તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rains Cause Water Level In Kempty Falls In Mussoorie To Rise, Police Evacuate Nearby Shopkeepers, No Entry For Tourists

ધોધનું રૌદ્ર સ્વરૂપ:ભારે વરસાદને કારણે મસૂરીના કેમ્પ્ટી ધોધનું જળસ્તર વધ્યું, પોલીસે આજુબાજુની દુકાનો ખાલી કરાવી, પર્યટકો માટે પણ નો એન્ટ્રી

15 દિવસ પહેલા
કેમ્પ્ટી ધોધ તરફ જતા રસ્તા પર પણ પોલીસ ફોર્સ તહેનાત છે કે જેથી કોઈ પણ પર્યટક ફોલ નજીક ન જઈ શકે.

ઉત્તરાખંડમાં સતત પડી રહેલો વરસાદ હવે આફત બની ગયો છે. ભારે વરસાદને પગલે નદી-નાળા ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે ડરાવનારી એક તસવીર મસૂરીથી સામે આવી છે. આ ભયાનક તસવીર છે અત્યંત મનમોહક એવા પર્યટન સ્થળ કેમ્પ્ટી ધોધની. કેમ્પ્ટી ફોલનું રૌદ્ર રૂપ ફરી એક વખત જોવા મળી રહ્યું છે. કેમ્પ્ટી ફોલ ઉત્તરાખંડનો સૌથી સુંદર ધોધમાંથી એક છે પરંતુ હાલ અહીં જવું સેફ નથી. ઉત્તરાખંડ પોલીસે પણ પર્યટકોને ધોધથી દૂર રહેવાની અપીલ કરે છે. ગત 14 ઓગસ્ટે કેમ્પ્ટી ફોલના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.

વરસાદની સાથે પથ્થર અને લાકડાંના ટુકડા ફોલમાં આવી રહ્યાં છે જેના કારણે હાલ પર્યટકોને ફોલમાં નહાવાની મંજૂરી નથી આપવામાં આવી રહી
વરસાદની સાથે પથ્થર અને લાકડાંના ટુકડા ફોલમાં આવી રહ્યાં છે જેના કારણે હાલ પર્યટકોને ફોલમાં નહાવાની મંજૂરી નથી આપવામાં આવી રહી

ધોધની આજુબાજુની દુકાનો પણ ખાલી કરાવવામાં આવી
મસૂરી સહિત આજુબાજુના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પર્યટન સ્થળ કેમ્પ્ટી ધોધનું જળ સ્તર વધ્યું છે. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા પર્યટકો સહિત સ્થાનિક નિવાસીઓને ફોલ નજીક જવાની મનાઈ ફરમાવી દીધી છે. આ અંગે જાણકારી આપતા કેમ્પ્ટી ફોલ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ નવીન ચંદ્રએ જણાવ્યું કે, 'સતત પડી રહેલા ભારે વરસાદને કારણે કેમ્પટી ફોલનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફોલ નજીક લોકોને જતા રોકવામાં આવી રહ્યાં છે.'

તેઓએ વધુમાં જણાવ્યું કે વરસાદની સાથે પથ્થર અને લાકડાંના ટુકડા ફોલમાં આવી રહ્યાં છે જેના કારણે હાલ પર્યટકોને ફોલમાં નહાવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. મળતી માહિતી મુજબ ભારે વરસાદને કારણે ધોધની આજુબાજુની દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી છે. ધોધ તરફ જતા રસ્તા પર પણ પોલીસ ફોર્સ તહેનાત છે કે જેથી કોઈ પણ પર્યટક ફોલ નજીક ન જઈ શકે.

14મી ઓગસ્ટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું
ઓગસ્ટમાં અચાનક પડેલા વરસાદને કારણે જળસ્તર વધી ગયું હતું. જે બાદ ઘટનાસ્થળે અફરા-તફરી જોવા મળી હતી. જો કેમ્પ્ટી પોલીસે સુરક્ષાના કોઈ પગલાં ન લીધા હોત તો કોઈ દુર્ઘટના પણ ઘટી હોત. ધોધની જળસપાટી વધતી જોઈને પોલીસ કર્મચારીઓએ ત્યાં હાજર લોકોને તાત્કાલિક હટાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા.

બુલંદશહેરના એક પર્યટકનું થયું હતું મોત
થોડાં દિવસ પહેલાં બુલંદશહેરથી આવેલા એક પર્યટકનું ધોધમાં ડૂબી જવાથી મોત થયું હતું. શનિવારે ફરી એક વખત કેમ્પ્ટી ધોધ વિકરાળ જોવા મળી રહ્યો છે. હાલ મસૂરી સહિત તમામ પર્યટન સ્થળોએ સરોવર, નદીઓ અને તળાવોમાં નહાવાની મનાઈ છે. પ્રશાસનો લોકોને સચેત કરી રહ્યાં છે કે નદી-ધોધથી દૂર રહો પરંતુ લોકો સરકારની વાત સાંભળતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...