જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હિઝબુદ મુજાહિદ્દીનના કમાન્ડર તાલિબ હુસૈનને બેંગલુરુથી જીવતો પકડ્યો છે. આ આતંકીઓની A લિસ્ટમાં સામેલ હતો. 17 રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આ સફળતા મળી છે. હિઝબુલ મુજાહિદ્દીનના કિશ્તવાડ વિસ્તારમાં ફરી ભરતી કરીને પોતાના કેડરને ફરીથી સંગઠિત કરવાનો અને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું.
બેંગલુરુમાં ઓળખ છુપાવીને રહેતો હતો
DGP દિલબાગ સિંહે ભાસ્કરને જણાવ્યું કે તાલિબ કિશ્તવાડમાં ઘણાં લાંબા સમયથી એક્ટિવ હતો. જે બેંગલુરુમાં છુપાઈને ત્યાંથી ટેરર એક્ટિવિટિઝ સંચાલિત કરતો હતો. ટીમે ત્યાં પહોંચીને તાલિબને ટ્રેસ કર્યો. જે પકડાય જવાથી કિશ્તવાડમાં આતંકી ઘટનાઓ ઓછી થવા લાગી.
હાલમાં જ થયેલા ટાર્ગેટ કિલિંગને લઈને DGP સિંહે કહ્યું કે હાલ વાતાવરણ શાંત છે. વર્ષના 5 મહિનામાં 47 લોકોને પકડ્યા જે સિલેક્ટિવ કિલિંગમાં સામેલ હતા. તેમની મદદ કરનારાઓને પણ પકડવામાં આવ્યા.
2016થી જ ટાર્ગેટમાં હતો તાલિબ
કિશ્તવાડ જમ્મુનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં હિઝબુલ આતંકવાદીઓની પ્રવૃતિઓ હંમેશા ચર્ચામાં રહે છે. તાલિબ હુસૈન લાંબા સમય સુધી જીવીત રહેનાર આતંકી છે. તે 2016થી આતંકી પ્રવૃતિમાં સામેલ હતો. તાલિબ ગુર્જર એક સ્થાનિક ગુર્જર જનજાતિથી સંબંધ રાખે છે, જે અહીંના પહાડી રસ્તાઓથી પરિચિત છે.
2016માં તાલિબ ગુર્જર રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. તાલિબ ગુર્જરને સક્રિય આતંકી જાહેર કર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તેની પ્રવૃતિ પર નજર રાખવાની શરૂ કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.