• Gujarati News
  • National
  • Hindu Muslim Vs Bhanwarlal Jain; Madhya Pradesh Neemuch 65 Year Old Man Beaten To Death

મુસ્લિમ હોવાની શંકાએ જૈન વૃદ્ધની માર મારીને હત્યા:તારુ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ બતાવ કહી ધડાધડ ઝાપટો મારી, VIDEO બનાવ્યો

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના મનાસાના નીમચમાંથી માનવતાને હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધને મુસ્લિમ હોવાની શંકામાં મારી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યાનો આરોપ એક બીજેપી નેતા પર લગાવવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેમાં આરોપીને ઝાપટ મારીને વૃદ્ધને આધાર કાર્ડ બતાવવાનું કહે છે. મૃત્યુ પામેલા પીડિતની ઓળખાણ રતલામ જિલ્લાના ભંવરલાલ જૈન તરીકે થઈ છે.

રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચ પિસ્તાબાઈ ચત્તરના દીકરા ભંવરલાલની બીજેપી નેતાએ માર મારીને હત્યા કરી દીધી. વૃદ્ધને મુસ્લિમ હોવાની શંકામાં માર મારવામાં આવ્યો હતો. મરનારી વ્યક્તિ પણ એક અન્ય બીજેપી નેતાનો ભાઈ હતી.

સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ ભેરુજીની પૂજા માટે ચિત્તૌડગઢ ગયો હતો. 16 મેના રોજ પૂજાપાઠ પછી ભંવરલાલ ગુમ થઈ ગયો હતો. ગુરુવારે તેમનો મૃતદેહ મનાસામાં પોલીસ સ્ટેશનથી અડધો કિમી દૂર રામપુરા રોડ પર મળ્યો હતો. હવે ભંવરલાલને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

બીજેપી નેતાએ ગંદી રીતે માર માર્યો
વૃદ્ધને મારનાર બીજેપી નેતા દિનેશ કુશવાહા છે. વીડિયોમાં તે ભંવરલાલને આધારકાર્ડ બતાવવાનું કહીને ખૂબ ખરાબ રીતે મારતો જોવા મળે છે. દિનેશે નામ-એડ્રેસ પૂછવાના બહાને ભંવરલાલને થપ્પડ મારી હતી. પોલીસે દિનેશ કુશવાહા પર ફરિયાદ નોંધી લીધી છે. દિનેશ ભાજપ યુવા મોરચા અને જિલ્લા નિગમમાં પદાધિકારી છે. તેની પત્ની મનાસા નગર પરિષદમાં વોર્ડ નંબર 3માં ભાજપની જિલ્લા અધિકારી છે.

માનસિક રીતે અસ્વસ્થ હતા ભંવરલાલ
સિરસાના સરપંચ પિસ્તાબાઈના ત્રણ દીકરા છે. ભંવરલાલ, અશોક અને રાજેશ ચત્તર. અશોક ચત્તર મંડીમાં તુલાવટી એસોસિયેશનના અધ્યક્ષ છે. જ્યારે રાજેશ સમાજસેવામાં સક્રિય થઈને સરપંચ પ્રતિનિધિ છે. સૌથી મોટા દીકરા ભંવરલાલ માનસિક રીતે અસ્વસ્થ છે. એને કારણે જ તેમના લગ્ન પણ થયા નથી.

ચિતૌડગઢ કિલ્લાથી ગુમ થયા હતા ભંવરલાલ
સરપંચ પિસ્તાબાઈના પરિવારના દરેક લોકો પૂનમના દિવસે રાજસ્થાનના ચિત્તૌડગઢ કિલ્લા પર ભેરુ પૂજન કરવા ગયા હતા. બીજા દિવસે 16 મેના રોજ બપોરે 12 વાગે ભંવરલાલ પરિવારજનોને કહ્યા વગર કિલ્લા પરથી નીચે ઊતરી ગયા હતા. પરિવારજનોએ તેમની ખૂબ તપાસ કરી, પરંતુ જ્યારે તેઓ ના મળ્યા ત્યારે ચિત્તૌડગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સૌએ વિચાર્યું કે તે એકલો બસમાં બેસીને વતન જાવરા આવી ગયો હશે. તેથી ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ ગુરુવારે 19 મેના રોજ મનાસાના રામપુરા પરથી તેની લાશ મળી હતી. પોલીસે તેમને હોસ્પિટલમાં રાખીને મૃતકની ઓળખના આધારે સોશિયલ મીડિયા પર ફોટો વાઇરલ કર્યો હતો. નાના ભાઈ અશોક અને રાજેશને માહિતી મળતાં તેમણે મનાસા પહોંચીને મૃતદેહની ઓળખ કરી હતી.

ભંવરલાલ રાજસ્થાનના ચિત્તૌડગઢ પર ભેરુ પૂજન કરવા ગયા હતા.
ભંવરલાલ રાજસ્થાનના ચિત્તૌડગઢ પર ભેરુ પૂજન કરવા ગયા હતા.

મારઝૂડનો વીડિયો આરોપીએ જ વાઇરલ કર્યો
મારઝૂડનો વીડિયો આરોપી દિનેશે જ સ્વચ્છ ભારત ગ્રુપમાં વાઇરલ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં તે ભંવરલાલનાં પરિવારજનો સુધી પહોંચ્યો હતો. પોલીસે આ વીડિયોને ધ્યાનમાં લઈને ભાજપના અધિકારીની તપાસ શરૂ કરી હતી. પહેલાં મનાસા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં પણ થોડી આનાકાની કરી હતી, પરંતુ હવે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને જૈન સમાજ તથા પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી દિનેશ કુશવાહા પર કલમ 302 અને 403 અંતર્ગત ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

ખિસ્સામાંથી રૂ. 200 કાઢવાનો પણ આરોપ
રાજેશ ચત્તરનું કહેવું છે કે ભાઈ ભંવરલાલ માનસિક અસ્વસ્થ હોવાને કારણે કશું કહી નહીં શક્યા હોય, પણ મને લાગે છે દિનેશે તેમની સાથે ખૂબ મારઝૂડ કરી હશે. શંકા છે કે એને કારણે જ તેમનું મોત થયું હશે. પોસ્ટમોર્ટમ વખતે શરીર પરથી મારઝૂડનાં પણ નિશાન મળ્યાં છે. મારઝૂડ કરનારી વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી 200 રૂપિયા પણ કાઢી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...