• Gujarati News
  • National
  • Hindu Leader Devendra Tiwari Receives Threatening Letter; It Was Written The Rags Of Both Of You Will Fly

CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી:હિન્દુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને મળ્યો ધમકીભર્યો પત્ર; લખ્યું- તમારા બન્નેના ચીંથડા ઉડી જશે

2 મહિનો પહેલા

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 'બોમ્બથી ઉડાડી' દેવાની ધમકી મળી છે. આ ધમકી યોગીને સીધી નહિ, પરંતુ હિન્દુવાદી નેતા દેવેન્દ્ર તિવારી થ્રુ આપવામાં આવી છે.

આ ધમકી યોગી આદિત્યનાથને 10 દિવસની અંદર બીજી વખત મળી છે. દેવેન્દ્ર તિવારીએ લખનઉ પોલીસ સમક્ષ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અગાઉ 2 ઑગસ્ટે પોલીસ કન્ટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર મેસેજ દ્વારા પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી હતી. જેમાં લખ્યુ હતુ કે 'હું યોગીને ત્રણ દિવસની અંદર બોમ્બથી ઉડાવીને મારી નાખીશ'.

ઘરની બહાર મળ્યો પત્ર, સંદિગ્ધની શોધખોળ
આલમબાગ નિવાસી હિન્દુવાદી નેતા દેવેન્દ્ર તિવારીની બાહર કોઈ અજાણ્યો શખ્શ શુક્રવારે સાંજે પત્ર છોડીને જતો રહ્યો હતો. જેમાં લખ્યુ હતુ, 'તને કેટલી વખત સમજાવ્યો છે, પરંતુ તુ માનતો જ નથી. તારી PILના કારણે મુસલમાનોના પેટ પર લાત પડી છે. તુ પેલા...યોગીના કહેવા પર PIL કરીને ખૂબ ઉછળી રહ્યો છે. તારી આ PILના કારણે આમારા લોકોના બધા જ સ્લોટર હાઉસ બંધ થઈ ગયા છે.'

તેમાં વધુ આગળ લખ્યુ છે કે, 'હવે તુ જો તારી શું હાલત થાય છે. તુ દેવબંદથી તો ચાલાકીથી નીકળી ગયો, નહિ તો તને ઉડાવી દેત. તુ અને પેલા તારા યોગી આદિત્યનાથ ખૂબ ઉછળી રહ્યા છો. હવે તુ જો, 15 દિવસની અંદર તને પરિણામ મળી જશે.' દેવેન્દ્રના જણાવ્યા મુજબ પત્રમાં કોઈ સલમાન સિદ્દીકીનું નામ હતુ.

હિન્દુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને ધમકીભર્યો પત્ર મળ્યો છે.
હિન્દુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને ધમકીભર્યો પત્ર મળ્યો છે.

પત્રમાં અસદુદ્દીન ઓવૈસી અને મૌલાના મદનીનો ઉલ્લેખ
આ પત્રમાં એ પણ લખ્યુ છે કે, 'તમે લોકોએ અમારા અસદુદ્દીન ઓવૈસી અને મૌલાના મદનીને ખૂબ રડાવ્યા છે. અમે તેમના એક-એક આંસુઓનો બદલો લઈશુ. અમે મૂર્ખ નથી. અમે લોકો મારતા પહેલા પણ બતાવી દઈએ છીએ અને માર્યા પછી પણ બતાવી દઈએ છીએ. તારામાં ખૂબ જ ગૌ-સેવાનું ભૂત સવાર થઈ ગયુ છે. તારા આ ભૂતને હવે ઉતારી દઈશું. તમારા બન્નેના ચીંથડે-ચીંથડા ઉડાવી દઈશું. બાકી લોકોનું ગળુ કાપ્યુ હતુ, તમને બન્નેને બોમ્બથી ઉડાવી દઈશું.'

4 ફેબ્રુઆરીએ 'લેડી ડોન' ટ્વિટર અકાઉન્ટથી મળી હતી ધમકી
આ વર્ષે 4 ફેબ્રુઆરીએ પણ 'લેડી ડોન' નામના ટ્વિટર અકાઉન્ટથી ધમકી મળી હતી. જેમાં મુખ્યમંત્રી યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પછી ગોરખપુરના થાના કૈંટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે જેણે આ ટ્વિટ કરી હતી તે ફિરોઝાબાદનો રહેવાસી છે. તેનું નામ સોનુ છે. તે હાલ આગરાની જેલમાં બંધ છે. આ ટ્વિટમાં હાપુડ પોલીસને ટૈગ કરવામાં આવી હતી.