તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Home Minister Amit Shah Given New Co operative Ministry, Ashwini Vaishnav To Replace Piyush Goyal As Railway And IT Minister

મંત્રીઓને વિભાગોની વહેચણી:ગૃહમંત્રી અમિત શાહને સહકારિતા મંત્રાલય પણ અપાયું, યંગ બ્રિગેડમાં સિંધિયાને ઉડ્ડયન અને અશ્વિની વૈષ્ણવને રેલવેની જવાબદારી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને પીયૂષ ગોયલને વાણિજ્ય, ઉદ્યોગ અને કાપડ મંત્રાલય મળ્યા

કેબિનેટ વિસ્તરણના 2 કલાકમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટીમને વિભાગોની જવાબદારી આપવાની શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકારીતા મંત્રાલય આપવામાં આવ્યું છે. ડો.હર્ષવર્ધન પાસેથી સ્વાસ્થ્ય મંત્રાલય લઈ હવે તે મનસુખ માંડવિયાને આપવામાં આવ્યું છે. હાર્વર્ડમાં શિક્ષણ મેળવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉડ્ડયન મંત્રાલય તેમ જ IITથી પોસ્ટ ગ્રેજ્યુએટ અશ્વિની વૈષ્ણવને રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

અત્યાર સુધી ટીમને આ વિભાગોની ફાળવણી

કેબિનેટ મંત્રી

નામમંત્રાલય
1નરેન્દ્ર મોદી, વડાપ્રધાનમિનિસ્ટ્રી ઓફ પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણૂ ઊર્જા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, પોલિસી ઈસ્યુ,
2રાજનાથ સિંહસંરક્ષણ મંત્રાલય
3અમિત શાહગૃહ મંત્રાલય, સહકારિતા મંત્રાલય
4નીતિન ગડકરીમાર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય
5નિર્મલા સીતારમણનાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતો
6નરેન્દ્ર સિંહ તોમરકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
7એસ જયશંકરવિદેશ મંત્રાલય
8અર્જુન મુંડાઆદિવાસી બાબતો
9સ્મૃતિ ઈરાનીમહિલા અને બાળ વિકાસ
10પીયૂષ ગોયલકોમર્સ અને ઉદ્યોગ, ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ
11ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણ, કૌશલ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા
12પ્રહલાદ જોશીસંસદીય બાબતો, કોલસા અને ખાણ
13નારાયણ રાણેસુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો
14સર્બાનંદ સોનોવાલબંદરો, જહાજો અને જળમાર્ગ, આયુષ
15મુખ્તાર અબ્બાસ નકવીલઘુમતિ બાબતો
16વિરેન્દ્ર કુમારસામાજીક ન્યાય અને સશક્તિકરણ
17ગિરિરાજ સિંહગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ
18જ્યોતિરાદિત્ય સિંધિયાનાગરિક ઉડ્ડયન
19રામચંદ્ર પ્રસાદ સિંહસ્ટીમ મંત્રાલય
20અશ્વિની વૈષ્ણવરેલવે, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી
21પશુપતિ કુમાર પારસખાદ્ય પ્રક્રિયા બાબતો
22ગજેન્દ્ર સિંહ શેખાવતજળશક્તિ
23કિરણ રિજિજુકાયદા અને ન્યાય
24રાજકુમાર સિંહવીજ, પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય
25હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આવાસ અને શહેરી બાબતો
26મનસુખ માંડવિયાસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર
27ભુપેન્દ્ર યાદવપર્યાવરણ, જંગલ, આબોહવા, શ્રમ અને રોજગાર
28મહેન્દ્રનાથ પાંડેભારે ઉદ્યોગ
29પુરુષોત્તમ રૂપાલામત્સ્યપાલન, પશુપાલન, ડેરી
30જી કિશન રેડ્ડીસાંસ્કૃતિક, પર્યટન, ઉત્તર પૂર્વ વિકાસ બાબતો
31અનુરાગ ઠાકુરમાહિતી અને પ્રસારણ, યુવા અને રમત-ગમત

રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો

નામમંત્રાલય
1રાવ ઈન્દ્રજીત સિંહઆંકડાકીય અને કાર્યક્રમો અમલીકરણ, આયોજન, કોર્પોરેટ
2ડો. જિતેન્દ્ર સિંહવિજ્ઞાન અને ટેકનોલોજી,અર્થ સાયન્સ, PMO, પર્સનલ, જાહેર ફરિયાદ, પરમાણુ ઉર્જા, અવકાશ

રાજ્યમંત્રી

નામમંત્રાલય
1શ્રીપદ નાયકબંદર, જહાજ અને જળમાર્ગ, પર્યટન
2ફગ્ગન સિંહ કુલસ્તેસ્ટીલ, ગ્રામીણ વિકાસ
3પ્રહલાદ સિંહ પટેલજળ શક્તિ, ફૂ઼ડ પ્રોસેસિંગ
4અશ્વિની કુમારગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર, પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન બાબતો
5અર્જુન મેઘવાલસંસદીય બાબતો, સાંસ્કૃતિક બાબતો
6વીકે સિંહમાર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન
7કૃષ્ણ પાલવીજ, ભારે ઉદ્યોગ
8દાનવે રાવસાહેબ દાદારાવરેલવે, કોલસા અને ખાણ
9રામદાસ અઠાવલેસામાજીક ન્યાય, સશક્તિકરણ
10સાધ્વી નિરંજન જ્યોતિગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રામીણ વિકાસ
11સંજીવ બાલિયાનમત્સ્યપાલન, પશુપાલન, ડેરી
12પંકજ ચૌધરીનાણાં (ફાયનાન્સ)
13અનુપ્રિયા પટેલવાણિજ્ય અને ઉદ્યોગ
14એસપી સિંહ બઘેલકાયદા અને ન્યાય
15રાજીવ ચંદ્રશેખરકૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી
16શોભા કરંદલજેકૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
17ભાનુ પ્રતાપ વર્માસુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના સાહસો
18દર્શના જરદોશકાપડ, રેલવે
19વી મુરલીધરણવિદેશ બાબતો, સંસદીય બાબતો
20મીનાક્ષી લેખીવિદેશ બાબતો, સાંસ્કૃતિક બાબતો
21સોમ પ્રકાશવાણિજ્ય અને ઉદ્યોગ
22રેણુકા સિંહઆદિવાસી બાબતો
23રામેશ્વર તેલીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર
24કૈલાશ ચૌધરીકૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
25અન્નપૂર્ણા દેવીશિક્ષણ
26એ નારાયણસ્વામીસામાજીક ન્યાય અને સશક્તિકરણ
27કૌશલ કિશોરઆવાસ અને શહેરી બાબતો
28અજય ભટ્ટસંરક્ષણ, પર્યટન
29બીએલ વર્માઉત્તર પૂર્વ વિકાસ, સહકારિતા મંત્રાલય
30અજય કુમારગૃહ બાબતો
31દેવ્યુસિંહ ચૌહાણકોમ્યુનિકેશન
32ભગવંત ખુબાનવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા, રસાયણ અને ખાતર
33કપિલ પાટિલપંચાયતી રાજ
34પ્રતિભા ભૌમિકસામાજીક ન્યાય અને સશક્તિકરણ
35સુભાષ સરકારશિક્ષણ
36ભાગવત કરાડનાણાં (ફાયનાન્સ)
37રાજકુમાર રંજન સિંહવિદેશ બાબતો, શિક્ષણ
38ભારતી પ્રવીણ પવારસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતો
39વિશ્વેશ્વર ટુડૂઆદિવાસી બાબતો, જળ શક્તિ
40શાંતનુ ઠાકુરબંદર, જહાજ અને જળમાર્ગ
41મહેન્દ્રભાઈ મુજપરામહિલા અને બાળ વિકાસ, આયુષ
42જોન બારલાલઘુમતિ બાબતો
43એલ મુરગનમચ્છપાલન, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ
44નિશીથ પ્રમાણિકગૃહ બાબતો, યુવા બાબતો અને રમત-ગમત
45નિત્યાનંદ રાયગૃહ મંત્રાલય

સરકારના વિઝનને જમીન પર ઉતારવાની જવાબદારી શાહને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ વિસ્તરણ અગાઉ વધુ એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકારે આ મંત્રાલય મારફતે 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી વહિવટીય તથા કાયદા અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે.

આ મંત્રાલયનો ઉદ્દેશ દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવાનો છે. સરકાર આ મંત્રાલય મારફતે સહકારી સમિતિઓને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું કામ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ સહકારિતા મંત્રાલયની રચના કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલ બજેટ જાહેરાતને પણ પૂરી કરે છે.

મંત્રાલય સહકારી સમિતિઓ માટે વ્યાપાર સુગમતા એટલે કે ઈઝ ઓફ ડૂંઈંગ બિઝનેસને સરળ બનાવશે. આ સાથે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટીવ્ઝ (MSCS)ના વિકાસને વધારે સારી રીતે કરવા કામ કરશે.