તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Himalayas Hottest In 20 Years, Supreme Court Has Expressed Concern Over Dams, Uma Bharti Has Been Said To Be Dangerous While A Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહાડો પર બંધાયેલા મોટા ડેમ વિશે સવાલ:હિમાલય 20 વર્ષમાં સૌથી ગરમ, શિયાળામાં મે-જૂન જેવું તાપમાન અને પાવર પ્રોજેક્ટ બરબાદીનું કારણ

18 દિવસ પહેલાલેખક: પવન કુમાર
 • ભૂ-વૈજ્ઞાનિકોએ 8 મહિના પહેલાં હિમાલયમાં આવી તારાજી વિશે ચેતવણી આપી હતી
 • સુપ્રીમ કોર્ટે ગંગા પર નવા પાવર પ્રોજેક્ટને પર્યાવરણ માટે જોખમ ગણાવ્યું હતું

ઉત્તરાખંડમાં હોનારત પછી હંમેશાં નદીઓ પાસે બનાવવામાં આવેલા મોટા ડેમ અને પાવર પ્રોજેક્ટ સામે આંગળીઓ ચીંધવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અહીં સુધી કે કેન્દ્ર સરકારના જળ સંસાધન મંત્રાલયે 2016માં સુપ્રીમ કોર્ટ સામે સ્વીકારી લીધું છે કે ઉત્તરાખંડમાં ગંગા પર કોઈપણ નવો પાવર પ્રોજેક્ટ પર્યાવરણ માટે જોખમ છે. સુપ્રીમ કોર્ટે 2013ની કેદારનાથ દુર્ઘટના પછી રાજ્યમાં 39માંથી 24 પાવર પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવા છતાં ઉત્તરાખંડમાં ડેમ અને પાવર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું- પ્રોજેક્ટ્સ રદ કેમ નથી કરતા?
સુપ્રીમ કોર્ટે 13 ડિસેમ્બર 2014માં આ મુદ્દે પૂછ્યું હતું કે જો આ પાવર પ્રોજેક્ટ્સથી વન-પર્યાવરણને જોખમ છે તો એને રદ કરવામાં કેમ નથી આવતા? તે અધિકારીઓ પર કાર્યવાહી કેમ નથી કરાતી, જેમણે આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે? વિકાસ યોજનાઓમાં પર્યાવરણ સાથે સમજૂતી ન થવી જોઈએ.

ત્યાર પછી કેન્દ્ર તરફથી દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર વિકાસના દરેક કામ વૈજ્ઞાનિક રીતે કરાવશે. સુપ્રીમ કોર્ટે 28 ફેબ્રુઆરી 2020માં કેન્દ્ર સરકારને આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે સરકાર ઈચ્છે તો આ પ્રોજેક્ટ્સને ઈકો-સેન્સેટિવ ઝોનથી બહાર બીજાં ક્ષેત્રોમાં શિફ્ટ કરવાનું વિચારી શકે છે, જેથી એને કારણે લોકોના જીવનું જોખમ ઊભું ન થાય. આ કેસની સુનાવણી હજી સુધી ચાલી રહી છે.

મંત્રી હતા ત્યારે ઉમા ભારતીએ કહ્યું હતું- નદીઓના રસ્તા ના રોકાવા જોઈએ
ઉત્તરાખંડના 24 પાવર પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધના મામલે સુનાવણી દરમિયાન 2016માં એ સમયે જળ સંસાધનમંત્રી ઉમા ભારતી તરફથી દાખલ એફિડેવિટમાં કેન્દ્ર સરકારના વલણને ઊંધું ગણાવતાા કહેવામાં આવ્યું હતું કે નદીઓનો રસ્તો ના રોકવો જોઈએ. ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની, ભાગીરથી અને ગંગા નદીઓ પર કોઈ પણ ડેમ અથવા પાવર પ્રોજેક્ટ જોખમી બનશે.

કેન્દ્રનાં બે મંત્રાલયોએ ડેમ બનાવવાની વકીલાત કરી હતી
આ મુદ્દે પર્યાવરણ અને ઊર્જા મંત્રાલયોએ તેમના એફિડેવિટમાં કહ્યું હતું કે ડેમ બનાવવો જોખમી નથી. એનો આધાર 1916માં થયેલી એક સમજૂતીને ગણાવવામાં આવ્યો હતો. સમજૂતી પ્રમાણે, નદીઓમાં 1000 ક્યૂસેક પાણીનો ફ્લો જાળવી રાખવો, તો ડેમ બનાવી શકાય છે. એને પર્યાવરણ મંત્રાલય ઈ-ફ્લો કહે છે.

ઉમા મંત્રાલયે કહ્યું હતું- મોટા ડેમ જોખમી હોઈ શકે છે
ઉમા મંત્રી હતા ત્યારે તેમના વિભાગ જળ સંસાધન મંત્રાલયે એફિડેવિટમાં ચેતવણી આપી હતી કે પાવર પ્રોજેક્ટને પૂરતા સ્ટડી વિના મંજૂરી આપવામાં આવી રહી છે. એ જોખમી છે. એ સમયે 70 નવા પાવર પ્રોજેક્ટની મંજૂરી ચાલી રહી હતી.

ચારધામ પ્રોજેક્ટ્ વિશે પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી
ચારધામ પ્રોજેક્ટને કારણે ઉત્તરાખંડમાં પર્યાવરણને ભારે નુકસાન થયું હતું. એનો ખુલાસો સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ચોપડા કમિટીએ તેમનો રિપોર્ટ બનાવ્યો હતો. એ રિપોર્ટના આધાર પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 મીટરની જગ્યાએ 5.5 મીટર પહોળો રસ્તો બનાવવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો