• Gujarati News
  • National
  • Heavy Rains In Uttar Pradesh Bihar Today, When Will It Rain In Delhi, Find Out The Weather Conditions Of The Country

ચોમાસુ ફરી સક્રિય થશે:ઉત્તરપ્રદેશ-બિહારમાં આજે ભારે વરસાદ, તો દિલ્હીમાં ક્યારથી પડશે વરસાદ; જાણો દેશના હવામાનની સ્થિતિ

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન ફરી સક્રિય થશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. - Divya Bhaskar
ઉત્તર ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન ફરી સક્રિય થશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે.
  • ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા

ઉત્તર ભારતને ફરી એક વખત સખત ગરમીમાંથી રાહત મળવા જઈ રહી છે. લગભગ બે અઠવાડિયા પછી, દક્ષિણ પશ્ચિમ મોનસુન આજે એટલે કે 19 ઓગસ્ટથી ઉત્તર ભારતમાં ફરી સક્રિય થશે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવી હતી. આઈએમડીએ કહ્યું કે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, બિહારમાં પણ વરસાદી હવામાન સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર 20 થી 21 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. 20 થી 22 ઓગસ્ટના રોજ બિહારના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીએ જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તારોમાં 19 ઓગસ્ટ, મધ્યપ્રદેશમાં 19 થી 20 ઓગસ્ટ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આગામી બે દિવસો માટે ઉત્તર -પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં હિમાલયમાં વરસાદની સંભાવના છે. બિહાર અને યુપીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની છે. ગંગા સહિત ઘણી નદીઓનું જળ સ્તર ભયના નિશાનથી ઉપર વહી રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે
અહીં, હવામાન વિભાગે આજે પૂર્વ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય પૂર્વાંચલમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. પશ્ચિમ યુપીમાં કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ ક્રમમાં, 20 અને 21 ઓગસ્ટના રોજ પશ્ચિમ યુપીના મોટાભાગના સ્થળો અને પૂર્વાંચલના ઘણા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

20 થી 21 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે.
20 થી 21 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં 19 થી 22 સુધી ભારે વરસાદની ચેતવણી જાકેર કરવામાં આવી છે. 19 અને 20 તારીખે ઓરેન્જ એલર્ટ છે તો 21 અને 22 તારીખે યલો એલર્ટ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, 19મીએ કુમાઉ ડિવિઝનના પહાડી વિસ્તારમાં અને ગઢવાલના આજુબાજુના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હરિદ્વાર અને ઉધમસિંહ નગર સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.