તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hemant Soren Wrote On Social Media: PM Called To Speak His Mind, Didn't Even Talk And Didn't Even Listen

મહામારીમાં રાજકારણ:હેમંત સોરેને સોશિયલ મીડિયા પર લખ્યું- PMએ પોતાના મનની વાત કરવા માટે ફોન કર્યો, કામની વાત કરી પણ નહિ અને સાંભળી પણ નહિ

રાંચી2 મહિનો પહેલા
  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે રાજ્યમાં યોગ્ય મેનેજમેન્ટથી કોરોનાને ફરીથી હરાવીશું

કોરોનાની બીજી લહેરના સંકટની વચ્ચે કેન્દ્ર અને ઘણી રાજ્ય સરકારોમાં તકરાર જોવા મળી રહી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટની વચ્ચે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કર્યો, તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ સામેલ હતા. જોકે આ વાતચીત પછી હેમંત સોરેને જે ટ્વિટ કર્યું, તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને લખ્યુ આજે આદરણીય વડાપ્રધાનજીએ ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. જોકે તેમણે કામની વાત કરી હોત તો સારું રહેત.

હેમંત સોરેનના ટ્વિટની ચર્ચા સોશિય મીડિયા અને રાજકારણીઓમાં ગુરુવાર સાંજથી થઈ રહી છે. પીએમ મોદીએ ગુરુવારે દેશના ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાના સહિતના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

ઝારખંડ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની બેઠકને લઈને કટાક્ષ કરી ચૂક્યા છે. ભૂપેશ બધેલે કહ્યું હતું કે વડાપ્રધાનની સાથે જે બેઠક થાય છે, તે માત્ર વન-વે હોય છે, કોઈ જવાબ મળતો નથી.

ઝારખંડે લગાવ્યો છે કેન્દ્ર પાસેથી મદદ ન મળવાનો આરોપ
અન્ય રાજ્યોની જેમ ઝારખંડ પણ હાલ કોરોનાના સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે રાજ્ય સરકારનો આરોપ છે કે તેને કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય મદદ મળી રહી નથી. હેલ્થ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યા મુજબ રાજ્યને માત્ર 2181 રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય પોતાના સ્તરે બાંગ્લાદેશમાંથી 50 હજાર ઈન્જેક્શન મંગાવવા માંગતુ હતું, જોકે કેન્દ્રએ હજી સુધી પરવાનગી આપી નથી.

રાજ્યમાં આ સિવાય વેક્સિન સંકટ પણ છે, આ કારણે હજી સુધી 18થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે વેક્સિનેશન શરૂ થઈ શકયું નથી. બીજી તરફ ઝારખંડ હાલ એવું રાજ્ય છે, જે ઘણા રાજ્યોને ઓક્સિજન સપ્લાઈ કરી રહ્યું છે. જોકે તે પોતે ઓક્સિજન કન્ટેનર્સ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...