ઘણીવાર એવું જોવા મળે છે કે નેતાઓ પ્રેસ-કોન્ફરન્સ માટે સંપૂર્ણ તૈયારી કરે છે. ક્યાં બેસવું, કયો પ્રશ્ન પૂછી શકાય એને લઈ ટેન્શનમાં રહે છે. સ્થળ પહેલા નક્કી કરવામાં આવે છે, પરંતુ તેમની દબંગ પ્રતિભાને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની પ્રેસ-કોન્ફરન્સ ચર્ચમાં રહે છે. તેમણે કોઈ હોટલ કે ઓફિસમાં પ્રેસ-કોન્ફરન્સ નથી કરી, પરંતુ ડેન્ટલ ચેર પર બેસીને જ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેઓ દાંત કઢાવવા માટે અંબાલાની હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તબીબો પોતાનું કામ કરતા રહ્યા અને ગૃહમંત્રી પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા રહ્યા.
ટ્રીટમેન્ટ માટે ગયા હતા, પત્રકારોએ ઘેરી લીધા
હરિયાણાના આરોગ્ય અને ગૃહમંત્રી તેમના દાંત કઢાવવા માટે અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મીડિયાને આ અંગે જાણ થતાં જ પત્રકારો ત્યાં પહોંચી ગયા હતા. હોસ્પિટલ જઈને જોયું તો હરિયાણાના ગબ્બર તરીકે ઓળખાતા વિજ ગળામાં લીલો એપ્રોન પહેરીને દાંત કાઢવા માટે ડેન્ટલ ચેરમાં બેઠા હતા. પત્રકારોએ વિજને ડેન્ટલ ચેર પર જ ઘેરી લીધા હતા અને પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. તો બીજી તરફ દાંત કાઢવાની સારવાર દરમિયાન પત્રકારોના તમામ સવાલોના જવાબ આપતા વિજ પણ કંઈ ઓછા નથી.
વિજે હોસ્પિટલમાં કામ પતાવી દીધા
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2021માં ગૃહ અને આરોગ્યમંત્રી અનિલ વિજને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી, જેને કારણે તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં વિજ બેડ પર જ ફાઈલો પતાવી દીધી હતી. આ પહેલાં પણ અનિલ વિજને PGI ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મોટા ભાગનું કાર્ય ત્યાં જ પૂર્ણ કર્યું હતું.
પગમાં ફ્રેક્ચર હોવા છતાં મોબાઇલથી રાજ્યની કમાન સંભાળી
જૂન 2020માં ગૃહમંત્રી અનિલ વિજના પગમાં ફ્રેક્ચર થયું હતું. મોહાલીની હોસ્પિટલમાં સફળ ઓપરેશન પછી ગૃહમંત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે 2 મહિના સુધી આરામ કરવાની સલાહ આપી હતી. આ અવસરે પણ ગૃહમંત્રીએ બેડ રેસ્ટ લેવાની સાથે પોતાની જવાબદારી પણ નિભાવી હતી. તેમણે મોબાઈલથી જ સમગ્ર રાજ્યની કમાન સંભાળી રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.