• Gujarati News
  • National
  • Helicopter Crashes And Bursts Into Flames, Killing 13 People Including CDS Bipin Rawat In Seconds

એનિમેશનથી સમજો દુર્ઘટના:હાલક ડોલક થતું હેલિકોપ્ટર પડ્યું અને પ્રચંડ બ્લાસ્ટ સાથે સળગી ગયું, સેકન્ડોમાં જ CDS બિપીન રાવત સહિત 13 લોકો ભડથું

2 મહિનો પહેલા

દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. આ દુર્ઘટનામાં બિપીન રાવતના પત્ની સહિત 13 લોકોનાં મોત થયા છે. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

એનિમેશનથી સમજો આ દુર્ઘટના કેવી રીતે ઘટી?
આ દુર્ઘટના તામિલનાડુનામાં બની છે. નિયત કાર્યક્રમ મુજબ CDS બિપીન રાવતે સુલુર એરબેઝથી ઉટી જવાનું હતું. જે અંતર્ગત સવારે 11-30 વાગ્યા આસપાસ સૈન્યના હેલિકોપ્ટર MI-17-V5એ કોઈમ્બતૂર જિલ્લાના સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરમાં બિપીન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો હતા. સુલુરથી ટેક ઓફ કર્યા બાદ હેલિકોપ્ટર કુન્નૂર સુધી સલામત પહોંચી ગયું હતું. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે અચાનક જ હેલિકોપ્ટર અનિયંત્રિત થવા લાગ્યું હતું. અને જોતજોતામાં જ પહાડો અને જંગલથી ઘેરાયેલા કટ્ટેરી ગામ પાસે ક્રેશ થઈ ગયું હતું. ક્રેશ થતાની સાથે જ હેલિકોપ્ટર આગહવાલે થઈ ગયું અને ધૂમાડાના ગોટેગોટાં ઉડવા લાગ્યા. હેલિકોપ્ટર ક્રેશ થયાની ગણતરીની મિનિટોમાં જ સ્થાનિકો અહીં પહોંચી ગયા અને જિલ્લા તંત્રને જાણ કરી હતી.

ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરી મોતની પુષ્ટી કરી
CDS બિપીન રાવતના મોત અંગેની પુષ્ટી ઈન્ડિયન એરફોર્સે કરી હતી. એરફોર્સે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટના મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...