કોલ ક્રાઈસિસ પર સોમવારે બપોરે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહત્વની બેઠક મળી રહી છે. આ મીટિંગમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉર્જા મંત્રી આરકે સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સામેલ છે. બેઠક માટે કોલસા અને ઉર્જા સચિવ સહિત અનેક મોટા અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હાલના દિવસોમાં વિજળી સંકટ પછી અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલ ક્રાઈસિસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ
અખિલ ભારતીય વિજળી એન્જિનિયર મહાસંઘ (AIPEF) મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્ય વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. AIPEFના પ્રવક્તા વીકે ગુપ્તાનું કહેવું છે કે ગરમીના દિવસોમાં વિજળીની માગ વધી રહી છે. એવામાં વિજળી પ્રોડક્શન વધારવા માટે વધુ કોલસાની જરૂરિયાત રહે છે.
ગરમીમાં પીક પાવર સપ્લાઈએ રેકોર્ડ બનાવ્યો
દેશભરમાં આકરી ગરમી વચ્ચે આ સપ્તાહમાં પીક પાવર સપ્લાઈ ત્રણ વખત રેકોર્ડ લેવલે પહોંચી છે. પીક પાવર સપ્લાઈએ 26 એપ્રિલે રેકોર્ડ 201.65GWના લેવલને સ્પર્શી ગયા છે. જે બાદ 28 એપ્રિલે 204.65 GWનો નવો રેકોર્ડ બન્યો અને 29 એપ્રિલે 207.11GWના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 27 એપ્રિલે આ 200.65GWથી અને 25 એપ્રિલે 199.34GW. ગત વર્ષે 7 જુલાઈએ પીક પાવર સપ્લાઈ 200.53GW હતી.
દેશમાં વીજ ઉત્પાદનમાં 70% કોલસાનો ઉપયોગ
ભારત લગભગ 200 ગીગાવોટ વિજળી એટલે કે લગભગ 70% વિજળીનું ઉત્પાદન કોલસાથી ચાલતા પ્લાન્ટ્સથી કરે છે. દેશમાં કોલસાથી ચાલતા 150 વિજળીના પ્લાન્ટ્સ છે. ગત દિવસોમાં વિજળી સંકટ વધવાને કારણે વીજ પ્લાન્ટ્સ સુધી કોલસા લઈ જતી ટ્રેનને રસ્તો આપવા માટે રેલવેએ ટ્રેનના 670 રુટ રદ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.