તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona Returned Home In The Last Lockdown, Lost Her Life In The Second Wave, Mother Wandering Alone In E rickshaw Carrying Her Son's Body

વધુ એક હૃદયદ્રાવક ઘટના:કોરોનાને લીધે ગત લોકડાઉનમાં ઘરે પરત ફર્યો હતો, બીજી લહેરમાં જીવ ગુમાવ્યો, માતા એકલી ઇ-રિક્ષામાં દીકરાનો મૃતદેહ લઈ ભટકતી રહી

વારાણસી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇ-રિક્ષામાં બેઠેલાં વિનીતનાં માતા. - Divya Bhaskar
ઇ-રિક્ષામાં બેઠેલાં વિનીતનાં માતા.

દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે. આ મુશ્કેલ ઘડીમાં માનવતાને હચમચાવી નાખે એવી એક ઘટના સામે આવી છે. આ વાત ઉત્તરપ્રદેશના જૌનપુરના વિનીત સિંહની છે. ઈ-રિક્ષામાં વિનીતના મૃતદેહને સંભાળી રહેલી એ માતાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.

વિનીત ગયા વર્ષ સુધી મુંબઈમાં પ્રાઈવેટ નોકરી કરતો હતો. ગત લોકડાઉનમાં (મે,2020)માં તે પોતાના ગામ પાછો આવી ગયો હતો. જોકે આ વખતે તેનું દુઃખદ અવસાન થયું છે. તેને સારવાર મળી શકી ન હતી અને સોમવારે તેને અંતિમ શ્વાસ લીધા.

દીકરાની સારવાર માટે માતાએ તમામ પ્રયત્ન કર્યાં
વિનીત સાથે શું થયું હતું, આ અંગે તેના તેના મોટા ભાઈ ધર્મેન્દ્રએ મુંબઈથી ફોન પર માહિતી આપી. તે કહે છે કે અમે જૌનપુરના મડિયાહુમાં શીતલગંજમાં રહીએ છીએ. પરિવારમાં વૃદ્ધ માટા ચંદ્રકલા પણ છે. અમે ચાર ભાઈ હતા, બીજા નંબરનો ભાઈ સંદીપ હતો. તે બે વર્ષ અગાઉ બીમારીને લીધે મૃત્યુ પામ્યો હતો. બહેનના લગ્ન થઈ ચૂક્યા છે. ચોથા નંબરે વિનીત હતો. સૌથી નાનો ભાઈ સુમિત છે, જે મુંબઈમાં જોબ કરે છે.

ઘરેથી દાખલ કરાવવા નીકળી હતી માતા, પણ દીકરાના મૃતદેહ સાથે પરત ફરી
ધર્મેન્દ્ર વધુમાં કહે છે કે વિનીતને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. મે, 2020માં જ્યારે લોકડાઉન થયું તો તે મુંબઈની પ્રાઈવેટ જોબ છોડીને માતા પાસે ગામડે જતો રહ્યો હતો. ત્યારથી બન્ને ગામડે જ રહેતાં હતાં. સોમવારે તેની સ્થિતિ બગડી હતી. માતાએ ગામના લોકોની મદદ માગી અને વિનીતને કારથી BHU લઈ જવામાં આવ્યો. માતાને આ અંગે જાણકારી ન હતી માટે તે સતત જ્યાં-ત્યાં ભટકતી રહી.

BHUમાં વિનીતને દાખલ કરાવી શકાયો નહીં. થાકીને માતા તેને ઈ-રિક્ષામાં કકરમત્તાની અન્ય હોસ્પિટલ લઈ પહોંચી. ત્યાં પણ કોઈ ઈલાજ થઈ શક્યો નહીં. એ સમયે ભાઈએ રિક્ષામાં અંતિમ શ્વાસ લીધા. સચિન નામની એક વ્યક્તિએ મને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી.

પરિવારે પણ મદદ ન કરી
આ અંગે સચિન કહે છે. તેમના મતે મેં જોયું છે કે એક વૃદ્ધિ મહિલા ઈ-રિક્ષામાં બેઠી છે. બેગમાં કંઈક શોધી રહી છે. આ મહિલાના પગ પાસે એક છોકરાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. મેં તેમની સાથે વાતચીત કરી તો તેણે કહ્યું હતું કે પરિવારને ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહી છું, પણ લાગી રહ્યો નથી. મેં તેમના કહેવાથી કેટલાક લોકોને ફોન કર્યો, પણ પરિવારના સભ્યોએ તેમનો ફોન કાપી નાખ્યો.

છેવટે મેં મુંબઈમાં ધર્મેન્દ્રને ફોન લગાવ્યો. માતાએ કહ્યું હતું કે વિનીતને દાખલ કરી શકાયો નહીં. હવે તે રહ્યો નથી. ત્યાર બાદ તેમના ગામના અન્ય કેટલાક લોકોને ફોન કર્યો. થોડા કલાક બાદ તેઓ આવ્યા. વિનીતનો મૃતદેહ અને તેની માતાને લઈ ગયા.

રિક્ષાવાળાએ મદદ કરી
​​​​​​​
સચિન કહે છે કે રિક્ષાવાળો વિનીતના મૃતદેહ અને વૃદ્ધ માતાને લઈ ફરતો રહ્યો. રિક્ષાવાળાએ વિનીતના માતાને કહ્યું- માતાજી, જરૂર પડશે તો જૌનપુર સુધી તમને છોડવા માટે આવીશ. BHUના MS સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો નહીં.