તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં વરસાદ બન્યો આફત:રસ્તા ઉપર કારો તરવા લાગી, સમુદ્રના પાણી ઘરોમાં ઘૂસ્યા; 2005 પછી સૌથી વધારે વરસાદ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ માટે વરસાદ ફરી એકવાર આફત બન્યો, કોલાબામાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
  • કાલબાદેવી માર્કેટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમા સમુદ્રનું પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસતું જોવા મળ્યું

ભારે વરસાદના પગલે મુંબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મોટાભાગના નિચાણવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં NDRFની પાંચ ટીમો સતત રેસ્ક્યુ કરી રહી છે. કાલબાદેવીમાં સુદ્રના પાણી ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી ગયા હતા.

એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો મુંબઈના કાલબાદેવી માર્કેટનો છે. તેમાં લોકો બૂમો પાડી રહ્યા છે. ગુરુવારે પણ આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાણી ભરાઈ ગયા છે. ગુરુવારે હાઈટાઈડની આશંકાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને રોકી દેવાયો હતો.

26 જુલાઈ 2005ના વરસાદની યાદ આવી ગઈ
બુધવારે થયેલા વરસાદે 26 જુલાઈ 2005ના વરસાદની યાદ અપાવી હતી. 26 જુલાઈ બપોરના બે વાગ્યે શરૂ થયેલો વરસાદ 27 જુલાઈ સવારના 8.30 વાગ્યા સુધી ચાલું રહ્યો હતો. આ દરમિયાન મુંબઈમાં 944 મિલીમીટર પાણી પડ્યું હતું. આ દિવસે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 1100 લોકોના મોત થયા હતા. અનેક ગામ પાણીમાં ડૂબી ગયા હતા. પાંચ લાખ લોકો ઘર વિહોણા બની ગયા હતા. મુંબઈના ઘણા વિસ્તોરોમાં ખાના ખરાબી સર્જાઈ હતી.

મુંબઈમાં ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.
મુંબઈમાં ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.
તસવીર મુંબઈના કાલબાદેવી વિસ્તારની છે. સમુદ્રનું પાણી રસ્તા ઉપર ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
તસવીર મુંબઈના કાલબાદેવી વિસ્તારની છે. સમુદ્રનું પાણી રસ્તા ઉપર ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
મુંબઈ નજીકના ઉરણ વિસ્તારની તસવીર. ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે.
મુંબઈ નજીકના ઉરણ વિસ્તારની તસવીર. ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે.
કાલબાદેવી વિસ્તારની તસવીર.
કાલબાદેવી વિસ્તારની તસવીર.
ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા હતા.
ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા હતા.
ભારે પવનના કારણે જીએનપીટી પોર્ટ ઉપર ત્રણ ક્રેઈન પડી ગઈ હતી.
ભારે પવનના કારણે જીએનપીટી પોર્ટ ઉપર ત્રણ ક્રેઈન પડી ગઈ હતી.
ટ્રાફિકજામ થતા લોકો પોતાની ગાડીઓ છોડીને જતા રહ્યા હતા.
ટ્રાફિકજામ થતા લોકો પોતાની ગાડીઓ છોડીને જતા રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...