કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેમણે સિલીગુડીના રેલવે સ્પોર્ટ્સ મેદાનમાં રેલી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ભરપૂર કટાક્ષો કર્યા. ગૃહમંત્રીએ કહ્યું કે અમે વિચાર્યું કે મમતા બેનર્જી ત્રીજી વખત જીત્યા છે તો કદાચ સુધરી જશે, પરંતુ કશું જ ન બદલાયું. મમતા દીદીને તમે 3 વખત ચૂંટ્યા તમે છતા પણ તેઓ સુધરી નથી રહ્યા. તેમણે કહ્યું કે જ્યા સુધી મમતા દીદી બંગાળની જનતા પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, કટ મની અને સિંડિકેટનું રાજ પુરું નહીં કરે, ત્યા સુધી ભાજપ પોતાની લડાઈ ચાલુ રાખશે.
શાહે કહ્યું કે ચૂંટણી બાદ બંગાળમાં જે હિંસા થઈ ત્યાર બાદ હ્યુમન રાઈટ કમિશને પણ માન્યું કે બંગાળમાં કાયદાનું કોઈ માન નથી, પણ અહીં તો જે સત્તામાં છે, તેની ઈચ્છાનું રાજ છે.
કોરોના ખતમ થતાં જ CAA લાગુ કરવામાં આવશે
અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને પણ બંગાળ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે વધુમાં કહ્યું કે ટીએમસીએ અફવા ફેલાવી કે સીએએ જમીન પર લાગુ કરવામાં આવશે નહીં. કોરોના વેવ ખતમ થયા બાદ CAA લાગુ કરવામાં આવશે. TMC લોકોએ ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ કે CAA વાસ્તવિકતા છે, હતી અને રહેશે. બંગાળમાંથી ઘૂસણખોરી ખતમ કરશે.
અમિત શાહે કહ્યું, પીએમ મોદીએ છેલ્લા 2 વર્ષથી લોકોને મફત અનાજ આપ્યું, પરંતુ મમતા દીદી તેમાં પોતાનો ફોટો લગાવી રહી છે. 31 હજાર કરોડના ખર્ચે ગોરખપુરથી સિલીગુડી સુધી 545 કિલોમીટરના રોડનું કામ શરૂ થઈ ગયું છે. શાહે કહ્યું કે એક પક્ષ છે જે ગોરખા બંધુઓ પર ધ્યાન આપે છે, તે ભાજપ છે. અમે કહ્યું છે કે અમે તમામ બંધારણીય મર્યાદાઓમાં રહીને ગોરખા ભાઈઓની સમસ્યાઓનો ઉકેલ શોધીશું."
શાહે કહ્યું- બંગાળમાં વીજળી મોંઘી
ગૃહમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં વીજળીની કિંમત બંગાળમાં સૌથી વધુ છે. દેશમાં પેટ્રોલની કિંમત 115 રૂપિયા છે તો તે બંગાળમાં છે. જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલ 105 રૂપિયામાં મળે છે. આજે પણ અહીંના ગરીબોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળતો નથી.
તેમણે કહ્યું કે મમતા દીદીએ બંગાળને આર્થિક રીતે કંગાળ બનાવી દીધું છે. 1947માં દેશના જીડીપીમાં બંગાળનો હિસ્સો 30% હતો, જે 2022માં ઘટીને 3.3% થઈ ગયો. મમતા દીદી શું તમે બંગાળની જનતાને જવાબ આપશો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.