• Gujarati News
  • National
  • Heavy Rains Kill 9 In Accident, Close All Schools And Colleges In The State; Farmers' Crops Were Also Destroyed

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57 લોકોનાં મોત; આસામમાં પૂરથી 7 લાખ લોકો અસરગ્રસ્ત, રેલવેટ્રેક બન્યો આશરો

બેંગલુરુએક મહિનો પહેલા
  • CM નીતીશ કુમારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 4 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે
  • આસામમાં 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે

ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટક આવા જ ત્રણ રાજ્યો છે, જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.

દેશના કેટલાક ભાગોમાં હીટવેવ, વરસાદ, પૂર અને વીજળીએ કહેર મચાવ્યો છે. કેટલાક ભાગોમાં, જ્યાં લોકો સખત ગરમી સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદથી વિનાશ થયો છે. બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં 33 લોકોનાં મોત થયાં હતાં.

આ દરમિયાન આસામના ચાર જિલ્લા- નાગાંવ, હોજઈ, કછાર અને દરાંગમાં પૂરથી સ્થિતિ ગંભીર બની હતી. અત્યારસુધી અહીં પૂર અને વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ 500 લોકો રેલવેટ્રેક પર રહેવા મજબૂર બન્યા છે.

આસામઃ 29 જિલ્લાના 7.12 લાખ લોકો બેઘર થયા
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમુનામુખ જિલ્લાના બે ગામના 500થી વધુ પરિવારોએ રેલવેટ્રેક પર કામચલાઉ આશરો લીધો છે. એકલા નાગાંવ જિલ્લામાં 3.36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં 1.66 લાખ, હોજઈમાં 1.11 લાખ અને દરાંગ જિલ્લામાં 52709 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

બિહાર : 16 જિલ્લામાં 33 લોકોનાં મોત
બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયાં છે. સીએમ નીતીશ કુમારે દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારજનોને રૂ. 4 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય હવામાન વિભાગ દ્વારા એવું કહેવાયું છે કે શનિવાર અને રવિવારે કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. એનું કારણ એ છે કે હવે અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે.
કર્ણાટકમાં ભારે વરસાદથી દુર્ઘટનામાં 9 લોકોનાં મોત, રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ; ખેડૂતોનો પાક પણ નાશ પામ્યો

કર્ણાટકમાં પ્રી-મોન્સૂનની દસ્તકને કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી, જેને કારણે નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.

દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

વરસાદને કારણે 23 મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહેસૂલમંત્રી આર. અશોકે કહ્યું કે ચિકમંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગલુરુના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગલુરુના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગલુરુના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
વરસાદને કારણે સ્થિતિ એવી થઈ હતી કે નાળાનું પાણી રસ્તાઓ પર આવી ગયું હતું અને રસ્તાઓ નાળા જેવા દેખાવા લાગ્યા હતા.
વરસાદને કારણે સ્થિતિ એવી થઈ હતી કે નાળાનું પાણી રસ્તાઓ પર આવી ગયું હતું અને રસ્તાઓ નાળા જેવા દેખાવા લાગ્યા હતા.

ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે
કર્ણાટકમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે બે દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાએ ઉત્તરા કન્નડ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે.

વિવિધ સ્થળોએ પાણી ભરાવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વિવિધ સ્થળોએ પાણી ભરાવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડુતોનો પાક નાશ પામ્યો
વરસાદને કારણે 204 હેક્ટર ખેતી અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે. આગામી દિવસોમાં વરસાદની ચેતવણીના કારણે ખેતરોમાં ઊભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આસામમાં પૂરથી 9 લોકોનાં મોત થયાં હતાં

આસામમાં ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પાટા નીચેની જમીન ધસી ગઈ હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા.
આસામમાં ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પાટા નીચેની જમીન ધસી ગઈ હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા.

આસામમાં પણ વરસાદ બાદ આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો હતો. આસામમાં પૂર એવું હતું કે અનેક રેલવે સ્ટેશનોના પાટા પર કાદવ અને પાણી ભરાઈ ગયાં હતાં. ડિટોકચેરા રેલવે રૂટ પર ટ્રેનમાં કેટલાય મુસાફરો ફસાયા હતા. તેમને એરલિફ્ટ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પાટા નીચેની જમીન ધસી પડી હતી અને પાટા હવામાં ઝૂલવા લાગ્યા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર આસામમાં પૂરના કારણે 9 લોકોનાં મોત થયાં છે. રાજ્યના 27 જિલ્લામાં 6.62 લાખથી વધુ લોકો પૂરથી અસરગગ્રસ્ત થયા છે. તેમાંથી સૌથી વધુ 2.88 લાખ લોકો માત્ર નાગાંવ જિલ્લાના છે.

અન્ય સમાચારો પણ છે...