તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Holi Ban 2021: Holi Celebrations Banned State Wise List Update: Delhi Madhya Pradesh Rajasthan Bihar Maharashtra Punjab, Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીના રંગમાં કોરોનાની ફિકાશ:દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબમાં હોળી સમારોહ પર પ્રતિબંધ, ગુજરાતમાં ધાર્મિક વિધિને છૂટ; રાજસ્થાનમાં સાંજે 4-10 સુધીની છૂટ

2 મહિનો પહેલા

દેશમાં કોરોનાના આંકડા ડરાવી દે તેવી દિશામાં આગલ વધી રહ્યા છે. તહેવારોની સિઝનમાં સરકારની ચિંતા પણ વધી રહી છે. શુક્રવારે 62,276 નવા દર્દી નોંધાયા છે. તેમાંથી 79% કેસ માત્ર 6 રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને ગુજરાતમાંથી છે. કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને બિહાર સહિત ઘણાં રાજ્યોએ હોળી મિલન સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે રાજસ્થાન સરકારે સાંજે ચાર વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમુક કાર્યક્રમોને મંજૂરી આપી છે. ભાસ્કર તમને આજે જણાવશે કે કયા રાજ્યોમાં હોળી માટે કેવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે...

મધ્ય પ્રદેશ

 • હોળી સહિત દરેક તહેવાર ઘરે જ ઉજવવાના
 • જાહેરમાં કોઈ પણ કાર્યક્રમનું આયોજન નહીં કરાય
 • હોળીના દિવસે દરેક દુકાનો અને ઓફિસો બંધ રહેશે

બિહાર

 • હોળી મિલન સમારોહ પર પ્રતિબંધ રહેશે
 • એક જગ્યાએ વધારે લોકો ભેગા નહીં થઈ શકે
 • ઘરે જ ઉજવવાની હોળી, માસ્ક પહેરવું ફરજિયાત

દિલ્હી

 • હોળી, શબ-એ-બારાત દરમિયાન જાહેર કાર્યક્રમો અને સભાઓ પર પ્રતિબંધ
 • જાહેર જગ્યાઓ, પાર્ક, બજાર, ધાર્મિક સ્થળોએ કોઈ કાર્યક્રમ નહીં થઈ શકે
 • કોઈ પણ જાહેર કાર્યક્રમો અને ઉજવણી પર પ્રતિબંધ

રાજસ્થાન

 • 28 અને 29 માર્ચે માત્ર સાંજે 4-10 વાગ્યા સુધી સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી આપી છે.
 • આ કાર્યક્રમોમાં 50થી વધારે લોકો સામેલ નહીં થઈ શકે.
 • અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી
રાજસ્થાનના પુષ્કરમાં કપડાં ફાટ હોળીનું આ દ્રશ્ય ગયા વર્ષનું છે
રાજસ્થાનના પુષ્કરમાં કપડાં ફાટ હોળીનું આ દ્રશ્ય ગયા વર્ષનું છે

ઉત્તર પ્રદેશ

 • પરમિશન વગર કોઈ કાર્યક્રમ નહીં કરાય.
 • 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી નાની ઉંમરના લોકો ઉત્સવમાં સામેલ થઈ શકશે નહીં.
 • સરકાર પાસેથી મંજૂરી મળ્યા પછી આયોજિત કાર્યક્રમમાં માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂરી

હરિયાણા

 • જાહેર ઉત્સવો પર પ્રતિબંધ
 • ઘરમાં જ હોળી ઉજવવી
 • માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂર કરો

મહારાષ્ટ્ર

 • મુંબઈમાં 28-29 માર્ચે ખાનગી અને જાહેર જગ્યાઓએ હોળી સમારોહ પર પ્રતિબંધ
 • પુણેમાં જાહેર અને ખાનગી હોળી સમારોહ પર પ્રતિબંધ
 • જાહેર જગ્યાઓ જેવી કે હોટલ, રિસોર્ટ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ જાહેર જગ્યાઓએ હોળી સમારોહની છૂટ નહીં

ગુજરાત

 • જાહેર ઉત્સવો પર પ્રતિબંધ
 • હોળી દહનનો નાનો સમારોહ કરવાની મંજૂરી
 • હોળી દહન સમારોહના આયોજકોએ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી

ઉત્તરાખંડ

 • હોળી, મહાકુંભને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી
 • માસ્ક નહીં પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવામાં આવે તો દંડ
 • હોળી ઘરમાં જ રહો તો વધારે સારુ

ઝારખંડ

 • જાહેર જગ્યાએ હોળી, સરહુલ, શબ-એ-બારાત મનાવવા પર પ્રતિબંધ
 • સરહુલ અને રામનવમીનું સરઘસ નહીં નીકળે
 • હોટલ, રેસ્ટોરાં, બાર, ગેસ્ટ હાઉસ, ધર્મશાલા, લોજ, શોપિંગ મોલ માટે પેહલેથી જ નિયમો ચાલુ

પંજાબ

 • દરેક પ્રકારના હોળી મિલન સમારોહ પર પ્રતિબંધ
 • બજારમાં માસ્ક પહેરવો ફરજિયાત

છત્તીસગઢ

 • હોળી મિલન અથવા જાહેર કાર્યક્રમો આયોજિત કરવાની મંજૂરી નહીં
 • હોળીકા દહન કાર્યક્રમમાં મહત્તમ પાંચ લોકો રહેશે
 • સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત

હિમાચલ પ્રદેશ

 • સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ
 • આઉટડોર કાર્યક્રમોમાં 200 અને ઈનડોર કાર્યક્રમોમાં 50 લોકો સામેલ થઈ શકશે
 • 4 એપ્રિલ સુધી વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય, ટેક્નોલોજી સંસ્થાઓ અને સ્કૂલો બંધ રહેશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો