તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Supreme Court Stays Rajasthan High Court's Decision To Levy 70% Fees, Private Schools Appeal For Full Fees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓને ઝાટકો:સુપ્રીમ કોર્ટે 70% ફી વસુલવાના રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો, ખાનગી સ્કુલોએ સંપૂર્ણ ફી માટે અપીલ કરી હતી

જયપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે વાલીઓ તરફથી કરવામાં આવેલી અરજીઓને પણ ફગાવી દીધી છે
  • આ મામલામાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો આવવાની રાહ જોઈ રહી છે, તે પછી જ નક્કી થશે કે વાલીઓએ કેટલી ફીસ આપવી પડશે

કોરોનાની વચ્ચે વાંચકોને હેરાન કરનારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે પ્રાઈવેટ સ્કુલ ટ્યુશન ફીસ 70 ટકા જ લે. આ ચુકાદાની વિરુદ્ધ ખાનગી સ્કુલો સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમણે સંપૂર્ણ ફીસ લેવા અંગેની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હોઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. કોર્ટે વાલીઓ તરફથી કરવામાં આવેલી અરજીઓને પણ ફગાવી દીધી છે.

આ મામલામાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો આવવાની રાહ જોઈ રહી છે. તે પછી જ નક્કી થશે કે પેરેન્ટ્સે કેટલી ફીસ આપવી પડશે. રાજસ્થાનના શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ આદેશ પર કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે કોર્ટની ગરીમા પણ જળવાય અને વાલીઓની સાથે કોઈ અન્યાય ન થાય.

રાજસ્થાન હાઈકોર્ટે ઓનલાઈન અભ્યાસ પર આપ્યો હતો ચુકાદો
રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈન્દ્રજીત મહાંતીએ ખાનગી સ્કુલ ફી વિવાદ પર 18 ડિસેમ્બર 2020એ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જે ખાનગી સ્કુલોએ કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ કરાવ્યો છે, તે ટ્યુશન ફીસના 70 ટકા જ ફીસ તરીકે લેશે. કોર્ટે એ પણ શરત જોડી હતી કે ખાનગી સ્કુલ રાજસ્થાન સરકારની 28 ઓક્ટોબર 2020ના રોજ લાગુ કરવામાં આવેલી ભલામણો મુજબ ફી લઈ શકશે.

ખાનગી સ્કુલો અને પેરેન્ટસી કમિટીએ ભલામણો માનવાથી ઈન્કાર કર્યો હતો
રાજસ્થાન સરકારે હાઈકોર્ટના નિર્દેશ પર એક કમિટી બનાવી હતી. કમિટીએ પોતાની તમામ ભલામણો 28 ઓક્ટોબરે આપી હતી. આ ભલામણોમાં કહેવામાં આવ્યું હતું કે જે સ્કુલ ઓનલાઈન ક્લાસીસ ચલાવી રહી છે, તે ટ્યુશન ફીસનો 70 ટકા હિસ્સો જ ફી તરીકે લેશે. કોર્ટે એ પણ શરત જોડી હતી કે ખાનગી સ્કુલ રાજસ્થાન સરકારની 28 ઓક્ટોબર 2020ના રોજ લાગુ થયેલી ભલામણો મુજબ જ ફીસ લઈ શકશે.

ખાનગી સ્કુલો અને પેેરેન્ટ્સે કમિટીની આ ભલામણોને માનવાથી ઈન્કાર કર્યો હતો. વાલીઓએ સ્કુલોની 70 ટકા ફીસને વધુ ગણાવી. જ્યારે ખાનગી સ્કુલોએ વાલીઓ પાસેથી સંપૂર્ણ ફીસ લેવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો