તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • High Court Fines Rs 25,000: Police Try To Save Accused, Investigation Also Ridiculous

દિલ્હી તોફાન કેસમાં પોલીસને દંડ:હાઇકોર્ટે 25 હજારનો દંડ ફટકારીને કહ્યું- પોલીસે આરોપીઓને બચાવવા માટે રસ્તો બનાવ્યો, તપાસ પણ હાસ્યાસ્પદ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના સંવૈધાનિક કર્તવ્ય નિભાવવામાં નાપાસ રહ્યા ઓફિસર- કોર્ટ
  • હાઇકોર્ટએ દિલ્હી પોલીસ કમિશનરને કહ્યુ- સુધારા માટે યોગ્ય પગલા લેવામાં આવે

ગયા વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનોથી જોડાયેલા એક મામલામાં દિલ્હી હાઇકોર્ટે પોલીસ પર 25 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટએ પોલીસને ઘોંડા નિવાસીની અપીલ પર કેસ દાખલ કરવાનુ કહ્યુ હતું. તે વ્યક્તિએ કહ્યુ હતુ કે તોફાન દરમિયાન તેની આંખમાં ગોળી વાગી હતી. દિલ્હી પોલીસએ FIR રજીસ્ટર કરવાના આદેશનો વિરોધ કર્યો હતો.

પોતાના સંવૈધાનિક કર્તવ્ય નિભાવવામાં નાપાસ રહ્યા ઓફિસર- કોર્ટ
આ બાબતે હાઇકોર્ટએ બુધવારે દિલ્હી પોલીસ પર સખ્ત શબ્દોમાં ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યુ કે 'એવુ લાગી રહ્યુ છે કે પોલીસએ અલગ FIRમાં આરોપીઓને બચાવવા માટે રસ્તો બનાયો અને દુ:ખની વાત એ છે કે પોલીસ અધિકારી પોતાના સંવૈધાનિક કર્તવ્ય નિભાવવામાં નાપાસ રહ્યા છે.'

આપને જણાવી દઇએ કે CAAના વિરોધ પ્રદર્શનો દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ગયા વર્ષે 24 ફેબ્રુઆરીમાં તોફાનો ભડક્યા હતા. તેમાં 53 લોકોના મોત થયા હતા અને 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ ઘટનામાં 751 FIR નોંધવામાં આવે છે.

હાઇકોર્ટએ દિલ્હી પોલીસ કમિશનરને કહ્યુ- સુધારા માટે યોગ્ય પગલા લેવામાં આવે
દિલ્હી હાઇકોર્ટએ ભજનપુરા પોલીસ પર દંડ લગાવ્યો છે. આ દંડ SHO અને વરિષ્ઠ અધિકારીઓ પર લગાવવામાં આવ્યો છે. એડિશન સેશન જજ વિનોદ યાદવએ આ ઓર્ડરની કોપી પોલીસ કમિશનર પાસે મોકલાવી છે. તેમણે કહ્યુ કે આ મામલાની તપાસ અને સર્વેલન્સ કરવાનુ સ્તર પોલીસ કમિશનરની નજરમાં પણ આવુ જોઇએ. હાઇકોર્ટએ દિલ્હી પોલીસ કમિશનરને કહ્યુ કે સુધારા માટે યોગ્ય પગલા લેવામાં આવે.

24 કલાકમાં FIR દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો
ઓક્ટોબર 2020માં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટએ દિલ્હી પોલીસને કહ્યુ હતુ કે મો.નાસિરની ફરિયાદ પર 24 કલાકની અંદર FIR નોંધવામાં આવે. નાસીરએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે 24 ફેબ્રુઆરી 2020એ તેના પર ફાઇરિગ થયુ. એક ગોળી તેમની જમણી આંખે વાગી હતી. નાસિરએ પોતાની ફરિયાદમાં નરેશ ત્યાગી, સુભાષ ત્યાગી, ઉત્તમ ત્યાગી, સુશીલ, નરેશ ગૌર અને અન્ય લોકોને આરોપી ગણાવ્યા હતા. તે છતા કોઇ FIR દાખલ ના થઇ તો નાસિર કોર્ટ પહોચ્યો.

પાલીસએ કહ્યુ હતું કે- FIR તો પહેલેથી જ દાખલ કરેલ છે
કોર્ટમાં પોલીસએ કહ્યુ હતુ કે દિલ્હી તોફાનોના મામલામાં પહેલેથી એક FIR દાખલ કરવામાં આવી છે. તેમાં નાસીર સિવાય 6 અન્ય લોકોના ઘાયલ કરવાની વાત દાખલ કરવામાં આવી છે. જે લોકોનું નામ નાસિરએ પોતાની ફરિયાદમાં લખાવ્યુ છે તેમના વિરોધમાં કોઇ પૂરાવા નથી મળ્યા. નરેશ અને ઉત્તમ તો એ સમયે દિલ્હીમાં હાજર જ નહોતા અને સુશીલ તેની ઓફિસે હતો.
નાસિરના વકિલ મહમૂદ પ્રાચાએ કોર્ટને કહ્યુ હતુ કે દિલ્હી પોલીસએ જે FIR દાખલ કરી છે તેમાં નાશિરની ફરિયાદ પર ધ્યાન દેવામા આવ્યુ નથી. તેની ફરિયાદ પર અલગ FIR નોંધવામાં આવે, કારણકે સુપ્રીમ કોર્ટએ આના પર કાયદો બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...