તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:બમ્પર-ટુ-બમ્પર ઇન્શ્યોરન્સ ફરજિયાત પર હાઇકોર્ટની રોક

ચેન્નઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મદ્રાસ હાઇકોર્ટે મોટર વાહનો માટે પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર ઇન્શ્યોરન્સ ફરજિયાત કરવાનો પોતાનો નિર્ણય સ્થગિત કર્યો છે. હવે આ મુદ્દે 13 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે. હાઇકોર્ટે જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ (જીઆઇસી)ના અનુરોધ પર આ ચુકાદો આપ્યો હતો.

જીઆઇસીએ કોર્ટને જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોટિરી (ઇરડા)ની મંજૂરી વિના આ આદેશ લાગૂ કરી શકાય નહીં. તેની સાથે જ કમ્પ્યુટર સિસ્ટમ તથા અન્ય જરૂરી બદલાવ કરવા માટે કમસે કમ 90 દિવસનો સમય જરૂરી છે.

જસ્ટિસ એસ.વૈદ્યનાથને 4 ઓગસ્ટના રોજ આદેશ આપ્યો હતો કે 1 સપ્ટેમ્બરથી નવા વાહનોના વેચાણ પર બમ્પર ટૂ બમ્પર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત કરવામાં આવે. પાંચ વર્ષની આ પોલિસીમાં ડ્રાઇવર, પેસેન્જર અને વાહનના માલિકનું કવરેજ વધારાનું હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...