પોલીસની ગુંડાગર્દી:હેલ્મેટ ન પહેરતા ડંડાથી ફટકાર્યો, સ્કૂટરને ધક્કો મારી પાડી દીધો, VIDEO VIRAL

2 મહિનો પહેલા

બિહારના જમુઈ પોલીસે ગુરુવારે વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસની આવી જ કાર્યવાહીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વિના સ્કૂટર ચલાવતા 2 યુવકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમણે સ્કૂટર ના રોકતા કોન્સ્ટેબલ ડંડો લઈને દોડી પાછળ દોડ્યા હતા અને ડંડાથી ફટકાર્યો હતો. ત્યાર બાદ અન્ય કોન્સ્ટેબલ ચાલતા સ્કૂટરને ધક્કો મારતો દેખાઈ રહ્યો છે અને બંને યુવકને નીચે પાડી દે છે. જો કે, જ્યારે કોન્સ્ટેબલને ખબર પડે છે કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે. તો તે બધું મુકી ચાલતી પકડી છે. હાલમાં આ કોન્સ્ટેબલની ગંડાગર્દીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...