બિહારમાં રાજકીય ઉથલપાથલ:રાજકારણની અજાયબીઓ અને સત્તા માટે મેળ ન ખાતા ગઠબંધનનો ઈતિહાસ ભરેલો છે

એક મહિનો પહેલાલેખક: નવનીત ગુર્જર
  • કૉપી લિંક

રાજકારણમાં એવા ઘણા ઉદાહરણો છે જે પોતે જ એક અજાયબી છે. પ્રથમ- વીસી શુક્લા. 1966 પછી એક-બે સરકારોને બાદ કરીએ તો વીસી શુક્લા નરસિમ્હા રાવના વડાપ્રધાનપદ સુધી તેઓ દરેક પક્ષની સરકારમાં પ્રધાન રહ્યા હતા. તેનાથી વિપરીત, અન્ય ચંદ્રશેખર હતા. તેમને ઘણી વખત મંત્રી બનવા માટે વિનંતી કરવામાં આવી, પરંતુ દરેક વખતે તેમણે એક જ વાત કહી - બનીશ તો વડાપ્રધાન જ, નહીં તો કંઈ નહીં. અંતે તેઓ વડાપ્રધાન જ બન્યા હતા.

નીતીશ કુમાર પહેલાવાળા એટલે કે વીસી શુક્લાના ઉદાહરણ સાથે મેળ ખાય છે. સરકારો બદલાતી રહે છે, પરંતુ તેઓ બિહારના મુખ્યમંત્રી પદે જ રહે છે. આરજેડી સાથે મળીને સરકાર બનાવે છે. વચ્ચે ઝઘડા થાય છે. પછી તેઓ ભાજપની મદદથી સરકાર બનાવે છે. પછી ભાજપ સાથે બનતુ નથી, તો આરજેડી સાથે મળીને સત્તા સંભાળી. બધું જાણીને પણ ભાજપ અને આરજેડી બંનેએ તેમને વારંવાર સમર્થન આપ્યું. શા માટે? બધા જાણે છે. સત્તા. સત્તાનો મોહ બધુ જ કરાવે છે.

જ્યાં સુધી પાર્ટીઓના સ્વભાવ અને તાસીરની વાત છે, નીતીશ માટે ભાજપ સાથે ગઠબંધન અને આરજેડી સાથે ગઠબંધન પણ મેળ વીનાનું જ છે.
જ્યાં સુધી પાર્ટીઓના સ્વભાવ અને તાસીરની વાત છે, નીતીશ માટે ભાજપ સાથે ગઠબંધન અને આરજેડી સાથે ગઠબંધન પણ મેળ વીનાનું જ છે.

બની શકે કે નીતીશ કુમાર સાચા હોય અને વર્તમાન રાજકારણની માંગ ખુરશી બચાવવા વિચારોથી સંમત થવું તે જરુરી નથી. મેળ ન ખાતા ગઠબંધનથી પણ સરકારો ચલાવી શકાય છે. જેમ કે નીતીશ ચલાવી રહ્યા છે. જ્યાં સુધી પક્ષોની પ્રકૃતિ અને તાસીરનો સવાલ એ છે કે નીતીશ માટે બીજેપી સાથેનું ગઠબંધન પણ મેળ વીનાનું જ હતું અને આરજેડી સાથેનું ગઠબંધન પણ મેળ વીનાનું જ છે. ઠીક છે લાલુ યાદવ અને નીતીશ બંને મૂળભૂત રીતે સમાજવાદી છે, પરંતુ તેમની વચ્ચેનો ટકરાવ એટલો છે કે તેમનો સમાજવાદ વધુ દિવસ સુધીસાથે- સાથે ચાલી શકતો નથી.

ભાજપ કહી રહી છે કે નીતીશે મહાગઠબંધન તોડીને બિહાર અને ભાજપની જનતા સાથે છેતરપિંડી કરી છે. સાચું, પરંતુ તે બધુ આજે કોણ નથી કરી રહ્યું? સત્તા મેળવવા માટે મેળ વીનાના ગઠબંધન અને જનાદેશની અવગણનાના ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે. મધ્યપ્રદેશમાં શું થયું તે યાદ કરાવવાની જરૂર નથી. ઠીક છે, સરકારો કોઈપણ દ્વારા અને કોઈપણ સાથે બની શકે છે, પરંતુ તે રાજ્યના વિકાસ, ત્યાંના લોકોની ખુશી વિશે કોઈ વિચારતું નથી.

ભાજપ કહી રહ્યું છે કે નીતીશે મહાગઠબંધન તોડીને બિહાર અને ભાજપની જનતા સાથે છેતરપિંડી કરી છે. સાચું, પણ આજે આ બધું કોણ નથી કરી રહ્યું?
ભાજપ કહી રહ્યું છે કે નીતીશે મહાગઠબંધન તોડીને બિહાર અને ભાજપની જનતા સાથે છેતરપિંડી કરી છે. સાચું, પણ આજે આ બધું કોણ નથી કરી રહ્યું?

નીતીશ કુમારને જ લો, તેઓ 17 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે રાજ્ય માટે કેટલું સારું કર્યું છે? ભાજપ બે વખત તેમની સાથે સરકારમાં રહી, તેઓ બિહારને કેટલું આગળ લઈ ગયા? બાકીના રાજ્યો કરતાં ઘણું ઓછું... અને જે લાલુ સરકારના જંગલરાજના નામનું રટણ કરી કરીને નીતીશ ચૂંટણી જીતતા રહ્યા, હવે એ જ લાલુની પાર્ટી સાથે સમાધાન કરી લીધું છે, તો હવે આગામી ચૂંટણીમાં તમે કોના નામનું રટણ કરીને જીતશો? હવે ભાજપ પણ સત્તામાં નથી, તેથી તેના પર આક્ષેપ કરાશે નહીં.

આરજેડી તમારી સાથે છે, તેથી તેની વિરુદ્ધ પણ બોલી શકતા નથી. વિકાસનું વાવાઝોડું આવ્યું છે તો તેના જોરે ચૂંટણી જીતી શકાય છે, પણ એવું કંઈ લાગતું નથી! જોકે, ચૂંટણીને હજુ ત્રણ વર્ષ બાકી છે. ત્યાં સુધી નીતીશ મુખ્યપ્રધાન રહી શકે છે કારણ કે સંખ્યાબળ તેમની પાસે છે.

...અને એવી શક્યતા છે કે ચૂંટણી પહેલા જ તેજસ્વી કોઈક બહાનું કાઢીને નીતીશ અને તેમની સરકારથી છૂટકારો મેળવશે, તો ભાજપ સમર્થન આપવા સામે ઉભું છે. તે ભવિષ્ય કહેશે કે બે છેતરપિંડી છતાં ભાજપ ફરીથી નીતિશને સમર્થન આપશે કે નહીં!

અન્ય સમાચારો પણ છે...