બાંગ્લાદેશના ખુલનામાં દિલ્હીની શ્રદ્ધા વાલકર જેવો હત્યાનો કેસ સામે આવ્યો છે. અહિંયા એક પરિણિત પુરુષે પોતાની હિંદુ પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરી છે. ત્યાર પછી મૃતદેહના ટૂકડા નદીનાળાંમાં ફેંક્યા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બાંગ્લાદેશ પોસ્ટ અનુસાર- હત્યા થયેલી યુવતીનું નામ કવિતા અને આરોપીનું નામ અબુ બકર છે. આરોપીએ પોલીસને કહ્યું ઘણા દિવસથી તેના અને કવિતા વચ્ચે ઝઘડા થતા હતા. જેનાથી કંટાળીને કવિતાની હત્યા કરી નાખી છે.
પોલીસે કહ્યું- બંને રિલેશનશીપમાં હતા
બાંગ્લાદેશ પોલીસે કહ્યું- કવિતા અને અબુ રિલેશનશીપમાં હતા. કવિતાને પહેલા જાણ નહતી કે અબુ પરિણીત છે. અબુએ તેને ક્યારેય કહ્યું નહતું. જ્યારે યુવતીને જાણ થઈ કે અબુ પરિણીત છે, તો તેણે આ વસ્તુનો વિરોધ કર્યો.
અબુ પછી કવિતાને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય કરે છે. પહેલા તેનું માથું કાપી નાખવામાં આવ્યું. આ પછી મૃતદેહના ત્રણ ટુકડા કરી બેગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તેઓને નદીનાળાંમાં ફેંકી દીધા હતા.
આફતાબે દિલ્હીમાં શ્રદ્ધાના 35 ટુકડા કર્યા
શ્રદ્ધા મર્ડર કેસ હાલ દેશમાં ચર્ચામાં છે. અહીં આફતાબ નામના આરોપીએ શ્રદ્ધા વાલકરની હત્યા કરી હતી. તેમના મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. તે રોજ અલગ-અલગ જગ્યાએ શરીરના અંગો ફેંકતો હતો. પોલીસે 12 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આફતાબે ફ્લેટના બાથરૂમમાં શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ દરમિયાન તે શાવર ચાલુ રાખતો હતો જેથી શરીરમાંથી નીકળતું લોહી ગટરમાં વહી જાય. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે આફતાબે ફ્રિજને કેમિકલથી સાફ કર્યું હતું જેથી પુરાવાનો નાશ કરી શકાય.
પોલીસના જણાવ્યા અનુસાર 28 વર્ષના આફતાબે 18 મેના રોજ 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. બંને લિવ-ઈનમાં રહેતા હતા. આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. તેમને રાખવા માટે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. તે 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે મૃતદેહના ટુકડા ફેંકવા જંગલમાં જતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.