મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા:દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન સામે રસ્તા પર નશામાં ધૂત મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા

એક મહિનો પહેલા

રાજધાની દિલ્હીમાં રવિવારે રાત્રે નશામાં ધૂત એક મહિલાએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. આ ઘટના પૂર્વ દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની બહાર બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એવો આરોપ છે કે મહિલા અને તેનો સાથી, જે ડ્રાઇવ કરી રહી હતી, તેણે આગળ જતી એક કાર ને ટક્કર મારી હતી. જેવી વ્યક્તિએ કાર રોકી અને તેને યોગ્ય રીતે ચલાવવાનું કહ્યું, તો મહિલા કારમાંથી ઉતરી ગઈ અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી. સામે પક્ષે મહિલાની ફરિયાદ કરવા માટે કાર ચાલકે પોલીસને ફોન કર્યો. મંડાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ પોલીસ ફોન કરનારને જ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. લગભગ એક કલાક સુધી જ્યારે મહિલા પોલીસ સ્ટેશન ન આવી ત્યારે ફરીયાદીએ પોલીસ ને પૂછ્યું કે તે ક્યાં છે, તો પોલીસે કહ્યું કે તે તો ગઈ છે, હવે અમે શું કરી શકીએ. આ પછી ફરિયાદી પણ નિરાશ થઈને પોતાના ઘરે પરત ફર્યો.