તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Banda Hanged Himself Again After Returning From Police Station, Daughter Said Brother Has Been Missing For 2 Days

મિસ ઈન્ડિયા તાજ પ્રિન્સેસની માતાની આત્મહત્યા:બાંદા પોલીસ સ્ટેશનથી પરત ફરી ફાંસી લગાવી લીધી, દીકરીએ કહ્યું- ભાઈ 2 દિવસથી ગુમ, પોલીસને જાણ કરવા ગયા તો બેસાડીને માનસિક ત્રાસ આપ્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિસ ઈન્ડિયા તાજ પ્રિન્સેસનો ખિતાબ મેળવનાર બાંદાની રિયા રૈકવાનની માતાએ શનિવારે સાંજે ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. રિયાનો આરોપ છે કે તેનો ભાઈ બે દિવસથી ગુમ છે. માતા તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવવા ગઈ હતી. એ સમયે પોલીસે તેને દિવસ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બેસાડી માનસિક રીતે તંગ કરી હતી. એને લીધે માતાએ ઘરે આવી આ કઠોર પગલું ભર્યું છે. મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી મળતાં CO આરકે સિંહે પોલીસદળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિવારના સભ્યોને શાંત પાડ્યા હતા.

છેલ્લા ત્રણ દિવસથી રિયાના ભાઈની કોઈ ભાળ મળી નથી. પરિવારે તેનું અપહરણ થયાની આશંકા વ્યક્ત કરી છે. બીજી બાજુ, રિયાની માતા સુધાએ સુસાઈડ અંગે કહ્યું હતું કે રિયાના પિતા શ્રીપ્રસાદ રૈકવાર પર ગેરરીતિનો આરોપ છે. માટે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ સુધા પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાનો સુસાઈડ કરતો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રિયા રૈકવારની માતાનો છે. એમાં તેની દીકરી બચાવતી દેખાઈ રહી છે, જોકે તે પોતાની માતાને બચાવી શકતી નથી.

રિયાની માતા અને પિતા સ્વયંસેવી સંસ્થા ચલાવતાં હતાં
બાંદાના મવઈ બાયપાસની રહેવાસી રિયા રૈકવાર મિસ ઈન્ડિયા તાજ પ્રિન્સેસ છે. તેની માતા અને પિતા સ્વયંસેવી સંસ્થા ચલાવે છે. રિયાનો આરોપ છે કે તેનો ભાઈ દીપક બે દિવસથી ગુમ હતો. તે ગુમ થયો હોવાની જાણ કરવા માટે માતા સુધા અને મામા શહેરના પોલીસ સ્ટેશન ગયાં હતાં, પણ પોલીસે કોઈપણ કારણ વગર દિવસભર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. માતા સાથે ગયેલા ભાઈને લોકઅપમાં પૂરી દીધા હતા. દિવસભર માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. સાંજે ઘરે પહોંચતાં જ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતાં માતાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

COએ કહ્યું- ઘટના રૂપિયા 30 લાખની ઉચાપતને લગતી
CO આરકે સિંહના જણાવ્યા પ્રમાણે, આ ઘટના રૂપિયા 30 લાખની ઉચાપતને લગતી છે. રિયાના પિતા વ્યાપારી છે. બજારમાં રૂપિયા 30 લાખ બાકી છે, જે અંગેની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી. પોલીસે પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા. આ સંજોગોમાં વધારે સમય પસાર થઈ ગયો હતો. ત્યાર બાદ રિયાની માતાએ ઘરે જઈને આત્મહત્યા કરી લીધી. પોલીસનું કહેવું છે કે આ એક પ્રકારનું ફાઇનાન્સનું કાર્ય હતું, જેમાં ઘણા લોકોનાં નાણાં ફસાઈ ગયાં હતાં.

ઘરમાં નીચે હતી દીકરી, ઉપર માતાએ આત્મહત્યા કરી લીધી
પરિવારના જણાવ્યા પ્રમાણે, દીકરો ગુમ હોવાની ફરિયાદ કરવા રિયાની માતા તેના ભાઈ સાથે ગઈ હતી. ત્યાર બાદ જ્યારે તે સાંજે ઘરે પરત ફરી તો દુઃખી થઈ આત્મહત્યા કરી લીધી. જે સમયે તેણે સુસાઈડ કરી ત્યારે એક દીકરી ઘરમાં નીચે કંઈક કામ કરી રહી હતી. ત્યાર બાદ બૂમ સાંભળતાં જ તે ભાગીને ઉપર પહોંચી હતી.