• Gujarati News
  • National
  • Not Even Worrying About Snowfall For Children’s Vaccinations, Cut A Difficult Path Amidst The Hostile Environment; The Dose Has So Far Affected 75 Lakh People In The Country

VIDEOમાં કોરોના વૉરિયર્સનો જુસ્સો:હિમવર્ષા વચ્ચે પણ બાળકોનું વેક્સિનેશન, વિષમ વાતાવરણ વચ્ચે મુશ્કેલ રસ્તો કાપ્યો; સ્વાસ્થ્ય મંત્રીએ વીડિયો શેર કર્યો

કુલ્લુ19 દિવસ પહેલા
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યે 75 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે

15થી 18 વર્ષના યંગસ્ટર્સને 3 જાન્યુઆરીથી વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આ વેક્સિનેશન પ્રોગ્રામમાં આખો દેશ સક્રિય રીતે રસ લઈ રહ્યો છે. આ વચ્ચે હિમાચલ પ્રદેશના હેલ્થ વર્કર્સનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં હેલ્થ વર્કર્સ બાળકોને વેક્સિન લગાડવા માટે ભારે હિમવર્ષા વચ્ચે પણ દુર્ગમ પહાડી વિસ્તારમાંથી પસાર થતા જોવા મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'નદી, રેગિસ્તાન કે પછી હોય બરફનું તોફાન, આપણી હેલ્થ આર્મી લક્ષ્યને સાધવા માટે સદૈવ તત્પર. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 15-18 વર્ષના ટીનેજર્સને વેક્સિન આપવા જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.'

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીડિયો શેર કરી હેલ્થ વર્કર્સના વખાણ કર્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીડિયો શેર કરી હેલ્થ વર્કર્સના વખાણ કર્યા છે.

દેશમાં ઓમિક્રોનના વધતાં ખતરા વચ્ચે મંગળવારે સાંજે 4:30 વાગ્યે 75 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. તો 92 લાખથી વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયા છે. વેક્સિનેશન સેન્ટર પર જ ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ થઈ રહ્યું છે.

ચાર ગણી ઝડપથી ફેલાઈ રહી છે મહામારી

4 જાન્યુઆરીએ સાંજે 4:30 વાગ્યે 75 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે.
4 જાન્યુઆરીએ સાંજે 4:30 વાગ્યે 75 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે.

દેશમાં મહામારીની સ્પીડ ચાર ગણી ઝડપથી ફેલાઈ રહી છે. સોમવારે એક વખત ફરી દેશમાં 35,438 પોઝિટિવ દર્દીઓ મળ્યાં છે. ગત વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોનો આંકડો 9765ની આસપાસ હતો. એવામાં છેલ્લાં એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો ઉછાળો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...