તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rains At Kerala & Lakshadweep। Monsoon Comes To Rajasthan Madhya Pradesh । Haryana Gujarat Chattisgarh

મોન્સૂન ટ્રેકર:કેરળ અને લક્ષદ્વીપમાં પ્રવેશ્યા બાદ કર્ણાટકમાં ચોમાસું દસ્તક આપશે, ગુજરાતમાં 20 જૂનથી વરસાદનાં એંધાણ

15 દિવસ પહેલા
  • MPમાં 20 તો રાજસ્થાનમાં 25 જૂન સુધી વરસાદનું આગમન થશે
  • દિલ્હીને પ્રથમ વેળા લૂથી રાહત મળશે

કેરળ અને લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થયા પછી શુક્રવારના રોજ એ કર્ણાટક પહોંચ્યું હતું. દક્ષિણી અને ઉત્તરી કર્ણાટક સાથે તામિલનાડુ અને આન્ધ્રપ્રદેશના કેટલાક ભાગમાં પણ વરસાદ વરસી રહ્યો છે. કેરળ અને લક્ષદ્વીપમાં ગત 24 કલાકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)એ કેરળમાં 12 કલાકની અંદર વરસાદના આગમન અંગે અલર્ટ જાહેર કર્યું હતું.

ગત 24 કલાકમાં કરેળના ત્રિશૂરમાં 11 સેમી, કોચ્ચીમાં 9 સેમી, કોઝિકોડમાં 7 સેમી, વક્કડ (મલ્લપૂરમ જિલ્લા)માં 16 સેમી, કોન્ની અને કાંજીરાપલ્લી (કોટ્ટાયમ જિલ્લા)માં 14 સેમી, પુંજર અને કોન્નીમાં 13 સેમીની સાથે પિરાવમમાં 12 સેમી વરસાદ વરસ્યો હતો.

મધ્યપ્રદેશમાં 20 જૂન તો રાજસ્થાનમાં 25 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ વર્ષે પહેલા તાઉ-તે અને ત્યાર પછી યાસ વાવાઝોડાને કારણે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં લૂની ઓછી અસર વર્તાઈ રહી છે. IMDના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ગરમીની આ પ્રથમ સીઝન હોઈ શકે છે, જેમાં લૂનો કહેર નહીં વર્તાય. કેટલાક દિવસોની અંદર અહીં પણ વરસાદ વરસી શકે છે.

પ્રમુખ રાજ્યોમાં ક્યારે ચોમાસાનું આગમન થશે
મહારાષ્ટ્રઃ 10 જૂન
તેલંગાણાઃ 11 જૂન
પશ્ચિમ બંગાળઃ 12 જૂન
ઓડિશાઃ 13 જૂન
ઝારખંડઃ 14 જૂન
બિહાર અને છત્તીસગઢઃ 16 જૂન
ગુજરાતઃ 20 જૂન
ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશઃ 20 જૂન
ઉત્તરપ્રદેશઃ 22 જૂન
હિમાચલ પ્રદેશઃ 24 જૂન
રાજસ્થાનઃ 25 જૂન
દિલ્હી અને હરિયાણાઃ 27 જૂન
પંજાબઃ 28 જૂન

રાજસ્થાનઃ 4 દિવસ વહેલા ચોમાસાનું આગમન થઈ શકે છે
રાજ્યમાં 25 જૂન પહેલાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન સમયથી 4 દિવસ વહેલા આવી શકે છે, જ્યારે સામાન્ય રૂપે આ 30 જૂન અથવા એનાથી વહેલા રાજ્યમાં પ્રવેશી શકે છે. રાજસ્થાનમાં મોન્સૂનનો પ્રવેશ ડુંગરપુર-બાંસવાડાના વિસ્તારમાંથી થાય છે. ગુજરાતમાં ચોમાસાના આગમનના 8-10 દિવસ પછી આ રાજસ્થાનની સીમામાં પ્રવેશે છે. IMDએ આ વેળાએ 6 ટકા વધુ વરસાદ નોંધાઇ શકે છે એવાં એંધાણ આપ્યા છે.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વરસાદ પછી વાતાવરણ ખીલી ઊઠ્યું હતું.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વરસાદ પછી વાતાવરણ ખીલી ઊઠ્યું હતું.

મધ્યપ્રદેશઃ પ્રી-મોન્સૂનની આગાહી, ઈન્દોરમાં મુશળધાર વરસાદ
મધ્યપ્રદેશમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ. અહીં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે, તો એની સાથે કેટલાક જિલ્લામાં સાંજે વરસાદ પણ વરસી રહ્યો છે. ગુરુવારે ઈન્દોરમાં બપોરના 3 વાગ્યે અચાનક વાદળો ઘેરાયાં હતાં. વાવાઝોડાની સાથે મુશળધાર વરસાદ પણ વરસવા લાગ્યો હતો. જૂનની શરૂઆતથી જ વરસાદને કારણે તાપમાન 38 ડીગ્રીની આસપાસ રહે છે, જ્યારે રાત્રિના સમયે આ તાપમાન 21.8 ડીગ્રીની આસપાસ નોંધાયું હતું. આવી જ રીતે, છીંદવાડામાં પણ બપોરના સમયે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. ભોપાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

હરિયાણાઃ નિશ્ચિત સમયગાળા પહેલાં ચોમાસું આવી શકે છે
હરિયાણામાં ચોમાસું પહેલાં કરતાં વહેલું આવી શકે છે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ચોમાસું જૂનના અંતિમ સપ્તાહમાં અથવા જુલાઈની શરૂઆતમાં રાજ્યની અંદર પ્રવેશી શકે છે. ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી સરેરાશ 460 મિમી. વરસાદ વરસતો હોય છે, પરંતુ છેલ્લાં 10 વર્ષમાં પ્રથમ વેળા 2018માં 415 મિમી. સુધી વરસાદ વરસ્યો હતો. 1990 પછી 12 વાર જ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય. 17 વેળા સામાન્ય વરસાદ નોંધાયો હતો. 1995માં વિસ્તારની અંદર 83 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો, એ સમયે પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

છત્તીસગઢઃ રાયપુર સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ
છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનને દાખલ થવામાં આશરે 2 સપ્તાહનો સમય લાગી શકે છે. ગુરુવારે સાંજે રાયપુર સહિત પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જોકે હવામાન વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રી-મોન્સૂનનો વરસાદ નથી. આ ઉત્તરી છત્તીસગઢ પર સક્રિય એક ચક્રવાતની અસરથી પાણી વરસ્યું છે.

મોન્સૂનની ઘોષણાના 3 માનાંક

  • કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકનાં 14 હવામાન કેન્દ્રોમાંથી 60 ટકા કેન્દ્રો પર 10 મે પછી સતત 2 દિવસ સુધી વરસાદ વરસી શકે છે.
  • જમીનની સપાટીથી 4.5 કિમી ઊંચાઈ સુધી પશ્ચિમી હવા ફૂંકાઈ શકે છે. સપાટીની નજીક આની ગતિ 30થી 35 કિમી/ કલાકની રહેશે.
  • વાદળોની જાડાઈ એટલી વધારે હોય છે કે એ જમીનની સપાટીથી આકાશની તરફ પરત ફરતાં રેડિયેશન 200 વૉટ/ વર્ગમીટરથી પણ ઓછા થઈ જાય.
અન્ય સમાચારો પણ છે...