વ્યર્થ નહીં જાય. જે સંતાઈને બેઠા છે, ભાજપની સરકાર બનશે તો બધાને બહાર કાઢીને સજા આપીશું.
જય શ્રીરામના નારા અંગે
અહીંયા જય શ્રી રામના નારો લગાવવો જોઈએ કે નહીં. દીદીને આની પર ગુસ્સો આવી જાય છે. આ નારા લગાવવાથી શું કોઈને નુકસાન થાય છે. જય શ્રી રામનો નારો લઈને અમે ઘરે ઘરે સુધી જવાના છીએ. પરિવર્તન યાત્રાના સમર્થનમાં ઊભા થઈ જાવ, તેને સમર્થન આપો. મોદીજીને સોનાર બાંગ્લા બનાવવાની તક આપો.
પહેલા દિવસે ગુરુવારે તેમણે કોલકાતામાં ભારત સેવાશ્રમ સંઘમાં પૂજા કરીને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી. ત્યાર પછી તેઓ ગંગાસાગરના પહોંચ્યા છે. આ સાથે જ કાકદ્વીપમાં BJPની 5મી પરિવર્તન રેલીને લીલી ઝંડી દેખાડશે.
પશ્વિમ બંગાળમાં બે દિવસની મુલાકાતે ગયેલા ગૃહમંત્રી શાહ આજે ગંગાસાગર આવી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી નમામી ગંગે કાર્યક્રમ ચાલ્યો, પણ તે બંગાળ આવીને અટકી ગઈ. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર બનશે તો નમામી ગંગે કાર્યક્રમ અહીંયા પણ ચાલશે. અહીંયાની સ્થિતિ જોઈને દુઃખ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ગંગાસાગર તીર્થ પર છું. કપિલ મુનીનું આ મંદીર સદીઓથી સંરક્ષણનું પ્રતીક બની ગયું છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું
भारत सेवाश्रम संघ, कोलकाता में स्वामी प्रणवानंद जी को श्रद्धा सुमन अर्पित कर गुरुजनों का आशीर्वाद लिया।
— Amit Shah (@AmitShah) February 18, 2021
यह स्थान मानवता की नैतिक तथा आध्यात्मिक उन्नति का एक प्रमुख केंद्र है।
मैं युवाओं से आग्रह करता हूँ कि स्वामी जी के जीवन से प्रेरणा लेकर राष्ट्र निर्माण में अपना योगदान दें। pic.twitter.com/xD3BeSCsjx
7 દિવસની અંદર બીજી વખત મુલાકાત
અમિત શાહની 7 દિવસની અંદર આ બીજી વખત બંગાળની મુલાકાત છે. આ પહેલાં તેમણે 11 ફેબ્રુઆરીએ ઠાકુરનગરમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે નાગરિકતા સંશોધન કાયદો(CAA)લઈને આવ્યા, પણ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી કહેવા લાગ્યાં કે આ ખોટો વાયદો છે. તેમણે કહ્યું, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ, જેમ કે આ વેક્સિનેશન પૂરું થશે, જેમ કે કોરોનાથી મુક્તિ મળે છે, આપ સૌને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે.
ભાજપમાં સામેલ થઈ શકે છે દિનેશ ત્રિવેદી
તાજેતરમાં જ રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપનાર દિનેશ ત્રિવેદી અમિત શાહની હાજરીમાં BJP જોઈન કરી શકે છે. ત્રિવેદીએ બજેટસત્ર દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેઓ છેલ્લા 2 મહિનાથી પાર્ટીથી અંતર રાખીને ચાલી રહ્યા હતા. ત્રિવેદી એક સમયે મમતા બેનર્જીના ઘણા અંગત માણસ રહી ચૂક્યા છે. ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે મારા બંગાળમાં હિંસા વધતી જઈ રહી છે અને હું કંઈ કરી શકતો નથી. જો હું કંઈ નથી કરી શકતો તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. ત્યાર પછી સાંજે તેમણે રાજીનામું રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને સોંપી દીધું હતું.
22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન રેલીને સંબોધશે
પશ્ચિમ બંગાળમાં જીતવા માટે BJPએ પૂરી શક્તિ લગાવી દીધી છે. અમિત શાહ પછી 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હુગલીમાં એક રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન આ દરમિયાન મેટ્રો પ્રોજેક્ટના કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.