તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુંબઈમાં ભારે વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પછી ઓફિસો બંધ, રેટ એલર્ટ સાથે હાઈટાઈડની ચેતવણી; થાણેમાં 1નું મોત

મુંબઈ2 મહિનો પહેલા
  • BMCએ દરેક બિનજરૂરી સરકારી ઓફિસ અને પ્રાઈવેટ ઓફિસ બંધ રાખવાનો આદેશ આપ્યો
  • કોલોબામાં અંદાજે 269 મિમી, ઉપરવાસમાં સાંતાક્રૂઝમાં 87 મિમી વરસાદ નોંધાયો

મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલના રસ્તા પર અંદાજે 2 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. બૃહન્મુંબઈ નગર નિગમ પ્રમાણે શહેરમાં છેલ્લાં 10 કલાકમાં 230 મિમી કરતા વધારે વરસાદ થયો છે. અરબ સાગર ઉપર ચોમાસું સક્રિય થવાના કારણે સોમવારથી મુંબઈમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદ સાથે હાઈટાઈડની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોરે 12.47 વાગે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન દરિયાના મોજા 4.45 મીટરની ઉંચાઈ સુધી ઉછળી શકે છે. દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તે સાથે જ BMCએ મુંબઈના ઘણાં વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

મુંબઈ લોકલની દરેક લાઈનો ઠપ
ભારે વરસાદના કારણે મુંબઈમાં દરેક 4 લાઈન ઠપ છે. તેનાથી મુંબઈ લોકલની સર્વિસ ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં 8 રૂટ્સ પર બસોનો રસ્તો બદલી દેવામાં આવ્યો છે. BMCએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારે વરસાદ પછી દાદર અને પ્રભાદેવીમાં પાણી જમા થવાના કારણે વિરાર-અંધેરી-બાન્દ્રામાં ઈમરજન્સી સેવા ચલાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઈ ટાઈડની ચેતવણી અને ભારે વરસાદની આગાહીના કારણે બાંદ્રા-ચર્ચગેટ વચ્ચે બસ સેવા રોકી દેવામાં આવી છે. આ વિશેની માહિતી પશ્ચિમ રેલવેને આપવામાં આવી છે.

BMCએ ઓફિસ-દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો
BMCએ ઓફિસ-દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો

વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર ભેખડ ધસી પડી
મુંબઈમાં ગઈ કાલ મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સાંતાક્રૂઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરા રોડ, કોલોબા ડૂબતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાદે આગામી 48 કલાકમાં મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર મકરમાં એક ભેખડ ધસી પડી છે. જોકે તેના કારણે કોઈને નુકસાન થયું નથી.

મહારાષ્ટ્રના વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર ભેખડ ઘસી પડી
મહારાષ્ટ્રના વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર ભેખડ ઘસી પડી
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો