તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Himant Biswa Sarma Will Be Sworn In As Chief Minister Today, Nadda Will Also Be Present At The Ceremony.

ભાજપના 77 MLAને કેન્દ્રીય સુરક્ષા:બંગાળમાં શુભેન્દુ વિપક્ષના નેતા બન્યા, મમતાના 43 મંત્રીઓએ શપથ લીધા; આસામમાં સરમાએ CM પદ સંભાળ્યું

ગુવાહાટી/કોલકાતા3 મહિનો પહેલા
હિમંત બિસ્વા સરમા રવિવારે સર્વસંમતિથી ભાજપ અને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બંગાળ અને આસામમાં સોમવારે રાજકિય મોરચે 4 મોટી ઘટના જોવા મળી. સૌથી પહેલા આસામમાં હિમંત બિસ્વા સરમાએ તેમના કેબિનેટના 13 મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ત્યારબાદ બંગાળમાં મમતાના 43 મંત્રીઓએ શપથ લીધા. દરમિયાન ભાજપે શુભેંદુ અધિકારીને રાજ્યમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. શુભેંદુ હવે બંગાળમાં વિપક્ષના નેતા તરીકેની ભૂમિકામાં રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે બંગાળમાં પોતાના તમામ 77 ધારાસભ્યોને કેન્દ્રીય સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં ચૂંટણી પરિણામો બાદ ભાજપે રાજ્યના અનેક જિલ્લામાંથી તેના કાર્યકર્તાઓ પર હુમલા અને પલાયનની સાથે પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરવાના આરોપ લગાવ્યા છે. પક્ષનું કહેવું છે કે ટીએમસીના ગુંડા ભાજપ કાર્યકર્તા અને નેતા પર હુમલા કરી રહ્યા છે.

આ અગાઉ આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંત બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ અપાવ્યા હતા. આ સાથે જ શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા રવિવારે હિમંતને સર્વસમ્મતિથી ભાજપ અને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. સરમાની સાથે સાથે કેટલાક મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

બીજી તરફ, પશ્ચિમ બંગાળના બંગાળ સરકારના મંત્રીમંડળે શપથ લીધા હતા. જેમાં કુલ 43 મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજભવન ખાતે કોવિડ ગાઈડલાઇનની પાલન કરતાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલો, રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા. ડો.અમીત મિત્રા અને બ્રાત્ય બસુ સહિત ત્રણ પ્રધાનોએ વર્ચ્યુલી શપથ લીધા હતા. જો કે, ખાતા ફાળવણી અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા.

5 મેના રોજ મમતાએ શપથ લીધા હતા
હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં TMCએ 213 બેઠકો પર ભારે જીતી મેળવી છે. જ્યારે, ભાજપે 77 બેઠકો જીતી હતી. તૃણમૂલના ચીફ મમતા બેનર્જીએ 5 મેના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

શપથ ગ્રહણ પહેલા હિમંત બિસવા કામાંખ્યા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
શપથ ગ્રહણ પહેલા હિમંત બિસવા કામાંખ્યા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

આસામમાં એટલા માટે નેતૃત્વમાં કરવામાં આવ્યો બદલાવ

  • બિસવા આખા નોર્થ-ઈસ્ટમાં ઘણા જ અસરકારત માનવામાં આવે છે. સોનોવાલ સરકારમાં તેમણે ફાઇનાન્સ, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેયર, એજ્યુકેશન અને PWD જેવા મુખ્ય વિભાગોની જવાબદારી સંભાળી હતી. કેન્દ્રીય નેતૃત્વના દિગ્ગજ નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધ છે. એવામાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ પર બિસ્વાને આસામની કમાન સોંપવા માટે ભારે દબાણ હતુ.
  • બિસ્વા 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. માનવામાં આવે છે કે અમિત શાહ તે સમયે બિસ્વાના રાજકીય સંચાલન કુશળતાથી પ્રભાવિત થયા હતા. નોર્થ-ઈસ્ટમાં પણ ભાજપના વિસ્તરણમાં બિસ્વાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહે પણ આ હકીકત સ્વીકારી હતી.
  • બિસ્વા નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સંયોજક પણ છે. ભાજપના નેતૃત્વમાં પ્રાદેશિક પક્ષોને લાવવા આ એલાયન્સના જોડાણની રચના કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિસ્વાની નજર પણ હંમેશાં મુખ્યમંત્રીની ખુરશી પર જ હતી.

રાજ્યપાલે હિમંત બિસ્વ સરમાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતુ.
આ પહેલા ભાજપ અને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા સરમાએ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને તેમને મહાગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી સોંપી હતી. રાજભવન ખાતે સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, આસામ ગણ પરિષદના નેતા અતુલ બોરા અને કેશવ મહંત અને યુપીપીએલના નેતા પ્રમોદ બોરો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સોનોવાલને કેન્દ્ર સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના
આ સાથે જ મુખ્યમંત્રી પદ અંગેની અટકળોનો પણ અંત આવ્યો હતો, કારણ કે સોનોવાલ અને સરમા બંનેને દાવેદાર માનવામાં આવતા હતા. ભાજપના નેતૃત્વ દ્વારા બંને નેતાઓને આ મુદ્દે શનિવારે દિલ્હી ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને સોનોવાલને કેન્દ્ર સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના છે.

ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સરમાનું નામ લેનાર સોનોવાલે કહ્યું કે નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (નેડા)ના કન્વીનર સરમા મારા માટે નાના ભાઈ જેવા છે. હું તેમને આ નવી યાત્રા માટે શુભેચ્છા પાઠવું છું. જ્યારે, સરમાએ કહ્યું હતું કે સર્વાનંદ સોનોવાલ તેમના 'માર્ગદર્શક' બની રહેશે.

સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ચૂંટણી જીત્યા
સરમાએ સર્વસંમતિથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તેમના સંબોધનમાં સરમાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સોનોવાલ અને પાર્ટીના અન્ય નેતાઓના આભારી છે જેમણે તેમને રાજ્યની જનતાની સેવા કરવાની તક આપી. સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

આસામની 126 સભ્યોવાળી વિધાનસભામાં શાસક ગઠબંધનને 75 બેઠકો મળી છે. ભાજપને 60 બેઠકો મળી છે જ્યારે તેના ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીપીએલ) ને અનુક્રમે નવ અને છ બેઠકો મળી છે.