માઇનસ 30 ડીગ્રી પર લહેરાવ્યો 120 મીટર લાંબો તિરંગો, VIDEO:11 હજાર 450 ફૂટની ઊંચાઈ; બરફની નદી પર વંદે માતરમ ગુંજી ઊઠ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાથદ્વારાના પર્વતારોહક પ્રિંકેશ જૈન અને તેમની ટીમે 11 હજાર 450 ફૂટની ઊંચાઈ પર 120 મીટર લાંબો તિરંગો લહેરાવ્યો. લદ્દાખના નેરક વોટર ફોલ પર માઇનસ 30 ડીગ્રી તાપમાનમાં તિરંગો લહેરાવાનો આ રેકોર્ડ છે. આ પહેલાં અહીં આટલો લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો નથી.

પ્રિંકેશ અને તેની ટીમે અગાઉ 28 ઓગસ્ટ 2022ના રોજ 100 મીટર ઉંચો ધ્વજ કનામો કિબ્બર પર્વત પર પણ ફરકાવ્યો હતો. 9 સભ્યોની ટીમ લદાખના નેરક વોટરફોલ પહોંચી હતી. જેમાં રાજસમંદના 4 સભ્યોમાં પ્રિંકેશ જૈન (30), શિવમ ચૌધરી (27), શ્રીનાથ ચૌધરી, અશોક ધાકડ (40)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉદયપુરથી તનવીર જોશી, નાગેન્દ્ર સિંહ રાણાવત, મહારાષ્ટ્રથી રાજેશ હેગડે અને ચેતન પટેલ જ્યારે થાઈલેન્ડથી શેરી લૈટી હતા.

લદ્દાખની 11 હજાર 450 ફૂટની ઊંચાઈ પર પહોચવામાં યુવાનોને ત્રણ દિવસ લાગ્યા. આ દરમિયાન માઇનસ 30 ડિગ્રી તાપમાનનો સામનો પણ કર્યો. પર્વતારોહક પ્રિંકેશ જૈનના અનુસાર તેઓ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના લક્ષ્ય સાથે સૌથી મુશ્કેલ ટ્રેક પર નીકળ્યા હતા, જે તેમણે પોતાના સાથીઓ અને ટીમની મદદથી 120 મીટર લાંબો ધ્વજ લહેરાવીને પૂર્ણ કર્યો.

માઇનસ ટેમ્પરેચરમાં 65 કિલોમીટર ચાલ્યા
પ્રિંકેશે જણાવ્યું કે 9 મિત્રોની યાત્રા 9 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. તે સમયે જોરદાર ઠંડી પડી રહી હતી. અમે દિલ્હીથી હવાઈ માર્ગે લદ્દાખ પહોંચ્યા. લદ્દાખ પહોંચ્યા પછી અમારે 10થી 13 જાન્યુઆરી સુધી ઔપચારિકતાઓ પૂરી કરવાની હતી. આમાં એક દિવસનો આરામ હોય છે. બીજા દિવસે સમગ્ર ટીમનું મેડિકલ ચેકઅપ થાય છે. આ પછી પરવાનગી અને તૈયારીઓ સંબંધિત સમય હોય છે.
13મી જાન્યુઆરીએ અમે લદ્દાખના સુમો બેઝ કેમ્પથી અમારી યાત્રા શરૂ કરી. અમારી પાસે સાટીનથી બનેલો 120 મીટર લાંબો તિરંગો હતો જેનું વજન 10 કિલો હતું. લક્ષ્ય નેરક વોટર ફોલ હતું, જે શિયાળામાં થીજી જાય છે. તાપમાન માઇનસ 30 ડિગ્રી સુધી જાય છે. સુમો બેઝ કેમ્પથી નેરક વોટરફોલનું અંતર 65 કિલોમીટર છે. અમે ટીમો બનાવીને અને દિવસ-રાત ચાલીને આ પ્રવાસને પૂર્ણ કર્યો.

ફ્રોઝન રિવર પર ચાલવું સૌથી ખતરનાક
દિવસનું તાપમાન માઇનસ 9 ડિગ્રીની આસપાસ રહ્યું હતું જ્યારે રાત્રિનું તાપમાન માઇનસ 30 ડિગ્રી સુધી પહોંચી ગયું. થીજી ગયેલી નદી પર ચાલવું એ સૌથી મુશ્કેલ કામ હતું. આ બરફ ખૂબજ હાર્ડ હોય છે. બરફનો બ્લોક ક્યારે તૂટી જશે અને તમે પાણીમાં પડી જશો આ વિશે કહેવું ખુબજ અઘરૂં છે. અમે 9 મિત્રોને માર્ગદર્શન આપી રહ્યા હતા, લદ્દાખના બે ગાઈડ, જેમનું નામ નજાન ડોરજે અને તાશી થાપા હતું. બંનેએ અમારી સાથે રસ્તાની નાની નાની વાતો શેર કરી.

બરફમાં ખાડો ખોદીને પાણી પીધું
ટ્રેકિંગ કરતી વખતે માઇનસ તાપમાન અને બરફના કઠણ સ્તર પર ચાલવું ખૂબ મુશ્કેલ હતું. સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની હતી. અમારે બરફમાં જ એકથી દોઢ ફૂટનો ખાડો ખોદીને પાણી કાઢવું ​​પડતું હતું. આ પાણીને ગરમ કર્યા પછી તેને ગાળીને પીધું હતું.

તિરંગો લહેરાવ્યો તો બધી જ મુશ્કેલીઓ ઘટી ગઈ
મુસાફરીની શરૂઆતથી જ જ્યારે અમે દિલ્હીથી લદ્દાખ પહોંચ્યા ત્યારે અમારી ફ્લાઇટ મોડી પડી હતી. આ પછી અમને સરકારી ડીસી ઓફિસમાંથી ટ્રેકિંગની પરવાનગી મળી. રસ્તામાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ માઇનસ 30 ડિગ્રીમાં બર્ફીલી નદી પર તિરંગો લહેરાવવાના આનંદના અનુભવની સામે તમામ મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ.

પિતાનો બિઝનેસ, પ્રિંકેશને ટ્રેકિંગનો શોખ છે
પ્રિંકેશ જૈનના પિતા રાકેશ જૈન નાથદ્વારામાં હોલસેલના વેપારી છે. માતા વિજયાલક્ષ્મી ગૃહિણી છે. જૈન પરિવાર વિનાયક સોસાયટી લાલબાગ નાથદ્વારામાં રહે છે. પ્રિંકેશ જૈને નાથદ્વારામાં રહીને પ્રાથમિક શિક્ષણમાંથી ગ્રેજુએશન પૂર્ણ કર્યું. આ પછી તેમણે પુણેમાંથી એમસીએનો અભ્યાસ પૂર્ણ કર્યો. અત્યાર સુધી પ્રિંકેશ જૈન 13 વખત ટ્રેકિંગ કરી ચુક્યા છે. જેમાં સૌથી વધુ લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...