• Gujarati News
  • National
  • Home Minister Said PM Modi Gave The Country A Model Of Development; The Public Today Knows Them Better Than I Do

અમિત શાહનું સંબોધન:ગૃહ મંત્રીએ કહ્યું- PM મોદીએ દેશને વિકાસનું મોડલ આપ્યું; આજે જનતા તેમને મારા કરતાં વધુ જાણે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહે કહ્યું- PM મોદીએ દેશના પાસપોર્ટની વેલ્યૂ વધારી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડિલિવરિંગ ડેમોક્રેસીના કાર્યક્રમમાં જનતાને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીના 20 વર્ષના કાર્યો બાબતની જાણકારી આપી હતી. શાહે કહ્યું હતું કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે. જ્યારે આપણે આઝાદ થયા, આપના દેશની બંધારણ સભા બની, બંધારણ સભાએ મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમનો સ્વીકાર કર્યો. ખૂબ જ વિચારીને સ્વીકાર કરવામાં આવ્યો હતો, જે યોગ્ય નિર્ણય હતો. ભારત વિશાળ અને આટલી વિવિધતાઓ વાળો દેશ છે. તેમણે કહ્યું હતું કે આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ. મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ હોવી જોઈએ, દરેક પાર્ટીની એક આઇડિયોલોજી હોવી જોઈએ.

PM મોદીએ દેશને વિકાસનું મોડલ આપ્યું
શાહે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2014 આવતા-આવતા તો દેશમાં રામ રાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ગઈ હતી. જનતાના મનમાં એવી આશંકાઓ હતી કે આપણી લોકશાહી સંસદીય વ્યવસ્થા નિષ્ફળ તો નથી થઈ ગઈ. પરંતુ દેશવાસીઓએ ધીરજ સાથે નિર્ણય આપતા PM નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત સાથે દેશમાં સત્તા સોંપી. PM મોદીએ રીફોર્મની શરૂઆત ગુજરાતથી કરી. શાહે વધુમાં જણાવ્યુ હતું કે PM મોદીએ દેશને વિકાસનું મોડલ આપ્યું. વડાપ્રધાન મોદીને લોકોની સેવા માટે ઓળખવામાં આવે છે. આજે તેમને મારા કરતાં પણ વધુ જનતા જાણે છે.

શાહે કહ્યું- PM મોદીએ દેશના પાસપોર્ટની વેલ્યૂ વધારી
શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે PM મોદીના નામની જાહેરાત થતાં જ અચાનક બધુ જ બદલાઈ ગયું. એક નવું વાતાવરણ બન્યું. જે આક્રોશ બન્યો હતો તે પરુવર્તિત થવા લાગ્યો. દેશના ગૌરવને વધારવાનું હોય, સુરક્ષા આપવાની હોય, સંસ્કૃતિને વધારવાનો હોય, આ બધુ પણ દેશની જરૂરિયાત હોય છે. હું ટ્રોલ થયો છું, છતાં પણ કહું છું કે PM મોદીએ દેશના પાસપોર્ટની વેલ્યૂ વધારી છે. દુશ્મન દેશની સામે આંગળી ચીંધીને પણ જોઈ શકે નહીં, એવી સર્જીકલ સ્ટ્રાઈક થઈ. સમગ્ર દુનિયા ભારતની શક્તિને જોઈ. સંરક્ષણ નીતિ હંમેશા વિદેશનીતિના પડછાયામાં જ રહી. વડાપ્રધાન મોદીએ બંનેને અલગ કર્યું.

આજે દરેક ગામનો વિકાસ થઈ રહ્યો છે
અમિત શાહે કહ્યું હતું કે અભણની સેના લઈને કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકતો નથી. મને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ છતાં પણ બોલી રહ્યો છું. આ નિરક્ષરોની વિરુદ્ધનું નથી, પરંતુ નિરક્ષરોને ભણાવવાની જવાબદારી સરકારની હોય છે. પીએમ મોદીએ માટે જ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવ્યું. આજે દરેક ગામનો વિકાસ થઈ રહ્યો છે.

કાશ્મીરમાંથી હંમેશા માટે કલમ 370 અને 35Aને નાબૂદ કરી
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે હું પ્રથમ વખત સંઘની શાખામાં 12 માર્ચ, 1980માં ગયો હતો, ત્યારથી લઈને હું કલમ 370 અને 35A હટાવીશું-હટાવીશું સાંભળતો આવતો હતો. પરંતુ 2019માં મોડી સરકારને વિશાળ જનસમર્થન મળ્યું અને 5 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી હંમેશા માટે કલમ 370 અને 35Aને નાબૂદ કરી દેવામાં આવી.

દુનિયા સમક્ષ ભારતની સંસ્કૃતિના દેવદૂત બનીને આવ્યા PM મોદી
અમિત શાહે કહ્યું હતું કે વર્ષ 2014 બાદ દુનિયા સમક્ષ ભારતની સંસ્કૃતિના દેવદૂત બનીને PM મોદીએ 177 દેશોની સંમતિ લઈને આજે આપણાં યોગ, આયુર્વેદને દુનિયાભરમા પહોંચાડવાનું કામ કર્યું છે. આઝાદી બાદ ભારતની સંસ્કૃતિના ધ્વજવાહક બનીને PM મોદીએ UNમાં સંબોધન કર્યું હતું.

ગૃહ મંત્રીએ કહ્યું હતું કે આર્થિક સુધારા પણ જરૂરી છે અને ગુડ ગવર્નન્સ પણ જરૂરી છે. શાહે કહ્યું હતું કે આઝાદી બાદ સફળમાં સફળ કોઈ વડાપ્રધાન છે તો તે નરેન્દ્ર મોદી જ છે.

અન્ય સમાચારો પણ છે...