વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાના હિન્દુ પક્ષના દાવા પછી હોબાળો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન દિલ્હીની જામા મસ્જિદ વિશે હિન્દુ મહાસભાએ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદની સીડીઓ નીચે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ આવેલી છે.
હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને જામા મસ્જિદનો સરવે કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે સીડીઓ નીચે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, તેથી જરૂરી છે કે ખોદકામ કરીને તેમની મૂર્તિઓ કાઢવામાં આવે.
હિન્દુ મહાસભાએ આવી માગણી કરી છે, જ્યારે વારાણસીથી જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે અત્યારે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષનો દાવો અલગ અલગ છે.
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષ કહે છે, આકૃતિ સ્પષ્ટ છે કે આ શિવલિંગ છે, જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે ઉપરના હિસ્સાથી દેખાય છે કે આ ફુવારો છે. હિન્દુ પક્ષે તર્ક આપ્યો છે કે આ એક જ પથ્થરમાંથી બનેલી આકૃતિ છે. શિવલિંગ આ રીતે જ બને છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે હવે એ કેવી રીતે નક્કી કરવું કે આ એક જ પથ્થરમાંથી બન્યું છે.
બીજી બાજુ, અરજી કરનારી મહિલા પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપીમાં બાબા મળ્યા છે, તેથી તેમની પૂજાની મંજૂરી મળવી જોઈએ. અરજી કરનાર મંજુ વ્યાસે કહ્યું હતું કે અમને સંપૂર્ણ આશા છે કે અમે અહીં મંદિર બનાવીશું જ. બીજી બાજુ, રેખા પાઠકે કહ્યું હતું કે જ્ઞાનવાપી દરેકની આસ્થાનું કેન્દ્ર છે, તેના પર કરવામાં આવેલા કબજાને છોડાવવા માટે છેલ્લે સુધી લડીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.